Sardar Gurjari

મંગળવાર, તા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૧, ભાદરવા વદ ૭, વિ.સં. ૨૦૭૭, વર્ષ - ૨૧, અંક-૧૦૧

મુખ્ય સમાચાર :
આણંદ નગરપાલિકાની સામાન્ય સભામાં બહુમતિએ ૮૩ કામ મંજૂર, વિરોધ પક્ષ સ્ટેજ પર ધસી ગયો
પ્રમુખ દ્વારા એજન્ડાનું કામ નં.૬૬ ચિત્રા પબ્લીસીટીનું એક વર્ષની ચૂકવણીમાં માફી આપવાનું કામ મુલત્વી રખાયું
01/08/2021 00:08 AM Send-Mail
વિરોધ પક્ષે એજન્ડાના પ કામમાં સુધારા રજૂ કર્યા
-ત્રિમાસિક હિસાબો એજન્ડા સાથે સામેલ ન હોવાનું, વિસ્તૃત વિવરણ ન અપાયું હોવાથી આ હિસાબોની વિવરણ સાથેની કોપી માટે માંગ કરી હતી. -ચાલુ વર્ષના બજેટમાં કારોબારી કમિટી સ્લમ વિસ્તારમાં રૂ.ર૦ લાખની જોગવાઇ કરેલ હોઇ તેમાં વોર્ડ નં. ૧,૩,૪,પ અન ૬ના સ્લમ વિસ્તારોમાં સીસી રોડ, બ્લોક, સ્ટોમ વોટર લાઇન, પીવાના પાણીની લાઇનો અને અન્ય કામો તેમજ આ વોર્ડના કાઉન્સિલરોએ લેખિતમાં આપેલ કામોનો સમાવેશ કરવા માંગ કરવામાં આવી હતી. -પ્રત્યેક કાઉન્સિલરને પોતાના વોર્ડમાં વિકાસકામો માટે રૂ. ૧ લાખના બદલે રૂ. ર લાખની ગ્રાન્ટ આપવા માંગ કરવામાં આવી હતી. -ં સ્લમ વિસ્તારમાં તથા શહેરી વિકાસના કામોની કામગીરી ચેરમેન-કારોબારી કમિટી અને પ્રમુખને કામો કરવા માટે રૂ. ર કરોડની બજેટમાં જોગવાઇ કરવામાં આવી છે. તેમાંથી વોર્ડ નં.૧,૩,૬, ૯ના વિવિધ વિસ્તારોના રસ્તા, સ્ટોર્મ વોટરલાઇન, પીવાના પાણીની લાઇન, ડી.પી.રોડનો સમાવેશ કરવા માંગ કરવામાં આવી હતી. - સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ અંતર્ગત સામાન્ય સભા ઠ.નં.૧૩૪, તા. ર૧ જુલાઇ,ર૦૧૭ની બેડમિન્ટન કોર્ટ બનાવવાનું કામ મંજૂર કરાયું હતું. આ કામની દરખાસ્ત થયે લાંબો સમય થયો હોવાથી હાલ પૂરતું આ કામ મુલત્વી રાખીને પ્રજાની સુખાકારીના કાર્યો કરવા સુધારો કરવા જણાવ્યું હતુંં.

મહાવીર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રોડના અભાવે ૩પ વિદ્યાર્થિનીઓ શાળાએ ન જતી હોવાનો વિરોધપક્ષનો આક્ષેપ
આણંદ નગરપાલિકાની સામાન્ય સભા પૂર્ણ થયા બાદ પાલિકા કચેરીમાં ધસી ગયેલા વિરોધ પક્ષના કાઉન્સિલર ડો.જાવેદભાઇ વહોરાએ પ્રમુખ, ઉપપ્રમુખને પોતાના વોર્ડ વિસ્તારની રજૂઆતો કરી હતી. જેમાં મહાવીર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળા નં. ૧૮માં જવા માટેનો અવરજવરનો માર્ગ દૂષિત પાણી અને ગંદકીથી ખદબદતો છે. આથી ૩પ જેટલી વિદ્યાર્થિનીઓએ શાળાએ જવાનું બંધ કર્યાનો તેઓએ આક્ષેપ કર્યો હતો. જો કે પાલિકા પ્રમુખ દ્વારા આ મામલે આગામી સમયમાં નિરાકરણ લવાશેની સાંત્વના આપવામાં આવી હતી.

