Sardar Gurjari

બુધવાર, તા. ૨૦ ઓક્ટોબર, ૨૦૨૧, આસો પૂનમ, વિ.સં. ૨૦૭૭, વર્ષ - ૨૧, અંક-૧૨૩

મુખ્ય સમાચાર :
ગુજરાત: નવરાત્રિમાં શેરી ગરબાને જ મંજૂરી, ક્લબ કે પાર્ટી પ્લોટમાં મંજૂરી નહીં
-૪૦૦ લોકોની મર્યાદામાં શેરી ગરબા યોજી શકાશે : હવે રાત્રે ૧૨ થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કફર્યૂ -લગ્નપ્રસંગમાં ૧૫૦ની જગ્યાએ ૪૦૦, અંતિમક્રિયા-દફનવિધિમાં ૪૦ની જગ્યાએ હવે ૧૦૦ વ્યક્તિઓને પણ હાજર રહેવાની છૂટ
25/09/2021 00:09 AM Send-Mail
કોરોના સંક્રમણને કારણે ગત વર્ષે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી નહોતી પરંતુ આ વર્ષે લગભગ કોરોના સંક્રમણ ખત્મ થઈ જવાની આરે છે ત્યારે ૪૦૦ લોકોની ઉપસ્થિતિમાં શેરી ગરબા યોજવાની મંજૂરી આપવામાં આવી છે. રાજ્યના ગૃહવિભાગ દ્વારા આજે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. સાથે સાથે આવતીકાલથી રાત્રી કફર્યૂમાં પણ એક કલાકનો વધારો કરીને રાત્રે ૧૨થી સવારે છ વાગ્યા સુધી રાત્રી કફર્યૂ રાખવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વચ્ચે યોજાયેલી બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેમાં રાજ્યના જે આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગરમાં હાલ રાત્રી કફર્યૂ અમલમાં છે ત્યાં આવતીકાલથી રાત્રીના ૧૨ કલાકથી ૧૦ ઓક્ટોમ્બર સુધી સવારે ૬ વાગ્યા સુધી દરરોજ રાત્રી કફર્યૂ અમલમાં રહેશે.

આગામી દિવસોમાં નવરાત્રી પર્વની ઉજવણી થવાની છે જેમાં માત્ર શેરી ગરબા, સોસાયટી અને ફ્લેટના ગરબા, દુર્ગાપુજા, વિજયાદશમી ઉત્સવ, શરદ પુર્ણિમા ઉત્સવ જેવા આયોજનો ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામા યોજવાની છુટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. રાજ્યમાં પાર્ટી પ્લોટ, ક્લબ, ખુલ્લી જગ્યાએ કે કોઈપણ જગ્યાએ કોમર્શિયલ રીતે નવરાત્રીની ઉજવણીની પરવાનગી આપવામાં આવશે નહીં. લગjપ્રસંગમાં ૧૫૦ની જગ્યાએ ૪૦૦, અંતિમક્રિયા-દફનવિધિમાં ૪૦ની જગ્યાએ હવે ૧૦૦ વ્યક્તિઓને પણ હાજર રહેવાની છુટ આપવામાં આવી છે. રેસ્ટોરન્ટ રાત્રીના ૧૦ કલાક સુધી અગાઉ -ામતાના ૬૦ ટકા સાથે ચાલુ રાખવાની મંજુરી હતી તેમાં વધારો કરીને ૭૫ ટકા સાથે ચાલુ રાખી શકાશે. બાગ-બગીચા અગાઉ રાત્રીના ૯ વાગ્યા સુધી ખુલ્લા રહેતા હતા તેની જગ્યાએ હવે રાત્રીના ૧૦ વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે.