Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
જરીક અમથું ચૂક્યા અને...
આજે થોડી વાત કરીએ જગતની ખૂબ સફળ રહેલી કંપનીઝ અને એમની કેટલીક પ્રોડક્ટસની કે જેમાં આ કંપનીઝ પોતાને મળેલી સફળતાને વળગી રહી અને પરિણામે એમને હરિફ કંપનીઝ સામે નિષ્ફળતા જોવાનો વારો આવ્યો. વીસમી સદી ઘણી બધી રીતે બહુ મોટાં પરિવર્તનો આણનારી બની રહી છે
25/04/2021 00:04 AM Send-Mail
લાંબા ગાળાની એકધારી સફળતા અને નામના મેળવ્યા પછી ‘આઈ એમ ધ બેસ્ટ’ નાં મોડ અને મૂડમાં આવી જવાથી દૂરંદેશી ઘટી જાય છે. તમે જે કંઈ પણ કરો એ તમારા બ્રાન્ડ-નેઈમથી ચાલી જાય ત્યાર પછી કંઈક નવું ઓળખવાની, કંઈક નવું ચીતરવાની તાલાવેલી જો નામશેષ થતી ચાલે તો બ્રાન્ડ-નેઈમમાંથી નેઈમ ભૂંસાવા માંડે છે અને બ્રાન્ડ ભૂલાવા માંડે છે. નવું-નવું વિચારતા રહેવાની એક ક્રિએટીવ ભૂખ તમને સતત જીવંત રાખે છે; પરિણામે આસપાસ આકાર લઈ રહેલા બદલાવને પણ જોતા રહેવાનો મોકો મળે છે અને છેવટે એ બદલાવને અનુરૂપ વળી કંઈક નવું-નવું અખતરામાં અને અમલમાં મૂકતા રહેવાનું નામ જ છે ઈનોવેશન. માર્કેટમાં જોરશોરથી સંભળાતો એક શબ્દ છે - ‘વેલ્યુએડેડ’. જે છે એમાં સમયની સાથે વધુ ને વધુ કશુંક વેલ્યુએબલ ઉમેરતા રહેવાની સ્ટ્રેટજી માર્કેટમાં સફળતા ટકાવી રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત બીજા હરીફો કંઈ દિશામાં કેવું કામ કરી રહ્યા છે એનું પણ નીરિક્ષણ કરતાં રહેવું જરૂરી છે. આમ તો કહેવાય છે અને એ અનેક કિસ્સાઓમાં પ્રમાણિત પણ થયેલું છે કે નિષ્ફળતા આપણને એક નવો પાઠ શીખવે છે અને એમાંથી મળેલા બોધપાઠને સફળતાની કેડી પર ઉપર ચડવાનું એક પગથિયું પણ બનાવી શકાય છે. લેકિન, કિન્તુ, પરંતુ ઘણીવાર મસમોટી સફળતાને જરૂર કરતાં વધુ વખત વળગી રહીને અને હરીફોની નાની હિલચાલને આપણી તોતીંગ સફળતા સામે ખાસ માતબર ન ગણવાની ભૂલ કરવી એટલે નિષ્ફળતાને આમંત્રણ આપવા બરાબર છે.

