Sardar Gurjari

મંગળવાર, તા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૧, ભાદરવા વદ ૭, વિ.સં. ૨૦૭૭, વર્ષ - ૨૧, અંક-૧૦૧

મુખ્ય સમાચાર :
પ્રેમીના દગાથી ક્રૂર બનેલ અમીર વિધવાએ અનેક લોકોને બર્બરતાપૂર્વક મોતને ઘાટ ઉતાર્યા
નિકોલાયેવનાએ ૧૩૦થી વધુ નોકરાણી, ગર્ભવતીઓને યાતના આપીને મારી નાંખી હતી
26/07/2021 00:07 AM Send-Mail
દુનિયાના ઇતિહાસમાં અનેક મહિલાઓની વાતો લખાયેલી છે જે કોઇને કોઇ પ્રકારે મશહૂર હતી. સામાન્ય રીતે લોકોપયોગી અને લોકો માટે સારા કામ કરનારને લોકપ્રિયતા મળે છે. પરંતુ રશિયામાં એક એવી સ્ત્રીની વાત પણ મશહૂર છે જે નાની ઉંમરમાં વિધવા થઇ ગયા બાદ તેનું ભયાનક રૂપ બહાર આવ્યું હતું, જેને લોકો ભાગ્યે જ ભૂલી શકયા હતા.

૧૭૩૦માં જન્મેલ નિકોલાયેવના સાલ્તિકોવાનું રશિયાના અમીર પરિવારમાં લગj થયું હતું. લગ્નના થોડા વર્ષો બાદ કોઇ કારણ વર્ષ ૧૭પપમાં તેના પતિનું મોત થયું હતું. તે સમયે તેણીની ઉંમર લગભગ રપ વર્ષ હતી. પતિના મૃત્યુ બાદ તેના વારસદાર તરીકે નિકોલાયેવનાને અઢળક સંપતિ અને ૬૦૦થી વધુ નોકર-ચાકર મળ્યા હતા. કહેવાય છે કે તે સમયે નિકોલાયેવના મોસ્કોની સૌથી અમીર વિધવા બની હતી. પતિના મૃત્યુ અગાઉ તેણી ધાર્મિક અને દયાળુ સ્વભાવની સ્ત્રી તરીકે ઓળખાતી હતી.

પતિના મૃત્યુ બાદ એકલતા અનુભવતી નિકોલાયેવનાની ઓળખાણ એક વ્યક્તિ સાથે થઇ હતી અને બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. પરંતુ તેના પ્રેમીએ અન્ય કોઇ સ્ત્રી સાથે લગ્ન કર્યાની જાણ થતાં જ નિકોલાયેવનાને આઘાત લાગ્યો હતો અને તેણીએ ગુસ્સામાં પ્રેમીને ખૂબ ફટકાર્યો હતો. જેથી તે અર્ધબેભાન થઇ ગયો હતો. જો કે તેનો જીવ બચી ગયો હતો પરંતુ તે સમયથી નિકોલાયેવનાની બર્બરતાની શરુઆત થઇ હતી. તેણીએ પોતાનો ગુસ્સો નોકરાણીઓ પર ઠાલવવાની શરુઆત કરી હતી. આઘાતજનક વાત એ હતી કે ધીમેધીમે ક્રૂર બનતી જતી નિકોલાયેવના કિશોરીઓ અને ગર્ભવતી સ્ત્રીઓને ઢોર માર મારતી, તેમના હાડકાં તોડી નાંખતી. શરીર પર ઉકળતું પાણી રેડતી. આટલું ઓછું હોય તેમ જમીન પર પછાડી-પછાડીને હત્યા પણ કરતી. તેની ક્રૂરતાથી ૧૦૦થી વધુ લોકોએ જીવ ગૂમાવ્યા હતા. જો કે નિકોલાયેવના ધનિક હોવાથી તેની ઓળખાણ શાહી દરબાર સુધી હતી. આથી તેની ક્રૂરતાની ફરિયાદ કદાચ શાહી દરબાર સુધી પહોંચતી તો તેની તરફ ધ્યાન આપવામાં આવતું નહતું. જો કે અનેક લોકોની બર્બરતાથી હત્યાથી તેમના પરિવારજનોએ જોરદાર વિરોધ કર્યો હોવાની વાત રશિયાની રાણી કૈથરિન દ્વિતિય સુધી પહોંચી હતી. આથી રાણીએ તપાસના આદેશ આપ્યા હતા. ૧૭૬રમાં નિકોલાયેવનાને ગિરફતાર કરવામાં આવી હતી. ૧૩૮ નોકરાણીઓના મૃત્યુ નીપજાવવા મામલે તેને દોષિત માનવામાં આવી હતી. જો કે તપાસમાં ૧૩૮થી વધુ લોકોના મોત કર્યાની પુષ્ટિ થઇ હતી. તે સમયે રશિયામાં મૃત્યુ દંડ અમલી નહતો. આથી નિકોલાયેવનાને આજીવન કારાવાસની સજા કરવામાં આવી. તેને એક અંધારી ઓરડીમાં સાંકળ વડે બાંધી રાખવામાં આવતી હતી. લગભગ ૧૧ વર્ષ કોટડીમાં કેદ રખાયા બાદ અન્ય જગ્યાએ લઇ જવાઇ હતી. જયાં ડિસેમ્બર, ૧૮૦૧માં તેનું મોત થયું હતું.