Sardar Gurjari

મંગળવાર, તા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૧, ભાદરવા વદ ૭, વિ.સં. ૨૦૭૭, વર્ષ - ૨૧, અંક-૧૦૧

મુખ્ય સમાચાર :
ઝારખંડ: અહીંના કુંડ પાસે તાળી વગાડતા આપોઆપ ઉપર આવે છે પાણી !
કુંડના પાણીથી સ્નાન કરવાથી ચામડીના રોગો મટી જતા હોવાની સ્થાનિકોમાં માન્યતા
26/07/2021 00:07 AM Send-Mail
વિશ્વમાં આજે પણ અનેક રહસ્યમય ચીજો, સ્થળો વિશે કોઇ સ્પષ્ટીકરણ જોવા મળ્યું નથી. વૈજ્ઞાનિકો પણ રહસ્યના મૂળ સુધી પહોંચી શકયા નથી. ભારતના ઝારખંડ રાજયમાં પણ પાણીના એક કુંડ સાથે જોડાયેલું રહસ્ય આજદિન સુધી વણઉકલ્યું રહ્યું છે.

ઝારખંડના બોકારો જિલ્લામાં આવેલા રહસ્યમય કુંડનું નામ છે દલાહી કુંડ. કહેવાય છે કે આ કુંડની સામે તાળી વગાડતા જ પાણી આપોઆપ ઉપર આવે છે. આ પ્રક્રિયા જોઇને એવો અહેસાસ થાય છે કે જાણે કોઇ વાસણમાં પાણી ઉકળી રહ્યું હોય. કુંડથી જોડાયેલા આ બાબતનો આજદિન સુધી ભૂ-વૈજ્ઞાનિક પણ કારણ જાણી શક્યા નથી.

તાળી વગાડતા જ પાણી ઉપર આવતા પાણીના કારણે દલાહી કુંડ સહેલાણીઓમાં પણ જાણીતો છે. આ કુંડની ચોતરફ ક્રોકિંટની દીવાલો છે. જો કે શિયાળાની ઋતુમાં પણ કુંડમાંથી ગરમ પાણી આવતું હોવાની બાબત પણ જળ વૈજ્ઞાનિકો માટે અચરજ સમાન છે. લોકોમાં માન્યતા છે કે આ કુંડના પાણીથી સ્નાન કરવાથી ચામડીના રોગો મટી જાય છે. જયારે વૈજ્ઞાનિકોનું માનવું છે કે ચામડીના રોગ દૂર થવા પાછળનું કારણ કુંડના પાણીમાં ગંધક અને હિલિયમ ગેસ મિશ્રિત થયેલો છે. દલાહી કુંડ પાસે દલાહી ગોસાઇ નામના દેવતાનું સ્થાનક છે. જયાં દર રવિવારે મોટી સંખ્યામાં લોકો પૂજા કરવા આવે છે. ઉત્તરાયણના સમયે અહીં મોટો મેળો પણ ભરાય છે.