Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
મેકિસકો : છ દસકાથી શોરૂમમાં કેદ ખૂબસુરત દુલ્હન
લગ્નના દિવસે મૃત્યુ પામેલ નવવધૂની લાશને મીણના પડ વડે સંરિક્ષત રાખવામાં આવી છે
26/04/2021 00:04 AM Send-Mail
વિશ્વમાં અનેક પ્રકારના અજબગજબ રહસ્યો જોવા મળે છે. જે પૈકી અનેકની સત્યતા ઉપર પણ વિશ્વાસ કરવો મુશ્કેલ બને છે. મેક્સિકોની એક દુકાનમાં છેલ્લા ૮ દસકા એટલે કે એંસી વર્ષથી એક દુલ્હન (નવવધૂ)ની મૂર્તિ કેદ છે. આ મૂર્તિ પર મીણનું પડ એટલી સાવધાનીથી ચઢાવવામાં આવ્યું છે કે પહેલી નજરે મૂર્તિ જીવતી જાગતી નવવધૂ જ લાગે. પરંતુ આ મૂર્તિ પાછળની વાસ્તવિકતા ડરામણી છે.

સ્થાનિકોનું કહેવું છે કે, આ એક અસલી નવવધૂ છે. જેની લાશને મીણથી સંરિક્ષત કરવામાં આવી છે. એટલે કે વાસ્તવમાં આ મૂર્તિ એક લાશ છે. આ નવવધૂની માતાની ઇચ્છા હતી કે નવવધૂ હંમેશા આ પ્રકારે જ રહે. આ યુવતીનું તેના લગ્નના દિવસે જ મૃત્યુ થયું હતું. લગ્નના વસ્ત્ર ધારણ કરીને બેઠેલી યુવતીને ઝેરીલા સાપે ડંખ માર્યો હતો. આ ઘટના બાદ નવવધૂની મૂર્તિ બનાવવાનો તેની માતાએ અનુરોધ કર્યો હતો. જો કે આ વાતમાં કેટલી સત્યતા છે તે અંગે કોઇ ચોકકસ પ્રમાણ મળતું નથી. જો કે લોકોનું કહેવું છે કે, રાત્રિના સમયે આ મૂર્તિ પોતાની જગ્યા બદલે છે. મૂર્તિની આંખો અને વાળ અસલી છે. તેના નખ અને હાથ જોતાં એમ જ લાગે કે કોઇ જીવિત યુવતી છે. આ મૂર્તિના કપડાં દર અઠવાડિયે બદલવામાં આવે છે. કેદમાં દુલ્હનને જોવા દૂર દૂરથી લોકો આવે છે.