Sardar Gurjari

રવિવાર, તા. ૧ ઓગસ્ટ, ૨૦૨૧, અષાઢ વદ-૯, વિ.સં. ૨૦૭૭, વર્ષ - ૨૨, અંક-૪૪

મુખ્ય સમાચાર :
ગુજરાતીમાં ઉચ્ચારણ અને લેખન વચ્ચેના થોડા ભેદો
નવી પેઢીનાં બાળકો હવે ખેતરે જઈ કશું શીખવાનાં નથી. ભાઈ ભેળા બેસી બાપા-દાદાની જેમ ખેતરમાં ભાથાં ખાવાના નથી. નવા દિવસો મારાં દાદા-બાપા વિશેના સ્મરણોને ખેડી નાખી ખેતરને ફળદ્રુપ બનાવી રહ્યાં છે કે ઉજ્જડ? વૃક્ષો વઢાઈ ગયાં છે. કારખાનાં ગળી ગયાં એ વૃક્ષોને...
25/04/2021 00:04 AM Send-Mail
ગુજરાતી ભાષા અક્ષર કાલિક ભાષા છે. તેનો ઉચ્ચારણોમાં અક્ષરોનો ભાર અને કૂખ અનુસાર જે પ્રતિબલ જન્મે છે તેનાથી જે તે ધ્વનિ (સ્વર) હશ્વ અને દીર્ઘ ઉચ્ચારાય છે. આવી ફોનેટિક જાગૃતિને કારણે ગુજરાતી ભાષક ઉચ્ચારણ પ્રમાણે લેખન અને લેખન પ્રમાણે ઉચ્ચારણ કરવાને ટેવાયો છે. દા.ત. અંગ્રેજીમાં જેનો ઉચ્ચાર પ્રફેસ અર (ડચ્ર્ગ્ંર્જ્જ્ગ્ચ્) તેનો ઉચ્ચાર ગુજરાતીમાં પ્રોફેસર કરે છે. કારણ ? ગુજરાતી ભાષક (ઠ) ઓ, તથા (ર્) એ, તરીકે ઓળખવા-ઉચ્ચારવાની આદત ધરાવે છે. હવે ઉચ્ચારણ અને લેખન વચ્ચે સમાનતાની વાતો ભલે કરીએ પણ કેટલી બધી જગ્યાએ આપણાં ઉચ્ચારણો લેખનથી જુદાં પડે છે. જોઈએ.

(૧) આપણે બોલીએ છીએ કેરી, વેર, ચોપડી, ગોળ આ ઉચ્ચારણો પ્રમાણમાં વિવૃત (અે) નાં છે. જ્યારે લખીએ છીએ ત્યારે કેરી, વેર, ચોપડી અન ગોળ લખીએ છીએ. આપણાં ઉચ્ચારણમાં છે એ આપણા લેખનમાં સાર્વત્રિક રીતે કેમ જોવા મળતું નથી ? ઓગષ્ટમાં લખીએ છીએ. ‘કોલેજ’ માં નથી લખતા. ગોળનો રવો ભાંગીને ગોળ તગારામાં નાખ્યો ને બદલે -ગોળનો રવો ભાગીને ગોળ તમારામાં નાખ્યો એવું શિક્ષતો લખે છે - બોલે છે.ગામડાનો ચરોતરનો માણસ વળી ‘ગોળની લીલી ભાજીને ગોર તગારમાં નાસી’ એમ કહેવાનો.આમ કેમ? વિવૃત્તનો સ્વીકાર કર્યા પછી લેખનમાં ‘કેમ’ દેખાતો નથી ? (૨) ભણેલા અને અશિિક્ષતોમાંથી કોઈપણ વ્યક્તિ મહાપ્રાણ ધ્વનિઓ એક સાથે ઉચ્ચારી શકે જ નહિ એટલે ચોકખુ જ બોલાય. બુદ્ઘિ જ બોલાય. પત્થર જ બોલાય. તેમ છતાં ગુજરાતીમાં બંને બોલાય. તેમ છતાં ગુજરાતીમાં બંને મહાપ્રાણ વ્યંજનોને સાથે લખવાની છૂટ-પથ્થર-બુદ્ઘિ-ચોખ્ખું લખે શા માટે છે ? (૩) ગુજરાતી ભાષક પાંચ પ્રકારના નાસિક ધ્વનિનાં ઉચ્ચારણો કરે છે અને લેખનમાં માત્ર બિંદી પર્યાપ્ત છે.

