Sardar Gurjari

મંગળવાર, તા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૧, ભાદરવા વદ ૭, વિ.સં. ૨૦૭૭, વર્ષ - ૨૧, અંક-૧૦૧

મુખ્ય સમાચાર :
મોંઘવારી માટે મોદી નહીં, નહેરૂ જવાબદાર હોવાનો શિવરાજના મંત્રીનો ગજબનો તર્ક
01/08/2021 00:08 AM Send-Mail
મધ્યપ્રદેશની ભાજપની સરકારના એક મંત્રીએ શનિવારે કહ્યું હતુ કે, મોંઘવારીની સમસ્યા એક-બે દિવસમાં પેદા થતી નથી. તેની શરૂઆત ૧૫મી ઓગષ્ટ ૧૯૪૭ના રોજ જવાહરલાલ નહેરૂના ભાષણથી થઈ ગઈ હતી. કોંગ્રેસના નેતાઓએ સારંગના નિવેદનની મજાકના સ્વરમાં જવાબ આપ્યો હતો. શિવરાજસિંહ ચૌહાણ સરકારમાં સ્વાસ્થ્ય, શિક્ષણમંત્રી વિશ્વાસ સારંગે કહ્યું હતુ કે, લાલ કિલ્લા પરથી જવાહરલાલ નહેરૂએ આપેલા ભાષણની ભુલોને લઈને દેશની અર્થવ્યવસ્થા પાટા પરથી ઉતરી ગઈ છે. સારંગ દેશમાં વધતી મોંઘવારીને લઈને કોંગ્રેસના વિરોધ પ્રદર્શનો અંગે પ્રતિક્રિયા આપી રહ્યા હતા. ભોપાલમાં પત્રકારો સાથે વાત કરતાં સારંગે કહ્યું હતુ કે, દેશની આઝાદી બાદ અર્થવ્યવસ્થાને પાંગળી બનાવીને મોંઘવારી વધારવાનો શ્રેય કોઈને જાય છે તો તે નહેરૂ પરિવાર છે. મોંઘવારી એક-બે દિવસની અંદર નથી વધતી. અર્થવ્યવસ્થાની ઈંટ એક-બે દિવસમાં મુકવામાં આવતી નથી. સારંગે દાવો કર્યો હતો કે, ભાજપના સાશનમાં મોંઘવારી ઘટી છે અને લોકોની આવક વધી છે. તેમણે ચુટકી લેતા કહ્યું હતુ કે, તેમણે ૧૦ જનપથની સામે વિરોધ પ્રદર્શન કરવું જોઈએ. કોંગ્રેસ નેતાઓએ પણ સારંગની ટિપ્પણીની મઝાક ઉડાવી હતી. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સર્કસના યોગ્ય મંત્રી વિશ્વાસ સારંગ ૧૯૪૭માં નહેરૂના ભાષણને દેશની મોંઘવારી માટે જવાબદાર ઠેરવે છે.વિભાગના મંત્રી તરીકે શું સારંગ જણાવશે કે, કોરોના મહામારી દરમ્યાન બેડ, ઓક્સિજન અને રેમડેસિવિર ઈન્જેક્શનની ઓછપને કારણે થયેલા હજારો લોકોના મોત માટે પણ શું નહેરૂ જવાબદાર હતા ? કોંગ્રેસના અન્ય એક પ્રવક્તા નરેન્દ્ર સલુજાએ કહ્યું હતુ કે, મધ્યપ્રદેશમાં ભાજપનું મંત્રાલય અજીબોગરીબ લોકોથી ભરેલું છે. એક મંત્રી રીપેરીંગ માટે વીજળીના થાંભલા પર ચઢી જાય છે.