Sardar Gurjari

મંગળવાર, તા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૧, ભાદરવા વદ ૭, વિ.સં. ૨૦૭૭, વર્ષ - ૨૧, અંક-૧૦૧

મુખ્ય સમાચાર :
ધો.૧ર સા.પ્રવાહનું પરિણામ જાહેર: આણંદમાં ૭ અને ખેડામાં ૪ વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ મેળવ્યો
એ-ર ગ્રેડમાં આણંદના ૮૭ અને ખેડા જિલ્લાના ૧૧ર વિદ્યાર્થીઓનો સમાવેશ : ધો.૧૦ના પ૦ ટકા, ધો.૧૧ના રપ અને ધો.૧રના રપ ટકા ગુણની ગણતરીના આધારે પરિણામ જાહેર
01/08/2021 00:08 AM Send-Mail
આણંદ-ખેડા જિલ્લામાં ધો.૧રમાં રર૮૦૦ વિદ્યાર્થીઓ વગર પરીક્ષાએ પાસ જાહેર !
જિલ્લો- વિદ્યાર્થી- એ-૧- એ-ર- બી-૧- બી-ર- સી-૧- સી-ર- ડી- ઇ-૧- ઇ-ર, આણંદ- ૧૦૯પ૧- ૭- ૮૭- ૪૯૪- ૧૪૨૬- ૩૧૯૫- ૩૯૧૪- ૧૪૭૬- ૩૪૯ ૩, ખેડા- ૧૧૮૪૯- ૪- ૧૧૨- ૪૮૯- ૧૭૨૭- ૩૮૮૯- ૪૧૮૩- ૧૨૧૯- ૨૨૬

બોર્ડની પરીક્ષા માટે તનતોડ મહેનત કરી હતી પણ...
ધો.૧ર સા.પ્રવાહના આજે પરિણામ જાહેર થતા વિદ્યાર્થીએ વાતચીતમાં જણાવ્યું હતું કે મેં દિવસ દરમ્યાન ૪-૫ કલાક વાંચન કર્યુ હતું. જો પરીક્ષા યોજાઈ હોત તો પરિણામ સારું આવી શક્યું હોત. મેં મારી તૈયારી ૯૦ ટકા સુધી કરી હતી, પરંતુ માસ પ્રમોશનને કારણે પરિણામ ઘટીને ૮૧ ટકા જ આવ્યું છે. આવો જ નિરાશ પ્રતિભાવ આપતા અન્ય વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે મેં રોજ ૬ થી ૮ કલાક મહેનત કરી હતી એટલે પરીક્ષા આપી હોત તો પરિણામ હજુ પણ સારું આવી શક્યું હોત. આજના પરિણામથી મારા આગળના અભ્યાસકીય આયોજનને અસર પહોંચી છે.

અત્યારે માત્ર કાચી માર્કશીટ આપવામાં આવી
સ્કૂલના આચાર્યે જણાવ્યું હતું કે આજે ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. પરિણામની માત્ર અત્યારે પ્રિન્ટ કાઢવામાં આવી રહી છે. સ્કૂલના સહી-સિક્કા કર્યા બાદ જ પ્રિન્ટ કરેલી માર્કશીટ આગળ પ્રવેશ માટે માન્ય ગણાશે. અત્યારે માત્ર કાચી માર્કશીટ આપવામાં આવી છે, પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા માર્કશીટ આપવામાં આવે એ બાદ વિદ્યાર્થીઓને ઓરિજિનલ માર્કશીટ આપવામાં આવશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા કોરોના દરમ્યાન માસ પ્રમોશન જાહેર કરાયેલ ધો.૧ર સામાન્ય પ્રવાહનું આજે પરિણામ જાહેર કરાયું હતું.

જેમાં એ-૧ ગ્રેડમાં આણંદના ૭ અને ખેડાના ૪ તથા એ-ર ગ્રેડમાં આણંદના ૮૭ અને ખેડા જિલ્લાના ૧૧ર વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. ધો.૧૨ના વિદ્યાર્થીઓને ધો.૧૦ના ૫૦ ટકા, ધો.૧૧ના ૨૫ ટકા અને ધો.૧૨ના ઇન્ટરનલ-ઓનલાઇન પરીક્ષાના ૨૫ ટકા ગુણની ગણતરી કરવામાં આવી હતી. ધો.૧૧માં વિદ્યાર્થીઓએ આ મહેનત ના કરી હોવાથી પરિણામ ઉપર અસર પડે છે.

રાજય સરકારે કોરોનાના કેસોમાં વધારો થતાં ધો.૧૦ અને ૧૨ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું હતું. ગઈકાલે સીબીએસઈ ધો.૧૨નું પરિણામ આવ્યું હતું. આજે ગુજરાત બોર્ડનું ધો.૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાયું છે. જો કે પરિણામથી વિદ્યાર્થીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. મોટાભાગના વિદ્યાર્થીઓએ જણાવ્યું તું કે, જો તેઓએ પરીક્ષા આપી હોત તો સારું પરિણામ મેળવી શકયા હોત. માસ પ્રમોશનના કારણે ટકાવારી ઓછી આવી હોવાનું દુ:ખ વ્યકત કર્યુ હતું.

આણંદ જિલ્લામાં ભાદરવો ભરપૂરથી ડાંગર સહિતના પાકોને જીવતદાન

કર્ણાટક તપાસમાં જતી ઉમરેઠ પોલીસને મહારાષ્ટ્રમાં નડેલો અકસ્માત : ડ્રાયવર ગંભીર

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રજવાડાઓનું મ્યુઝીયમ બનાવવા એનસીપી નેતા જયંત બોસ્કીનો અનુરોધ

આણંદ જિલ્લા પ્રભારીપદે ગજેન્દ્રસિંહ પરમાર અને ખેડામાં રાજેન્દ્ર ત્રિવેદીની નિયુકિત

વિદ્યાનગરમાં વૈશ્વિક કક્ષાનું અત્યાધુનિક છાત્રાલયનું રપ કરોડના ખર્ચ નવનિર્માણનો મેગા પ્રોજેકટ

આણંદ એપીએમસીની ચૂંટણી : ખેડૂત વિભાગમાં ૧ર ફોર્મ પરત ખેંચાતા ૧૦

આણંદ કૈલાસભૂમિમાં ગેસ સગડી-નવીન ઓરડાનું લોકાર્પણ

મોટાભાગે શાળાઓ જર્જરિત : આણંદ જિલ્લામાં ૧૧૬ જર્જરિત ચૂંટણી બુથનું સ્થળાંતર કરાશે