આણંદ-બાકરોલ વિસ્તારમાં ર૦ લાખના ખર્ચ પેઇન્ટ ઝીબ્રા ક્રોસિંગ, કેગઆઇ, બમ્પ અને દિશાસૂચક બોર્ડ મૂકાશે
આણંદ પાલિકાની આજની બેઠકમાં એજન્ડાના ૭૯ કામો ઉપરાંત પ્રમુખ સ્થાનેથી ૪ કામો રજૂ કરાયા હતા. જેમાં આણંદ અને બાકરોલમાં વિવિધ સ્થળોએ ટ્રાફિક નિયમન માટે થર્મોપ્લાસ્ટીક પેઇન્ટ, ઝીબ્રા ક્રોસિંગ, કેટઆઇ, બમ્પ, દિશાસૂચક બોર્ડ વગેરેની કામગીરી માટે ચાલુ વર્ષના બજેટમાં રૂ. ર૦ લાખની જોગવાઇ કરેલ હોવાથી નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવાનું કામ રજૂ કરાયું હતું. સેનેટરી વિભાગના આણંદ શહેર હદ વિસ્તારમાં સફાઇ કામગીરી કરતા કાયમી કામદારો ૩૪, રોજમદાર સફાઇ કામદાર, પટ્ટાવાળા અને ડ્રાઇવર મળીને કુલ ૧૧૭ કર્મચારીઓને ચોમાસાની ઋતુ ધ્યાનને લઇને રેઇનકોટ આપવાનું કામ મંજૂર કરાયું હતું. ઉપરાંત સ્ટેટસ ફલેટ ૧,રની પાછળ, વ્યાયામશાળા પાસેના પાલિકા હસ્તકના બાગમાં લાઇટીંગ ન હોવાથી અંધારપટ રહે છે. આ અંગેની રજૂઆત બાદ સ્થળ તપાસમાં લાઇટીંગની જરુરિયાત હોવાથી મીની હાઇમાસ્ટ પોલ નંગ ૧, કિં. રૂ.૧.૬૮ લાખ અને એમજીવીસીએલમાં પાવર બાબતે એસ્ટીમેટની ભરવાની રકમ સહિતનો ખર્ચ બાગ-બગીચા વિભાગના બજેટમાંથી કરવાનો ઠરાવાયું હતું. ઉપરાંત જિલ્લા આયોજનની વર્ષ ર૦૧૯-ર૦ની ગ્રાન્ટમાંથી મીના પાર્ક પાસે કબ્રસ્તાનમાં જવાના રોડ પર નવિન બોકસ કલવર્ટની કામગીરી માટે રૂ. ૧પ,૭પ,૪૦૦ની ઓનલાઇન ઇ-ટેન્ડરીંગ જાહેરાત પ્રસિદ્વ કરાવતા એક જ પાર્ટીના ર૧,૮૯,૮૦૬ (૩૯ ટકા વધુ) ભાવ આવેલ. જેના રુબરુ નેગોસીએશનમાં ભરેલ ભાવથી ૪.૦ ટકા ઓછી રકમથી કામગીરી કરવાની સંમતિ દર્શાવેલ હતી. જેને વર્ષ ર૦ર૧-રરના એસ.ઓ.આર. સાથે સરખામણી કરીને આ કામગીરી કરાવવા અંગેનું કામ મંજૂર કરાયું હતું. પ્રમુખસ્થાનેથી પાલિકાના સફાઇ કર્મચારી, પટ્ટાવાળા-ડ્રાઇવર મળીને કુલ ૧૧૭નેે રેઇનકોટ આપવા સહિત વધારાના ૪ કામો રજૂ કરાયા

આણંદ નગર પાલિકાની સામાન્ય સભા આજે બપોરે ૧ર કલાકે શહેરના ટાઉનહોલમાં યોજાઇ હતી. પ્રારંભમાં વંદે માતરમ ગાન બાદ ત્રણ કાઉન્સિલરોના રજા રિપોર્ટ મંજૂર કરાયા હતા. ત્યારબાદ ઓફિસ સુપ્રિ. દ્વારા એજન્ડાના કામો વંચાણે લેવાયા દરમ્યાન બહુમતિ સભ્યો દ્વારા એજન્ડાના ૭૯ કામો મંજૂર કરાયા હતા. પાલિકા પ્રમુખ રૂપલબેન પટેલ દ્વારા વધારાના ચાર કામો રજૂ કરવા સાથે એજન્ડાનું કામ નં.૬૬ મુલત્વી રાખવાનું જાહેર કરાયું હતું.

