Sardar Gurjari

મંગળવાર, તા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૧, ભાદરવા વદ ૭, વિ.સં. ૨૦૭૭, વર્ષ - ૨૧, અંક-૧૦૧

મુખ્ય સમાચાર :
ભારતીય મહિલા હોકી ટીમે રચ્યો ઇતિહાસ પહેલીવાર ઓલિમ્પિકની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી
અંતિમ ગ્રુપ મુકાબલામાં દ.આફ્રિકાને ૪-૩થી હરાવ્યું : વંદના કટારિયાની હેટ્રીક : ગ્રેટ બ્રિટને આયર્લેન્ડને હરાવતા ભારતનો આગામી રાઉન્ડમાં પહોંચવાનો માર્ગ મોકળો બન્યો : આગામી મેચ ઓસ્ટ્રેલિયા સામે
01/08/2021 00:08 AM Send-Mail
ભારતીય મહિલા હોકી ટીમે કમાલ કરી દેખાડી છે. ઓલિમ્પિક ઇતિહાસમાં પહેલી વાર આપણી મહિલાઓ ક્વાર્ટર ફાઇનલ રમશે. આજે ભારત સામે બે પડકારો હતાં. પહેલા તો તેને કરો યા મરોની મેચમાં દિક્ષણ આફ્રિકાને હરાવવાનું હતું. પછી આશા રાખવાની હતી કે ગ્રેટ બ્રિટન, આયર્લેન્ડને હરાવી દે. કદાચ ૧૨૫ કરોડ ભારતીયોની પ્રાર્થના કામ કરી ગઇ. હવે ક્વાર્ટર ફાઇનલમાં રાની રામપાલની ટીમની ટક્કર મજબૂત ઓસ્ટ્રેલિયા સામે થશે.

સ્ટ્રાઇકર વંદના કટારિયાના ઐતિહાસિક ત્રણ ગોલની મદદથી ભારતે નીચલી રેકિંગવાળી દિક્ષણ આફ્રિકા ટીમને ૪.૩થી હરાવી ટોક્યો ઓલિમ્પિકની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો. વંદનાએ ચોથી, ૧૭મી અને ૪૯મી મિનિટમાં ગોલ કર્યા. તે ઓલિમ્પિકના ઇતિહાસમાં ત્રણ ગોલ કરનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની ગઇ. નેહા ગોયલે ૩૨મી મિનિટમાં એક ગોલ કર્યો. દિક્ષણ આફ્રિકા માટે ટેરિન ગ્લસ્બી, કેપ્ટન એરિન હંટર અને મેરિજને મરાઇસે એક-એક ગોલ કર્યો હતો.

ભારતે ગ્રુપ તબક્કામાં પહેલી ત્રણ મેચ હાર્યા બાદ અંતિમ બે મેચોમાં જીત મેળવી તેનાથી ભારત પૂલ એમાં ચોથા સ્થાને આવી ગયું પરંતુ ગ્રુપ એની અંતિમ પૂલ મેચમાં જો ગ્રેટ બ્રિટન આયર્લેન્ડ સામે હારી ગયું હોત કે મેચ ડ્રોમાં પરિણમી હોત તો આયર્લેન્ડ ટીમ પાછળ રહી ગઇ હોત. બન્યું પણ આવું જ. મેચ ૨-૦થી ગ્રેટ બ્રિટનના પક્ષમાં રહી. સતત ચોથી હાર સાથે આયર્લેન્ડની યાત્રાનો અહીં અંત આવી ગયો. હવે દરેક પૂલમાં ટોચની ચાર ટીમો નોકઆઉટ રાઉન્ડમાં રમશે.