Sardar Gurjari

બુધવાર, તા. ૨૦ ઓક્ટોબર, ૨૦૨૧, આસો પૂનમ, વિ.સં. ૨૦૭૭, વર્ષ - ૨૧, અંક-૧૨૩

મુખ્ય સમાચાર :
નીમાબેન આચાર્યએ ઉમેદવારી ફોર્મ ભર્યું, ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડ મેદાનમાં
નીમાબેન આચાર્ય વિધાનસભાના પ્રથમ મહિલા સ્પીકર બનશે
25/09/2021 00:09 AM Send-Mail
કોંગ્રેસના અનિલ જોશીયારાએ ઉપાધ્યક્ષ માટે ઉમેદવારી ફોર્મ ભર્યું
કોંગ્રેસ તરફથી અનિલ જોશીયારાએ ઉપાધ્યક્ષ પદ માટે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. આથી હવે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાશે તે નિશ્ચિત બન્યું છે. અનિલ જોષીયારાએ ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે, 'અમે અધ્યક્ષ તરીકે ડૉક્ટર નીમાબેન આચાર્યના નામ પર સહમતિ આપી છે. પરંતુ ઉપાધ્યક્ષ પદ માટે અમારા ઉમેદવાર અનિલ જોષીયારાએ ફોર્મ ભર્યું છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે નવા સીએમ અને મંત્રીમંડળે શપથ લીધા છે. ગુજરાત વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી યોજાનાર છે, ત્યારે નીમાબેન આચાર્ય આજે ૧૦.૩૦ કલાકે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે. આ પ્રસંગે દંડક પંકજ દેસાઈ અને સંસદીય બાબતોના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી હાજર રહ્યા હતા.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણીમાં આજે નીમાબેન આચાર્યએ ઉમેદવારી ફોર્મ ભર્યુ છે, જ્યારે ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડે ફોર્મ ભર્યુ છે. ઉપાધ્યક્ષના નામ પર વિપક્ષની સહમતિ નથી. જેથી સોમવારે નીમાબેનને વિજેતા જાહેર કરાશે. એટલું જ નહીં, જાણવા મળી રહ્યું છે કે કોંગ્રેસની સહમતી સાથે નિમાબેન આચાર્યએ વિધાનસભાના અધ્યક્ષ તરીકે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. પરંતુ કોંગ્રેસની ઉપાધ્યક્ષના નામ પર સહમત નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભામાં હાલ પ્રોટેમ સ્પીકર એટલે કે કાર્યકારી અધ્યક્ષ તરીકે કાર્યરત અને કચ્છ-ભૂજથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા નીમાબેન આચાર્યએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ હતું. જેના કારણે વિધાનસભા અધ્યક્ષનું પદ ખાલી પડયું હતું. ત્યારબાદ તેમના નામની ચર્ચા ચાલી હતી. અગાઉ રાજેન્દ્ર ત્રિવેદીને મંત્રી મંડળમાં સ્થાન મળતા નીમાબેન આચાર્યને કાર્યકારી અધ્યક્ષ બનાવાયા હતા. જો નીમાબેન આચાર્ય પ્રોટેમ સ્પીકર હોય, તો વિધાનસભા અધ્યક્ષની ચૂંટણીમાં ઉભા ના રહી શકે. જેના કારણે તેમણે રાજીનામું આપ્યું હોવાનું મનાઈ રહ્યું હતું. તમને જણાવી દઈએ કે, આગામી ૨૭ અને ૨૮ સપ્ટેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર મળવા જઈ રહ્યું છે. આ સત્રમાં વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી યોજાશે. જેમાં વિધાનસભા અધ્યક્ષ પદની ચૂંટણીમાં નીમાબેન આચાર્યને ઉભા રાખવામાં આવ્યા છે. જો નીમાબેન આચાર્યને વિધાનસભા અધ્યક્ષ તરીકે પસંદ કરાતા ગુજરાતને પ્રથમ મહિલા સ્પીકર મળશે. અગાઉ કચ્છ ભૂજની બેઠક પરથી ચૂંટાયેલા ધીરૃભાઈ શાહ સ્પીકર પદે રહી ચૂકયાં છે.