Sardar Gurjari

મંગળવાર, તા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૧, ભાદરવા વદ ૭, વિ.સં. ૨૦૭૭, વર્ષ - ૨૧, અંક-૧૦૧

મુખ્ય સમાચાર :
બીજેવીએમ કોમર્સ કોલેજમાં Developing Relationship Consciousness : The Role of social media વેબિનાર
31/07/2021 00:07 AM Send-Mail
ચારૂતર વિદ્યામંડળ સંચાલિત ભીખાભાઈ જીવાભાઈ વાણિજ્ય મહાવિદ્યાલયના કોલેજના ડો. કેતકી શેઠના માર્ગદર્શન હેઠળ વિમેન સેલ અંતર્ગત Developing Relationship Consciousness : The Role of social media વેબિનારનું આયોજન કરવામાં આવ્યું. વેબિનારના સેક્રેટરી અને વિમેન્સ સેલના કન્વીનર આર.એન. વોરા દ્વારા વક્તનો પરિચય અને ત્યારબાદ કોલેજના પ્રિન્સિપાલે વક્તાનું શાબ્દિક અભિવાદન કર્યું હતું.

વેબિનારના મુખ્ય વક્તા તરીકે ભાગ્યેશ દવે (મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ અને કોર્પોરેટ ટ્રેનર)એ વિષયને અનુરુપ સંબંધોનો મહત્વ અને તેનો વિકાસ, સંબંધોમાં સજાગતા તથા સોશિયલ મીડિયાની ભૂમિકા વગેરે પાસાઓ આવરી લીધા હતા. વધુમાં તેમણે સાયબર ક્રાઈમ અને તેના ભયસ્થાનો તથા યુવાનો પર તેની માનસિક અસર વિશેની માહિતી વિવિધ ચિત્રો તથા સંબંધિત વિડીયો દ્વારા વિગતે વિદ્યાર્થીઓને સમજાવી હતી. આ વેબિનારમાં કોલેજના બી.કોમ. અને બીબીએના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વેબિનારના અંતે વિમેન સેલના સભ્ય ડો. એ.જે. ઢોલરિયાએ આભારવિધિ કરી હતી.


શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદે કેનકિડ-કિડ્સ કેન સંસ્થાના સહયોગથી બાળકોના કેન્સર અંગેની જાગૃતતા ફેલાવી

એડીઆઈટી કોલેજમાં ગ્રીન બિલ્ડીંગ વીકની ઉજવણી

સ્પીઆસ, સ્પેકમાં એફવાય માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ

આણંદ જિલ્લા ફાર્માસીસ્ટોનું કોરોના વોરિયર તરીકે સન્માન

સત્ કૈવલ કોલેજ ઓફ ફાર્મસી સારસામાં પૂ. અવિચલદાસજી મહારાજશ્રીના ૭૧મા પ્રાદુર્ભાવોત્સવ નિમિત્તે વૃક્ષારોપણ

સરદાર પટેલ કોલેજ ઓફ ફાર્મસી દ્વારા ફિટ ઈન્ડિયા ફ્રીડમ રનનું આયોજન

કે.એમ.પટેલ ઓફ ફિઝિયોથેરાપી ખાતે સ્પેશ્યલ ઓલિમ્પિકસ ઓરિએન્ટેશન તથા યુનિફાઈડ સ્પોર્ટસ પરિચય કાર્યક્રમ

રાજ્યકક્ષાએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં કરેલ નોંધપાત્ર કામગીરી બદલ શ્રી કૃષ્ણ હોસ્પિટલ, કરમસદ રાજ્ય સરકાર દ્વારા સમ્માનિત