Sardar Gurjari

બુધવાર, તા. ૨૦ ઓક્ટોબર, ૨૦૨૧, આસો પૂનમ, વિ.સં. ૨૦૭૭, વર્ષ - ૨૧, અંક-૧૨૩

મુખ્ય સમાચાર :
સ્પીઆસ, સ્પેકમાં એફવાય માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ
27/09/2021 00:09 AM Send-Mail
તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત, બાકરોલ સ્થિત, સરદાર પટેલ ઈન્સ્ટટ્યિૂટ ઓફ એપ્લાઈડ સાયન્સ ખાતે બીએસસીના પ્રથમ વર્ષમાં એડમિશન લીધેલા વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કર્યુ હતું. જેમાં વિદ્યાર્થીઓને કોલેજ અને યુનિવર્સિટીના નીતિ નિયમ અને બીજી દરેક પ્રવૃતિઓની માહિતી આપી હતી. કાર્યક્રમનું સંચાલન સંસ્થાના કાર્યકારી ડો. સંજય ટેલરના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન બાયોટેક ડિપાર્ટમેન્ટના જિગીષા દવે દ્વારા કરવામાં આવ્યું હતું. કોલેજની માહિતી માટેની સંપૂર્ણ જાણકારી પ્રા. હેતલ શાહ અને એસપીસીસી એન્ડ એસપીસીએએમના ડિરેક્ટર ડો. નિરવ ત્રિવેદી ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને તેમના ભણતર અને ઘડતર માટે આશીર્વચન આપ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવામાં મુખ્ય યોગદાન તેના પ્રા. આર્તિ ભટ્ટ, રાજદીપ સીસોદીયા, પૂજા વૈદ્ય અને ભાવેશ સોચાનું રહ્યું હતું. કાર્યક્રમની સફળતા માટે સંસ્થાના ચેરમેન ગિરીશ પટેલ તેમજ ટ્રસ્ટીઓ તેમજ સંસ્થાના ડિરેક્ટરઓ આચાર્યઓ અને ટીએફટીના સદસ્યોએ અભિનંદન પાઠવ્યા હતાં.
શ્રી ભાઈકાકા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, સોજીત્રા ખાતે અભિમુખતા કાર્યક્રમ

ન્યુજર્સી : ગાયત્રી મંદિરમાં નવરાત્રિ પર્વ ઉજવણી, સપ્ત કુંડી હવનની પૂર્ણાહૂતિ

વિઠ્ઠલ ઉદ્યોગનગર ઈન્ડસ્ટ્રીઝ એસો. દ્વારા ‘વિયુઆઈએ વોલીબોલ કોર્પોરેટ ટુર્નામેન્ટ-૨૦૨૧’નું સમાપન

સોજીત્રા તાલુકા કક્ષાનો કલા ઉત્સવ સંપન્ન

એસપીસીએએમ તથા એસપીસીસી કોલેજ અંતર્ગત ગરબોત્સવ

આત્મીય વિદ્યાધામ ખાતે રૂટ્સ ફાઉન્ડેશન દ્વારા લોકડાયરો

સરદાર પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન,બાકરોલમાં નવરાત્રિ મહોત્સવ

આર.એન.પટેલ ઈપ્કોવાલા સ્કૂલ ઓફ લો એન્ડ જસ્ટીસના વિદ્યાર્થીઓ આણંદ કાનૂની સેવા પ્રદર્શનની મુલાકાતે