Sardar Gurjari

બુધવાર, તા. ૨૦ ઓક્ટોબર, ૨૦૨૧, આસો પૂનમ, વિ.સં. ૨૦૭૭, વર્ષ - ૨૧, અંક-૧૨૩

મુખ્ય સમાચાર :
ગુજરાત : આજથી બે દિવસીય વિધાનસભા સત્રનો પ્રારંભ, નવા મુખ્યમંત્રીની કસોટી
ગુજરાત પ્રોફેશનલ મેડિકલ કોલેજ એમેન્ડમેન્ટ એક્ટ સહિતના વિધેયકો પસાર કરાશ
27/09/2021 00:09 AM Send-Mail
ગુજરાત વિધાનસભાનું બે દિવસ સત્ર સોમવાર અને મંગળવારે મળશે. આ સત્રમાં ૧૮ જેટલા મહાનુભાવોના શોક ઠરાવ કરવામાં આવશે. તેમજ ત્રણ બિલ પસાર કરાશે. ગુજરાત પ્રોફેશનલ મેડિકલ કોલેજ એમેન્ડમેન્ટ એક્ટ, ગુજરાત ગુડ્ઝ એન્ડ સર્વિસ એક્ટ અને ગુજરાત પ્રાઈવેટ યુનિવર્સિટી એક્ટ વિધેયકો પસાર થશે.

ગુજરાત વિધાનસભાનું સત્ર બોલાવ્યું, ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૃપાણીની સરકાર હતી. આખા પ્રધાનમંડળે સાથે રૃપાણીએ રાતો રાત રાજીનામું આપી દીધુ હતું. જેથી નવા મુખ્યમંત્રી પદે ભૂપેન્દ્ર પટેલ આવ્યા છે અને ૨૪ નવા પ્રધાનોએ શપથ લીધા બાદ નવા પ્રધાનમંડળ સાથે હવે વિધાનસભા સત્ર મળી રહ્યું છે એટલે વિધાનસભામાં બેઠક વ્યવસ્થામાં ફેરફાર થશે.

કોરોનાની ત્રીજી લહેરમાં સરકારની નિષ્ફળતાને કારણે વિરોધ પક્ષ સરકારને ઘેરવા માટે ભરપૂર વિરોધ કરશે. તેમજ મુખ્યમંત્રી સહિત પ્રધાનમંડળ બદલવાના મુદ્દાને લઈને વિરોધ પક્ષ સરકાર પર ચાબખા મારશે. ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં ભારે નુકસાન થયું છે. જેમાં ખેડૂતોને વધુ વળતર મળે તે માટે સરકાર સમક્ષ માગ કરશે. તેમજ કોરોનામાં મૃત્યુ પામેલા પરિવારોને ૪ લાખ મળે તેવી માગ કરશે. આમ ચારે તરફથી વિરોધ પક્ષ સરકારને ઘેરવાનો પ્રયત્ન કરશે. વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને યોજાનારા સત્રમાં ચાર સરકારી વિધેયકો રજૂ કરવામાં આવશે. જેમાં ભાગીદારી પેઢીના હિત સહિત મહત્વના વિધેયકો ગૃહમાં રજૂ થશે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ ભાગીદારી પેઢીમાં સર્જાતાં વિવાદનો અંત લાવવા નવી ઓથોરીટીની રચના કરવામાં આવશે. ગૃહમાં નાણાંપ્રધાન કનુભાઇ દેસાઇ આ અંગેનું સરકારી વિધેયક ગૃહમાં રજૂ કરશે. વિધેયકમાં થયેલી જોગવાઇ મુજબ અરજદારોને વાંધો હોય તો અત્યારસુધી હાઇકોર્ટમાં ધક્કા ખાવા પડતાં હતા. હવે નવી જોગવાઇ મુજબ વહીવટીતંત્ર સામે વાંધો હશે તો અપીલનો નિકાલ કરવા ઓથોરીટ રચાશે વિધેયકના કારણે ભાગીદારી નોંધણીમાં સરળતા, ઓનલાઇન ભાગીદારી , ભાગીદારોના પાનકાર્ડ લીન્ક કરવાના રહેશે. સ્વતંત્ર ઓથોરીટી હેતુ રજીસ્ટ્રેશન ફી પણ દાખલ થઇ શકે છે. નાણાંપ્રધાન કનુભાઇ દેસાઇ આ વિધેયક ગૃહમાં રજૂ કરશે.આ ઉપરાંત અન્ય ૩ વિઘેયક રજૂ કરવામાં આવશે.