Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
જાપાનમાં એક વિદ્યાર્થિની માટે દરરોજ આવે છે ટ્રેન
એકમાત્ર બાળકીરૂપી મુસાફરને લેવા-મૂકવા માટે આખી ટ્રેન દોડાવાય છે
26/04/2021 00:04 AM Send-Mail
ભારતમાં ખાસ કરીને શહેરી વિસ્તારના બાળકો રિક્ષા કે સ્કૂલબસ દ્વારા શાળાએ પહોંચે છે. જો કે બાળક પાંચેક મિનિટ લેટ પહોંચે તો રિક્ષા કે બસ તેને લીધા વગર જ ઉપડી જતા હોય છે. પરંતુ જાપાનની આ ઘટના દરેક વ્યક્તિને વિચારવા મજબૂર બનાવે છે. અહીં એક સ્થળે એકમાત્ર બાળકીને શાળાએ પહોંચાડવા અને પરત લાવવા માટે આખેઆખી ટ્રેન દોડાવવામાં આવે છે. આ ટ્રેનમાં નાની વિદ્યાર્થિની સિવાય અન્ય કોઇ મુસાફર હોતું નથી.

જાપાનના ઉત્તરના હોકાઇદો દ્વીપના કામી શિરાતાકી ગામના સ્ટેશનને રેલવે વિભાગે બંધ કરી દીધું હતું. જો કે પૂરતા મુસાફરો ન મળતા સ્ટેશન બંધ કરાયું હતું. પરંતુ આ સ્ટેશનેથી દરરોજ એક બાળકી શાળાએ અવરજવર કરતી હતી. ટ્રેન બંધ થવાથી બાળકીને શાળાએ જવા-આવવા માટે અન્ય કોઇ વ્યવસ્થા ન હોવાનું અધિકારીઓના ધ્યાને આવ્યું હતું. આથી તેઓએ આ સ્ટેશન ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો. આ સ્ટેશને બે વખત ટ્રેન આવે છે. જેમાં સવારે બાળકીને શાળાએ પહોંચાડવા અને બીજી વખત બાળકીને ઘરે પહોંચાડવા માટે ટ્રેન આવે છે. જો કે વિદ્યાર્થિનીના શાળાના સમય મુજબ ટ્રેનનો સમય સેટ કરાયો છે. ઉલ્લેખનીય છે કે આખી ટ્રેનમાં બાળકી સિવાય કોઇ મુસાફર હોતા નથી. કહેવાય છે કે બાળકી હાઇસ્કૂલનું શિક્ષણ પૂરું ન કરે ત્યાં સુધી ટ્રેન દોડાવવામાં આવશે.