લેખન ઉચ્ચારણ ગંગા - અંગ ગણ્ગા, અડગ ચંચળ - મંજિલ મઝિલ, ચમચળ મંડપ - ઢંઢેરો મણ્ડપ, ઢણ્ઢેરો બંધ - અંત બન્ધ, અન્ત સંપ - જંપ સમ્પ, જમ્પ કોઈ ભાષક ઉચ્ચારણ પ્રમાણે લેખન કરતો નથી એનું કારણ બિંદીથી લખવાની ગુજરાતી ભાષામાં એનું કારણ બિંદીથી લખવાની ગુજરાતી ભાષામાં વ્યવસ્થા છે. પરંતુ બિંદી કયો નાસિક ધ્વનિ ધરાવે છે. તેનું દરેક ભાષકને ભાન હોતું નથી. પરંતુ એને લખવાની-ઉચ્ચારણ પ્રમાણેની રીત જ સ્વીકારાઈ હોત તો કોઈ સમસ્યા ઊભી ના થાત. પાંચેય અલગ ઉચ્ચારણો માત્ર બિંદીથી જ લેખનમાં દર્શાવાતાં એની ઓળખ ભાષક ગુમાવે છે. (૪) ગુજરાતી ભાષામાં વપરાતા સંસ્કૃત તત્સમ્ - અનુસ્વારની અલગ સમજ ભાષકને નથી તે ઉચ્ચારણ અવશ્ય અલગ કરે છે. પણ એ બિંદીમાં કયો ધ્વનિ છે તે સ્પષ્ટ પણે ઉકેલી શકતો નથી. ઉપરના પાંચેય નાકિક્ય ધ્વનિથી અલગ રીતે ઉચ્ચારણ થાય છે - સંયોગ - સમ્યોગ સંહાર - સમ્હાર સંવાદ - સમ્વાદ સંસાર - સમ્સાર સંરચના - સમ્રચના ઉપરોક્ત ઉચ્ચારણમાં અમ્ - એવુ થાય છે તે બોલે છે ખરો, પણ તે કહી શકતો નથી ગુજરાતીમાં આવી વિસંગતાઓ જોવા મળે છે. ગુજરાતી ભાષક અહીં ‘ન’ જ સમજે છે. (૫) બે સ્વરો વચ્ચે ‘ડ’ કે ‘ળ’ આવે તો ભાષક બંનેની વચ્ચે ‘ડ’ ને બદલે ‘ળ’ અને ‘ળ’ ને બદલે ‘ડ’ સમજી લે છે. એક સરખા પરિવેશમાં આવતી ‘ચાપીય’ ધ્વનિઓમાં આવું બને છે. ‘મોડા’ ને બદલે ‘મોળા’ સમજે આડીને બદલે સાળી સમજે. વળતાં ને ‘વડતા’ લખે છે ‘લળી’ ને લડી લખે છે. (૬) ગુજરાતી ભાષક મોટે ભાગે નહેર, શહેર, બહેન, લહેર જેવા શબ્દોમાં ‘હ’ સ્પષ્ટ ઉચ્ચારતો જ નથી. તેને બદલે તે નેર, શેર, બેન, ણેર જેવાં ઉચ્ચારણો કરે છે અને પહોળું, ડહોળુ,પ્હોર જેવાં ઉચ્ચારણો કરે છે. પહાડ ને બદલે પાડ, ચ્હા ને બદલે ચા, ત્હારા ને બદલે તારા, લ્હાવો ને બદલે લાવો ઉચ્ચારે છે. મહીસાગર ને બદલે મઈસાગર સહિયર ને બદલે સઈયર, દહી ને બદલે દઈ, નહીં ને બદલે નઈ ઉચ્ચારે છે આ ઉચ્ચારણો ભણેલા-અભણ બધા જ કરે છે. આમ થવાનું કારણ પણ સમજીએ ગુજરાતીમાં જ્યારે બે સ્વર અથવા ઘોષ વ્યંજન અને સ્વરની વચ્ચે ‘હ’ આવે ત્યારે ‘હ’ સ્પષ્ટ ઉચ્ચારાતો નથી એ મર્મર બને છે. ગુજરાતી ભાષામાં સૌથી વધારે મર્મર ધ્વનિઓ જોવા મળે છે. ‘અ’ અન ‘ઉ’ ની વચ્ચે ‘હ’ આવે ત્યારે ‘હ’ નો ઉ થઈ જાય. મહુડી / મઉડી મેહુલો / મેઉલો / મેવલો આ/અ, ઓ ની વચ્ચે ‘હ’ આવે ત્યારે નાહવું / નાવું દોહવું / દોવું આમ ગુજરાતી ભાષક જે લગભગ ભણેલો હોવા છતાં પોતાનાં ઉચ્ચારણો ઉપર મુજબ કરે છે. ‘ઠંડીમાં ન્હાવા નહીં જાઉં...’ કોઈ શિિક્ષત સ્વાભાવિક રીતે આ વાક્યનો ઉચ્ચાર આમ કરશે - ‘ઠંડીમાં નાવા નઈ જઉ’. (૭) ગુજરાતીમાં વિસર્ગ લખીએ છીએ દુ:ખ, નિ:શ્વાસ વગેરે... પણ એનો ઉચ્ચાર થતો નથી. (૮) ઋતુનો ઋ અને રૂમાલનો ‘રૂ’ નું ઉચ્ચારણ સરખુંજ કરીએ છીએ. (૯) શ/સ વચ્ચે લેખનમાં ભેદ છે એવો ભેદ દરેકના ઉચ્ચારણમાં સાંભળવા મળતો નથી. (૧૦) ‘વાહ વાહ’ બોલતી વખતે સ્પષ્ટ પણે, સ્વતંત્ર રીતે ‘હ’ ઉચ્ચારાતો નથી જ... (૧૧) વિભક્તિના પ્રત્યયો પદની સાથે જ લખાય ને નિપાત અલગ લખાય છે. બંને જુદાં ઉચ્ચારાય છે. આમ ગુજરાતી ઉચ્ચારણ અને લેખન વચ્ચે અંતર જોવા મળે છે.