Sardar Gurjari

મંગળવાર, તા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૧, ભાદરવા વદ ૭, વિ.સં. ૨૦૭૭, વર્ષ - ૨૧, અંક-૧૦૧

મુખ્ય સમાચાર :
ભાઈકાકા યુનિવર્સિટી, કરમસદ દ્વારા વૃક્ષોત્સવ પર્વની ઉજવણી ૧૫૦ લીમડાના ઝાડની રોપણી કરવામાં આવી
01/08/2021 00:08 AM Send-Mail
ભાઈકાકા યુનિવર્સિટી દ્વારા વૃક્ષોત્સવ, 'ટ્રી પ્લાન્ટેશન' ફેસ્ટિવલ યોજવામાં આવ્યો. છેલ્લા ત્રણ વર્ષથી ૨૮ જુલાઈના રોજ, ચારૂતર આરોગ્ય મંડળના સ્થાપના દિવસે વૃક્ષોત્સવ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ ખાસ દિવસે યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. ઉત્પલા ખારોડ, રજિસ્ટ્રાર ડો. હરીશ દેસાઈ, કોલેજના પ્રિન્સિપાલ, ફેકલ્ટી મેમ્બર્સ, વિદ્યાર્થીઓ અને મેનેજમેન્ટના સેન્ટરના કર્મચારીઓ હાજર રહ્યા હતા. ભાઈકાકા યુનિવર્સિટીના ૧૦૦ એકરના હરીયાળા કેમ્પસમાં ૧૮ હજારથી વધુ વૃક્ષો, નાના મોટા છોડની સાચવણી કરવામાં આવી છે. દર વર્ષ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે પણ કેમ્પસમાં નવા વૃક્ષોની રોપણી કરવામાં આવે છે. આ વર્ષ આ ખાસ દિવસે ૧૦૦ જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતાં. વૃક્ષોત્સવ પર્વ નિમિતે પણ ૨૮ જુલાઈના રોજ ૧૫૦ જેટલા લીમડાના ઝાડનું વાવેતર કરવામાં આવ્યું. યુનિવર્સિટીના પર્સોનલ અને એડમિનિસ્ટ્રેટીવ વિભાગની પહેલથી કે જેઓ સંસ્થાના કેમ્પસનું સંચાલન કરે છે. તેમના દ્વારા કાર્તિક પંડ્યાના નેતૃત્વ હેઠળ વૃક્ષોત્સવ પર્વ ઉજવવામાં આવ્યો હતો.




શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદે કેનકિડ-કિડ્સ કેન સંસ્થાના સહયોગથી બાળકોના કેન્સર અંગેની જાગૃતતા ફેલાવી

એડીઆઈટી કોલેજમાં ગ્રીન બિલ્ડીંગ વીકની ઉજવણી

સ્પીઆસ, સ્પેકમાં એફવાય માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ

આણંદ જિલ્લા ફાર્માસીસ્ટોનું કોરોના વોરિયર તરીકે સન્માન

સત્ કૈવલ કોલેજ ઓફ ફાર્મસી સારસામાં પૂ. અવિચલદાસજી મહારાજશ્રીના ૭૧મા પ્રાદુર્ભાવોત્સવ નિમિત્તે વૃક્ષારોપણ

સરદાર પટેલ કોલેજ ઓફ ફાર્મસી દ્વારા ફિટ ઈન્ડિયા ફ્રીડમ રનનું આયોજન

કે.એમ.પટેલ ઓફ ફિઝિયોથેરાપી ખાતે સ્પેશ્યલ ઓલિમ્પિકસ ઓરિએન્ટેશન તથા યુનિફાઈડ સ્પોર્ટસ પરિચય કાર્યક્રમ

રાજ્યકક્ષાએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં કરેલ નોંધપાત્ર કામગીરી બદલ શ્રી કૃષ્ણ હોસ્પિટલ, કરમસદ રાજ્ય સરકાર દ્વારા સમ્માનિત