Sardar Gurjari

મંગળવાર, તા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૧, ભાદરવા વદ ૭, વિ.સં. ૨૦૭૭, વર્ષ - ૨૧, અંક-૧૦૧

મુખ્ય સમાચાર :
ધો.-૧૨(સા.પ્ર.)ના પરિણામમાં
ખેડા જિલ્લાના કુલ ૪ અ-૧ ગ્રેડમાંથી ૨ અ-૧ ગ્રેડ સાથે શારદા મંદિર અગ્રેસર
01/08/2021 00:08 AM Send-Mail
અનુપમ મિશન સંલગ્ન શારદા મંદિર : અનિતાબેન દેવાંગભાઈ પટેલ (ઈપ્કોવાળા) ડે સ્કૂલ (મા. અને ઉ.મા. વિભાગ), નડિયાદનું એચ.એસ.સી. (સામાન્ય પ્રવાહ) માર્ચ-૨૦૨૧ નું શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે.

રાજ્યમાં એ૧ ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ ૦.૧૭ ટકા જયારે જિલ્લામાં એ૧ ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ ૦.૦૩ ટકા છે. જેમાં શાળાના પરિણામમાં ૨.૮૬ ટકા વિદ્યાર્થીઓએ એ૧ ગ્રેડ, ૧૧.૪૩ ટકા વિદ્યાર્થીઓએ એ૨ ગ્રેડ, ૫.૭૧ ટકા વિદ્યાર્થીઓએ બી૧ ગ્રેડ મેળવી શાળાને ગૌરવ અપાવ્યું છે. ખેડા જિલ્લામાં કુલ ૪ એ૧ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓમાંથી ૫૦ ટકા વિદ્યાર્થીઓ શારદા મંદિર, નડિયાદના છે. ૂ