આજે થોડી વાત કરીએ જગતની ખૂબ સફળ રહેલી કંપનીઝ અને એમની કેટલીક પ્રોડક્ટસની કે જેમાં આ કંપનીઝ પોતાને મળેલી સફળતાને વળગી રહી અને પરિણામે એમને હરિફ કંપનીઝ સામે નિષ્ફળતા જોવાનો વારો આવ્યો. વીસમી સદી ઘણી બધી રીતે બહુ મોટાં પરિવર્તનો આણનારી બની રહી છે. માત્ર ટેક્નોલોજીનાં ક્ષેત્રમાં જ નહીં પરંતુ પર્યાવરણ, સંસ્કૃતિ, ભાષા, અર્થતંત્ર, વૈશ્વિક આદાન-પ્રદાન વગેરે જેવી બાબતોમાં પણ વીસમી સદી દરમિયાન સૌથી વધુ ઝડપથી પરિવર્તનો આવ્યા કર્યા છે અને પરિવર્તનનો એ ક્રમ અને એની અસરો આજે એકવીસમી સદીમાં પણ વણથંભી ચાલુ જ છે અને હજુ આગળ જતાં પણ આ પરિવર્તન ચાલુ જ રહેશે. સમયની સાથે આવા પરિવર્તનને અનુરૂપ બદલાવ કરીને પ્રોડક્ટ્સ અને સ્ટ્રેટજી જે કંપની બનાવશે એ ટકી શકશે. બાકીની કદાચ માર્કેટમાંથી ફેંકાઈ જશે.

જગપ્રસિદ્ઘ એવું એક નામ એટલે ‘કોડાક’ (છગ્ૈૂ્ર) જેની સ્થાપના ૧૮૮૮માં જ્યોર્જ ઈસ્ટમેને ન્યુયોર્ક ખાતે કરી હતી. ૧૮૮૯માં કોડાકનો પહેલો કેમેરા અને ફિલ્મ (કેમેરા-રોલ) માર્કેટમાં આવ્યા અને ૧૯૩૫માં કલર ફોટોગ્રાફીનો આરંભ પણ કોડાક દ્વારા જ થયો હતો. છેક ૧૯૭૦નાં દાયકા સુધી ફોટોગ્રાફીનાં ક્ષેત્રમાં કોડાકનું એક ચક્રી શાસન રહ્યું એમ કહી શકાય. કેમેરાનાં વેચાણમાં કોડાકનાં પક્ષમાં ૮૫ ટકા અને કેમેરા - રોલમાં ૯૦ ટકાનું વેચાણ રહેલું. ત્યારબાદ કોડાક દ્વારા જ ૧૯૭૫માં ડિજિટલ કેમેરાની શરૂઆત કરવામાં આવી. પરંતુ જો આ ડિજિટલ કેમેરા માર્કેટમાં મૂકવામાં આવે તો ખુદ કોડાકને જ કેમેરા-રોલનાં વેચાણમાં જે ૯૦ ટકા હિસ્સેદારો હતી એનાથી હાથ ધોવા પડે. માનશો...! આ ડિજિટલ કેમેરા વિધિવત રીતે કોડાક દ્વારા છેક ૧૯૯૧ માં મૂકવામાં આવ્યો. ૧૯૭૫ થી ૧૯૯૧ દરમિયાન કંપની આગળની સફળતાને જ વળગી રહી અને ડિજિટલ કેમેરાનાં નવા ઈનોવેશનને મોકળો માર્ગ ન કરી આપ્યો. એ દરમિયાન ફુજિફિલ્મ, નિકોન જેવી બીજી કંપનીઝ પોતાના ઈનોવેશન્સ માર્કેટમાં મુક્તી રહી અને છેવટે ૨૦૧૨માં કોડાક દ્વારા બેંકમાં નાદારી પણ નોંધાવવામાં આવી. ‘યુ પ્રેસ ધ બટન વી ડુ ધ રેસ્ટ’ - આ સ્લોગન સાથે ૯૦ ટકા માર્કેટ પર છવાયેલી કંપની જરાક અમથું ઈનોવેશનને અમલમાં