Sardar Gurjari

મંગળવાર, તા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૧, ભાદરવા વદ ૭, વિ.સં. ૨૦૭૭, વર્ષ - ૨૧, અંક-૧૦૧

મુખ્ય સમાચાર :
બોરસદ પાલિકાની સામાન્ય સભામાં સત્તાધારી પક્ષના કાઉન્સિલરોએ જ કામોનો વિરોધ કરી નામંજૂર કરાવ્યા
સત્તાધારી પક્ષના ૧૩ અને પ અપક્ષ કાઉન્સિલરોએ એજન્ડાના બે કામમાં વિરોધ નોંધાવી રજાચિઠ્ઠી મૂકી
01/08/2021 00:08 AM Send-Mail
આજદિન સુધી મેં કોઇ હિસાબના ચેક પર સહી કરેલ નથી : પાલિકા પ્રમુખ
આજની સભામાં સત્તાધારીપક્ષના ૧૩ કાઉન્સિલરો દ્વારા વિરોધ નોંધાવી કામો નામંજૂર કરાવતા પાલિકાના રાજકારણમાં ચર્ચાઓએ જોર પકડયું છે. આ અંગે પાલિકા પ્રમુખ આરતીબેન પટેલે જણાવ્યું હતું કે, સરકારી નિયમ મુજબ પાલિકાના ચેકો પર મુખ્ય અધિકારી અને એકાઉન્ટન્ટની સહીઓ થાય છે. આજદિન સુધી મેં એક પણ હિસાબી કાગળ પર સહી કરેલ નથી. ત્યારે મારો વિરોધ કરી રહેલા કાઉન્સિલરોએ મારા લીધે ત્રિમાસિક હિસાબના કામો નામંજૂર કરાવ્યા છે પરંતુ આ બાબતે મારે કોઈ જ લેવા દેવા ન હોવાનું તેઓએે જણાવ્યું હતું.

બોરસદ નગરપાલિકાની સામાન્ય સભાની બેઠક પાલિકા પ્રમુખ આરતીબેન પટેલના અધ્યક્ષસ્થાને, ઉપપ્રમુખ રણજીતસિંહ પરમાર અને ચીફ ઓફિસર કમલકાંત પ્રજાપતિની ઉપસ્થિતિમાં પાલિકા સભાખંડ ખાતે આજે શનિવારે સવારે ૧૧ કલાકે યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરફથી વધારાના ૭ કામો અને એજન્ડાના ૧૫ કામો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં એજન્ડાના કામ નં. ૧ અને ૨ માં સત્તાધારી પક્ષના ૧૩ અને પ અપક્ષ કાઉન્સિલરોએ વિરોધ નોંધાવી રજાચિઠ્ઠી મૂકી હતી.

આજની સભામાં પ્રમુખ તરફથી રજૂ કરાયેલ વધારાના કામોમાં પૂર્વ સભ્ય વિજયભાઇ ભટ્ટ અને હિદાયતખાન પઠાણનું દુ:ખદ અવસાન થતા શોક સંદેશ પાઠવીને બે મિનિટ મૌન પાળીને સૌએ શ્રદ્વાંજલિ અર્પી હતી.વધારાના કામમાં પાલિકામાં સફાઇ કામદારોની ભરતી બાબતે સિનિયોરીટી લિસ્ટ પ્રસિદ્વ કરવા બાબતેનો સમાવેશ કરાયો હતો. ૪ કાઉન્સિલરોની રજાચિઠ્ઠી સહિત વધારાના કામો મંજૂર કરાયા હતા.

જયારે એજન્ડાના કામ નં.૧માં ગત સભાની કાર્યવાહી સભા સમક્ષ વંચાણે લઈ બહાલ કરવા બાબતના કામનું સત્તાધારી પક્ષના ૧૩ કાઉન્સિલર અને ૫ અપક્ષ કાઉન્સિલરોએ વિરોધ નોંધાવીને નામંજૂર કરાવ્યું હતું. તેમજ કામ નં. ૨ પાલિકાના એકાઉન્ટન્ટના રીપોર્ટ મુજબ સને ૨૦૨૧-૨૨નો ત્રિમાસિક હિસાબ જોઈ તપાસી મંજૂર કરવાના કામનો પણ સત્તાધારી પક્ષના ૧૩ સહિત ૧૮ કાઉન્સિલરોએ વિરોધ નોંધાવી નામંજૂર કરાવ્યું હતું. જો કે સભામાં બે કામો અંગે કરાયેલ મતદાનમાં કામને નામંજૂર કરવામાં બહુમતી મળતા બંને કામો નામંજૂર કરવામાં આવ્યા હતા. જ્યારે એજન્ડાના કામ નં. ૫ ને મુલત્વી રાખવામાં આવ્યું હતું. જયારે અન્ય ૧૨ કામોને સર્વસંમતિથી મંજૂર કરવામાં આવ્યા હતા. સભાનું સંચાલન રઈસખાન પઠાણ અને હરેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સામાન્ય સભાના કામને ટેકો અને દરખાસ્ત કરનારે વિરોધ નોંધાવ્યો બોરસદ નગરપાલિકાની સામાન્ય સભામાં રજૂ થનાર એજન્ડાના કામ નં. ૧ માં મહેશભાઈ ઠાકોરે દરખાસ્ત કરી હતી અને તેને ટેકો દિપકભાઇ રાણાએ આપ્યો હતો. જ્યારે કામ નં. ૨ માં મફતભાઈ સોલંકીએ દરખાસ્ત અને ટેકો દિપકભાઈ પટેલે આપ્યો હતો. આજે સભામાં આ કામો રજૂ થતા સત્તાધારીપક્ષના કાઉન્સિલરોએ તેને વિરોધ નોંધાવ્યો હતો. જેમાં આ બંને કામોમાં ટેકો અને દરખાસ્ત કરનારે પણ વિરોધ નોંધાવ્યો હોવાનેે લઈ આશ્ચર્ય ફેલાયું હતું.

આણંદ જિલ્લામાં ભાદરવો ભરપૂરથી ડાંગર સહિતના પાકોને જીવતદાન

કર્ણાટક તપાસમાં જતી ઉમરેઠ પોલીસને મહારાષ્ટ્રમાં નડેલો અકસ્માત : ડ્રાયવર ગંભીર

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રજવાડાઓનું મ્યુઝીયમ બનાવવા એનસીપી નેતા જયંત બોસ્કીનો અનુરોધ

આણંદ જિલ્લા પ્રભારીપદે ગજેન્દ્રસિંહ પરમાર અને ખેડામાં રાજેન્દ્ર ત્રિવેદીની નિયુકિત

વિદ્યાનગરમાં વૈશ્વિક કક્ષાનું અત્યાધુનિક છાત્રાલયનું રપ કરોડના ખર્ચ નવનિર્માણનો મેગા પ્રોજેકટ

આણંદ એપીએમસીની ચૂંટણી : ખેડૂત વિભાગમાં ૧ર ફોર્મ પરત ખેંચાતા ૧૦

આણંદ કૈલાસભૂમિમાં ગેસ સગડી-નવીન ઓરડાનું લોકાર્પણ

મોટાભાગે શાળાઓ જર્જરિત : આણંદ જિલ્લામાં ૧૧૬ જર્જરિત ચૂંટણી બુથનું સ્થળાંતર કરાશે