Sardar Gurjari

મંગળવાર, તા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૧, ભાદરવા વદ ૭, વિ.સં. ૨૦૭૭, વર્ષ - ૨૧, અંક-૧૦૧

મુખ્ય સમાચાર :
નડિયાદના ભગવાનપુરામાંથી ૨૬.૪૬૦ કિલો ગ્રામ પોશડોડાના સાથે એક શખ્સ ઝડપાયો
વજનકાંટો, મોબાઈલ, રોકડ મળીને કુલ ૮૪ હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો
01/08/2021 00:08 AM Send-Mail
ખેડા એસઓજી પોલીસે નડિયાદના ચકલાસી તાબેના ભગવાનપુરામાંથી ૨૬.૪૬૦ કિલો ગ્રામ પોશડોડાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો છે. આ શખ્સ પોતે પોતાના ઘરે માદક પદાર્થનો જથ્થો લાવી વેચાણ કરતો હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ઘરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ ખેડા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ પોલીસને માહિતી મળી હતી કે, નડિયાદ તાલુકાના ચકલાસી તાબેના ભગવાનપુરામાં રહેતો સોમાભાઈ બુધાભાઈ વાઘેલા પોતાના ઘરે માદક પદાર્થ લાવી વેચાણ કરી રહ્યો છે. આથી ગતરાત્રે એસઓજી પોલીસે સોમાભાઈ વાઘેલાના ઘરે છાપો માર્યો હતો. જે દરમિયાન આરોપી સોમાભાઈ વાઘેલા પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. બાદમાં પોલીસે તેને સાથે રાખી ઘરમાં સર્ચ કરતા પોશડોડા તથા તેનો પાવડરનો જથ્થો મળી આવ્યો હતો.

જેનું વજન કરતાં ૨૬.૪૬૦ કિલોગ્રામ કિંમત રૂપિયા ૭૯૩૮૦નો હોવાનું જાણવા મળ્યું હતું. આ સાથે પોલીસે આરોપીના ઘરેથી એક વજન કાંટો, એક મોબાઈલ ફોન તથા અન્ય રોકડ રકમ મળી કુલ રૂપિયા ૮૪,૦૭૦ના મુદ્દામાલ કબજે કર્યો છે. આ અંગે પોલીસે ફરિયાદના આધારે આઈપીસી ૮(સી), ૧૫, ૨૯ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે. ઉપરોક્ત પોશડોડાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી દીધી છે.

નડિયાદમાં પાર્ક કરેલ કારના કાચ તોડી માલસામાનની ચોરી કરતી નાયડુ ગેંગના ૫ સાગરીત ઝડપાયા

કપડવંજના કાપડીવાવ-વડોલ રોડ ઉપર અજાણ્યા વાહનની ટક્કરે રાહદારીનું મોત

નડિયાદ : ગંજ બજારમાં ગાડી પાર્ક કરીને વેપારી સામાન લેવા ગયા ને' ગઠિયો ૧.પ૦ લાખ ભરેલું પાકિટ લઇને છૂમંતર

નડિયાદમાં ચંદન ચોરી અને દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીઓ ઝડપાયા

નડિયાદ સિવિલમાંથી ખૂનનો આરોપી ભાગી જવાના કેસમાં બે પોલીસકર્મી સહિત ત્રણને બે વર્ષની કેદ

મહેમદાવાદમાં પરીણિતા પર ત્રાસ ગુજારાતાં ગળે ફાંસો ખાઈને જીવનલીલા સંકેલી

હત્યાના ગુનામાં આજીવન સજા ભોગવતો કેદી પેરોલ જમ્પ કરતા ફરિયાદ

મહેમદાવાદના વરસોલા ચોકડી પાસે રીક્ષાની ટક્કરે રાહદારીનું મોત