મૂકવાનું ચૂકી અને એને પોતાને રેસ્ટ (આરામ) કરવાનો સમય પાકી ગયો. બીજી આવી જ ટેલિફોનની દુનિયામાં વિશ્વ આખું સર કરનારી કંપનીની વાત કરીએ તો ફિનલેન્ડ જેવા નાનકડાં દેશમાં ૧૮૬૫માં સ્થાપવામાં આવેલી કંપની ‘નોકીઆ’. આમ, તો કેમિકલ ઈન્ડસ્ટ્રીથી શરૂ કરીને ટોઈલેટ પેપર, રબ્બર ફેક્ટરી, ઈલેક્ટ્રીસીટી, માસ્ક વગેરે જેવા અનેક બિઝનેસ કર્યા પછી નોકીઆ ૧૯૭૦નાં અરસામાં નેટવર્કિંગ અને ટેલિફોન ઈન્ડસ્ટ્રીમાં આવી. ૧૯૮૧માં મોબીરા નામની કંપનીએ વિશ્વમાં પહેલીવાર ઈન્ટરનેશનલ સેલ્યુલર નેટવર્કની શરૂઆત કરી અને પછીથી આ મોબીરાને ટેઈકઓવર કરી નોકીઆએ. પહેલો કેમેરા ફોન નોકીઆએ લોન્ચ કરેલો અને એક સમયે ‘કનેક્ટીંગ પીપલ’ના સ્લોગન સાથે વિશ્વનાં ૧૪૦ દેશોમાં મોબાઈલ ફોનમાં ટોપ બ્રાન્ડ બની ગયેલ નોકીઆ પોતાની ‘સીમ્બીઅન’ ઓપરેટીંગ સિસ્ટમ સાથે વિશ્વભરમાં છવાઈ ગઈ. કહાની મે ટ્વીસ્ટ અહીં જ આવે છે. ૨૦૦૭માં સ્ટીવ જોબ્સ એપલનો કિ-બોર્ડ વગરનો ટચ-સ્ક્રીન મોબાઈલ ફોન લોન્ચ કરે છે અને ત્યાર પછી ૨૦૦૮માં લીનક્ષમાં ફેરફાર સાથેની એક નવી ઓપરેટીંગ સિસ્ટમ ‘એન્ડ્રોઈડ’ (ગુગલ દ્વારા) લોન્ચ થાય છે. આ નવા બદલાવને સ્વીકારવાની ભૂલ નોકીઆએ કરી અને પરિણામ આજે આપણી સામે છે. નોકીઆ-કનેક્ટીંગ પીપલમાંથી અચાનક ડિસકનેક્ટ થઈ ગઈ જાણે કે. જોકે પછીથી માઈક્રોસોફ્ટ સાથે હાથ મીલાવીને સ્માર્ટ ફોન્સ નોકીઆએ રજૂ કર્યા અને પછી છેવટે એન્ડ્રોઈડ પણ અજમાવી જોઈ પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું અને સેમસંગ, મોટોરોલા જેવી કંપનીઝ માર્કેટ સર કરીને બેસી ગઈ હતી. ત્યારબાદ ચાઈનીઝ કંપનીઝનો તો રાફડો ફાટ્યો અને મોબાઈલ ફોનની દુનિયા એન્ડ્રોઈડ આધારિત થઈ ગઈ. ૨૦૦૮ થી લઈને ૨૦૨૦ સુધીમાં એન્ડ્રોઈડના પણ ૧૧ અપડેટેડ વર્ઝન્સ આવી ગયાં. નોકીઆ અવાજનાં દમ પર ‘કનેક્ટીંગ પીપલ’ કરતી રહી અને બીજી કંપનીઝ આવનારા સમયમાં ઈન્ટરનેટ ટેલીફોની અને ડેટાની વેલ્યુ વહેલાસર સમજી ગઈ. ઝેરોક્ષ કંપની પહેલું પર્સનલ કોમ્પ્યૂટર બનાવનાર કંપની હતી પરંતુ કોપીઅર મશીન પર અટકી ગઈ. મૂવી રેન્ટલ કંપની બ્લોકબસ્ટરે વધુને વધુ સ્ટોર્સ ઊભા કરવા પર ધ્યાન આપ્યું અને નેટફ્લિક્સે ડી.