Sardar Gurjari

રવિવાર, તા. ૧ ઓગસ્ટ, ૨૦૨૧, અષાઢ વદ-૯, વિ.સં. ૨૦૭૭, વર્ષ - ૨૨, અંક-૪૪

મુખ્ય સમાચાર :
બ્રિટન : આંખે દેખાતું ન હોવા છતાંયે સાત કલાકમાં દિવ્યાંગે કર્યુ ખતરનાક પર્વત પર ચઢાણ
બ્રિટનના જેસી ડફટનની આંખોની જોવાની ક્ષમતા માત્ર ૧ ટકો છે, જે દુનિયાના પ્રથમ બ્લાઇન્ડ કલાઇમ્બર બન્યા
19/04/2021 00:04 AM Send-Mail
કોઇપણ પર્વત પર ચઢાણ કરવું તે પર્વતારોહકો માટે ખાસ્સી મુશ્કેલ બાબત હોય છે. આ દરમ્યાન નાનકડી ભૂલ પણ જીવલેણ બની શકે છે. ભૂતકાળમાં પણ પર્વત ચઢાણ દરમ્યાન ગફલતના કારણે અનેક પર્વતારોહકોએ જીવ ગૂમાવ્યા હતા. છતાંયે સાહસિકો પર્વત ચઢાણ માટે તત્પર હોય છે. પરંતુ જે વ્યક્તિની આંખે દેખાતું ન હોય તે પર્વતારોહણ કરી શકે? આ વાતનો જવાબ મોટાભાગે ના હોય છે. પરંતુ બ્રિટનના જેસી ડફટન નામના વ્યક્તિને આંખે દેખાતું ન હોવા છતાંયે તેણે ૪પ૦ ફૂટ ઊંચી પહાડી પર ૭ કલાકમાં પહોંચીને સૌને ચોંકાવી દીધા છે.

બ્રિટનના જેસી ડફટનની આંખોની જોવાની ક્ષમતા માત્ર ૧ ટકો છે. પરંતુ તેઓએ સ્કોટલેન્ડની પ્રસિદ્વ ઓલ્ડ મેન ઓફ હોય પહાડી પર સફળતાપૂર્વક ચઢાણ કર્યુ છે. આમ, તેઓ દુનિયાના પ્રથમ બ્લાઇન્ડ કલાઇમ્બર બન્યા છે. ઉલ્લેખનીય છે કે સ્કોટીશ ઓલ્ડ મેન ઓફ હોય પહાડી ૪પ૦ ફૂટ ઊંચી છે. ડફટનને આ પહાડી પર ચઢાણ પુરું કરવામાં લગભગ સાત કલાકનો સમય લાગ્યો હતો. ડફટન જોઇ શકતા નહતા પરંતુ પોતાની વાગ્દત્તા મોલી થોમ્પસનની મદદથી આ સિદ્વિ મેળવી છે. તેઓએ થોમ્પસને તેઓને હેન્ડસેટની મદદથી વોઇસ કમાન્ડ આપ્યો હતો. જેના દ્વારા પહાડી પર સફળતાપૂર્વક ચઢાણ કર્યુ હતું.

પર્વત પર પહોંચ્યા બાદ જેસી ડફટને કહયું હતું કે, આ પહાડી રિમોટ એરિયામાં છે. આથી તેમને ચઢાણમાં તકલીફ પડી હતી. જો કે આ પહાડી સમુદ્રકિનારે હોવાથી તેની પર ચઢાણ કરવાનું મેં નકકી કર્યુ હતું. આ પહાડી પર ચઢાણ કરનાર પ્રથમ બ્લાઇન્ડ કલાઇમ્બર બનવાની ઇચ્છા હતી જે મેં પૂરી કરી છે.