દરમ્યાન વિરોધ પક્ષ દ્વારા એજન્ડાના તમામ કામો અંગે ચર્ચા કરવા અને કેટલાક કામોમાં સુધારો હોવાની બૂમરાણ સાથે સ્ટેજ પર ધસી ગયા હતા. વિરોધપક્ષ દ્વારા પ્રમુખ, ઉપપ્રમુખ સહિતને ઉગ્ર રજૂઆતો કરી હતી. જો કે અન્ય કાઉન્સિલરોએ વચ્ચે પડીને મામલો થાળે પાડતા એક બાદ એક કાઉન્સિલરો સભાગૃહ છોડી ગયા હતા. બાદમાં વિરોધ પક્ષના કાઉન્સિલરોએ સ્ટેજ પર પહોંચીને બોર્ડ ચલાવો, બોર્ડ બચાવો સહિતના સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ સભાગૃહની બહાર પહોંચીને પણ વિરોધપક્ષે ભાજપ સરકાર અને આણંદ પાલિકાના સત્તાધીશો સામે શાબ્દિક પ્રહારો સાથે સૂત્રો પોકાર્યા હતા. ત્યારબાદ વિરોધ પક્ષના સભ્યો પાલિકા કચેરીએ પહોંચીને પ્રમુખની ચેમ્બરમાં ધસી ગયા હતા. જયાં એજન્ડાના કામોની ચર્ચા અને પોતાના કેટલાક વિસ્તારોમાં કામો ન થતા હોવાની ઉગ્ર રજૂઆત કરી હતી. જો કે પાલિકા પ્રમુખે તમામની વાત સાંભળ્યા બાદ કહ્યું હતું કે, એજન્ડામાં તમે જોઇ શકો છો કે મોટાભાગના વિસ્તારોને આવરી લેવાયા છે અને આવતા બોર્ડ બેઠકમાં અન્ય વિસ્તારોનો પણ સમાવેશ કરાશે. તમારા વોર્ડની સમસ્યા અંગે તમે લેખિતમાં જણાવી શકો છો. આથી વિરોધપક્ષનો બૂમાબૂમભર્યો માહોલ ઠંડો પડયો હતો અને આગામી સમયમાં આ અંગે ચર્ચા કરવામાં આવશે તેમ જણાવીને વિરોધપક્ષના કાઉન્સિલર એક બાદ એક પ્રમુખની ચેમ્બરમાંથી બહાર નીકળી ગયા હતા.


આણંદ જિલ્લામાં ભાદરવો ભરપૂરથી ડાંગર સહિતના પાકોને જીવતદાન

કર્ણાટક તપાસમાં જતી ઉમરેઠ પોલીસને મહારાષ્ટ્રમાં નડેલો અકસ્માત : ડ્રાયવર ગંભીર

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રજવાડાઓનું મ્યુઝીયમ બનાવવા એનસીપી નેતા જયંત બોસ્કીનો અનુરોધ

આણંદ જિલ્લા પ્રભારીપદે ગજેન્દ્રસિંહ પરમાર અને ખેડામાં રાજેન્દ્ર ત્રિવેદીની નિયુકિત

વિદ્યાનગરમાં વૈશ્વિક કક્ષાનું અત્યાધુનિક છાત્રાલયનું રપ કરોડના ખર્ચ નવનિર્માણનો મેગા પ્રોજેકટ

આણંદ એપીએમસીની ચૂંટણી : ખેડૂત વિભાગમાં ૧ર ફોર્મ પરત ખેંચાતા ૧૦

આણંદ કૈલાસભૂમિમાં ગેસ સગડી-નવીન ઓરડાનું લોકાર્પણ

મોટાભાગે શાળાઓ જર્જરિત : આણંદ જિલ્લામાં ૧૧૬ જર્જરિત ચૂંટણી બુથનું સ્થળાંતર કરાશે