વી.ડી.ની હોમ ડિલિવરી કરી અને ઓનલાઈન સ્ટીમીંગમાં ઝંપલાવ્યું. નેટ ફ્લિક્સની બિઝનેસ પાર્ટનરશીપની પ્રપોઝલ બ્લોક બસ્ટરે ઠુકરાવી દીધી હતી. આજે બ્લોક બસ્ટરે નાદારી નોંધાવી છે અને નેટફ્લિક્સ ૨૮ બિલિઅન ડોલર્સની કંપની બની ગઈ છે. એક સમયની ૧૨૫ બિલિઅન ડોલર્સની કંપની છેલ્લે ૫ બિલિઅન ડોલર્સમાં વેરિઝોનને સોલ્ડ આઉટ થઈ ગઈ. ક્રમશ: ૨૦૦૨માં ગૂગલને અને ૨૦૦૬માં ફેઈસબુકને યાહુ ખરીદે એવી શક્યતાઓ ઊભી થયેલી પણ વાત ન બની. મીડિયા-જાયન્ટ બનવાની દોડમાં યાહૂ એ ‘સર્ચ એન્જિન’ પર ઓછું ધ્યાન આપ્યું અને એ જરાકમાં ઘણું બધું ચૂકી ગઈ. કોમ્પ્યૂટરની દુનિયામાં મંડાણ કરનાર અને કરાવનાર ઈન્ટરનેશનલ બિઝનેસ મશીન (કઇઝ) ની ૧૯૬૦નાં અરસામાં બોલબોલા હતી અને કોમ્પ્યૂટર સિસ્ટમને લગતી હાર્ડવેર અને સોફ્ટવેરની તમામ જરૂરિયાત એ પૂરી પાડશે એવું આખ્ખું ચિત્ર હતું પરંતુ સોફ્ટવેરમાં બીજી ઘણી કંપનીઝ ખૂબ આગળ નીકળી ગઈ. એક સમયે પોતાના ફોનનાં ફિચર્સ, સિક્યોરિટી અને કી-પેડ માટે સફળ રહેલી બ્લેકબેરી ‘ટચસ્ક્રીન-સ્માર્ટફોન’ નાં ક્ષેત્રમાં અનટચ્ડ રહી અને છેવટે વિસરાઈ ગઈ. મ્યુઝિક સાંભળવા માટે ‘વોકમેન’ બનાવતી ‘સોની’ કંપની કેસેટ પ્લેયરથી સી.ડી. પ્લેયર સુધી તો અપડેટ થઈ પરંતુ પછી આઈપોડનાં મ્યુઝિકનાં ડિજિટલાઈઝેશનનાં સમયમાં અપડેટ થવાને કારણે હરિફાઈમાં જ ન રહી શકી. અંતમાં વાત કરીએ ટેક્નો-જાયન્ટ ગૂગલની તો ગૂગલની પણ ગૂગલ પ્લસ, રીડર વગેરે જેવી નવી પ્રોડક્ટ્સ ખાસ સફળ રહી નથી અને ગૂગલ ગ્લાસ પણ લોન્ચ થયા પછી માર્કેટમાં સફળ ન રહેતાં તરત ગૂગલે એમાં નવા ઈનોવેશન્સ ઉમેરવાની પ્રવૃત્તિ હાથ ધરી લીધી છે. છેવટે વન્સ અગેઈન બેક ટુ કરન્ટ સીચ્યુએશન, કોરોના કાળમાં પણ કંઈક આવું જ થયું છે. જરાક અમથું ચૂકી ગયા અને... પછી જોવા જેવી થઈ છે. કેટલીક સફળતાને આપણે માથે ચડાવવામાં રહ્યા ને અટક્યા એટલામાં કોરોના વધુ ક્ષમતા અને ગતિ સાથે આપણને ઓવરટેઈક કરી ગયો. ઘરમાં રહીને નવું વિચારતા રહેવામાં સમય વ્યતીત કરીએ, આગળ જતા કામ આવશે. Secret Key સફળતાને માથે ચડાવવાને બદલે એના ચરણ પખાવીને આગળ ધકેલવી. પ્રતિભાવ : joshinikhil2007@gmail.com