Sardar Gurjari

મંગળવાર, તા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૧, ભાદરવા વદ ૭, વિ.સં. ૨૦૭૭, વર્ષ - ૨૧, અંક-૧૦૧

મુખ્ય સમાચાર :
કરમસદ મેડિકલ સામે ફોર વ્હીલરે બાઈકને ટક્કર મારતાં ચાલક ઘાયલ
01/08/2021 00:08 AM Send-Mail
આણંદ-સોજીત્રા રોડ ઉપર આવેલા કરમસદ મેડીકલ ગેટની સામે ગત ૨૬મી તારીખના રોજ ઈસણાવ ગામના બુધાભાઈ ઉમેદભાઈ તળપદા (ઉ. વ. ૪૮)પોતાનું બાઈક નંબર જીજે-૨૩, ડીઈ-૮૯૧૮નું લઈને જતા હતા ત્યારે પુરપાટ ઝડપે આવી ચઢેલા ફોર વ્હીલર નંબર જીજે-૨૩, પી-૪૪૬૭એ ટક્કર મારતાં બુધાભાઈ ઉછળીને રોડ પર પટકાયા હતા જેમાં જમણા હાથની કોણી, કમર, થાપા તેમજ ડાબા હાથના ખભા ઉપર ઈજાઓ થતાં તુરંત જ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

આ અંગે વિદ્યાનગર પોલીસે ફોર વ્હીલરના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.