Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
મહિલાઓના શર્ટના બટન જમણી બાજુ કેમ હોય છે?
પુરૂષ અને મહિલાઓના શર્ટના બટન અલગ-અલગ બાજુ હોવાનો પરંપરા સાથેનો તર્ક
26/04/2021 00:04 AM Send-Mail
મહિલાઓ અને પુરૂષોના શર્ટના બટન અલગ અલગ બાજુએ હોવા પાછળના કારણ અંગે તમે કયારેય વિચાર્યુ છે? વાસ્તવમાં મહિલાઓના શર્ટના બટન જમણી તરફે અને પુરૂષોના ડાબી તરફે હોય છે. શર્ટના અલગ અલગ બટન અંગે સદીઓની પરંપરા સાથેનો તર્ક પણ આપવામાં આવે છે. કહેવાય છે કે અગાઉ પુરૂષ સ્વયં કપડાં પહેરતો હતો જયારે મહિલાઓને અન્ય મહિલા કપડાં પહેરાવતી હતી અને મોટાભાગે જમણા હાથથી કામ કરતી હતી. આ કારણથી પુરુષ અને સ્ત્રીના કપડાંમાં બટન લગાવાતા હતા.

જયારે અન્ય થીયરી અનુસાર અગાઉ પુરૂષો ડાબા હાથમાં તલવાર રાખતા હતા જયારે સ્ત્રીઓ પોતાના જમણા હાથમાં બાળક રાખતી હતી.પુરૂષોને શર્ટના બટન બંધ કરવા કે ખોલવા ડાબા હાથનો સહારો લેવો પડતો હતો. આથી તેમની શટર્ના બટન ડાબી બાજુએ હોય છે. જયારે મહિલાઓના શર્ટમાં વિરુદ્વ દિશામાં એટલે કે જમણી તરફે બટન હોય છે. અગાઉના સમયમાં મહિલા અને પુરૂષોના પરિધાનમાં વિભિન્નતા હતી. ત્યારબાદ સમયની સાથે મહિલાઓ અને પુરૂષોને સમાન અધિકાર મળવા સાથે તેમના કપડાં પણ લગભગ એકસમાન થવા લાગ્યા.

જો કે સ્ત્રી-પુરૂષના કપડાંમાં સામાન્ય અંતર રાખવાનો આઇડીયા નેપોલિયનના સમયથી આવ્યો. કહેવાય છે કે નેપોલિયને મહિલાઓના વસ્ત્રોમાં જમણી તરફે બટન લગાવવાનો આદેશ કર્યો હતો. વાસ્તવમાં નેપોલિયન હંમેશા એક હાથ શર્ટમાં નાંખીને ઉભા થતા હતા. નેપોલિયનની મજાક ઉડાવવા મહિલાઓ પણ આ પ્રકારે નકલ કરતી હતી. આથી નેપોલિયને મહિલાઓના બટન જમણી તરફે રાખવા આદેશ કર્યો હતો. જો કે સમયની સાથોસાથ કપડાં બનાવતા ઉત્પાદકો દ્વારા અનેક ફેરફારોની સાથે મહિલાઓ અને પુરૂષોના વસ્ત્રોમાં બટન લગાવવાની દિશામાં ભાગ્યે જ ફેરબદલ કરી છે.