Sardar Gurjari

બુધવાર, તા. ૨૦ ઓક્ટોબર, ૨૦૨૧, આસો પૂનમ, વિ.સં. ૨૦૭૭, વર્ષ - ૨૧, અંક-૧૨૩

મુખ્ય સમાચાર :
મોટાભાગે શાળાઓ જર્જરિત : આણંદ જિલ્લામાં ૧૧૬ જર્જરિત ચૂંટણી બુથનું સ્થળાંતર કરાશે
વહીવટીતંત્રના સર્વમાં ૧૧૬માં ૭૭ ડેમેજ, ૭ બ્રોકન ડાઉન અને ૮ મતદાન મથક ડીમોલીશ : ૧૧૬ બુથોના અંદાજે ર.પ૦ લાખથી વધુ મતદારોએ નવા મતદાન મથકે જવું પડશે
27/09/2021 00:09 AM Send-Mail
આણંદ જિલ્લાના સ્થળાંતર મતદાન મથક
વિધાનસભા સ્થળાંતર ડેમેજ બ્રોકન ડીમોલીશ ડાઉન ૧૧૨-આણંદ ૧૫ ૯ - ૩ ૧૦૮-ખંભાત ૧૫ ૭ ૬ - ૧૦૯-બોરસદ ૧૦ ૮ ૧ - ૧૧૦-આંકલાવ ૩૩ ૧૯ - ૫ ૧૧૧-ઉમરેઠ ૨ - - - ૧૧૩-પેટલાદ ૧૬ ૧૪ - - ૧૧૪-સોજીત્રા ૨૫ ૨૦ - - કુલ ૧૧૬ ૭૭ ૭ ૮

૭ બ્રોકન અને ૮ ડીમોલીશ શાળાઓ
આણંદ વિધાનસભામાં લ-મીનારાયણ છાત્રાલય, મોગરી બાલ આંગણવાડી, હાડગુડ પ્રાથમિક શાળા, આંકલાવમાં અડાસ પ્રાથમિક શાળા, આંકલાવડી પ્રાથમિક શાળા, રાજુપુરા પ્રાથમિક શાળા, વાસદની જીવન ભારતી બાળમંદિર.ખંભાતમાં રંગપુર પ્રાથમિક શાળા, નાના કલોદરા જૂની પ્રાથમિક શાળા, કંસારી જૂની પ્રાથમિક શાળા, ઉંદેલ બાળમંદિર, બોરસદમાં રૂપબા પ્રાથમિક શાળા વગેરેનો સમાવેશ થાય છે.

આણંદ જિલ્લા ચૂંટણી વિભાગ, વહીવટીતંત્રએ વિધાનસભાની ચૂંટણીલક્ષી પ્રાથમિક તૈયારીઓ શરૂ કરી દીધી છે. પ્રાથમિક તબક્કે આણંદ જિલ્લામાં નિર્ધારિત મતદાન મથકની વાસ્તવિક ચકાસણી કરવામાં આવી હતી. મુખ્યત્વે પંચાયત ઘર અને શાળાના ઓરડાઓની જ ચૂંટણી બુથ, મતદાન મથક તરીકે પસંદગી કરવામાં આવે છે. પરંતુ તંત્ર દ્વારા જિલ્લાના મતદાન મથકોના કરાયેલ સર્વમાં ચોંકાવનારી વિગતો જાણવા મળી છે.

જેમાં આણંદ જિલ્લાના ૧૧૬ જેટલા બુથ મથકો જર્જરિત હાલતમાં જોવા મળ્યા હતા. જેમાં ૭૭ બિલ્ડીંગ ડેમેજ ઉપરાંત ૭ બ્રોકન ડાઉન અને ૮ ડીમોલીશ કરી દેવામાં આવી છે. આથી તમામ ૧૧૬ બુથોના ૨.૫૦ લાખથી વધુ મતદારોએ સ્થળાંતરિત કરાતા નવા મતદાન મથકોએ મતદાન કરવા જવું પડશે. જો કે નવા બુથ મથકો નક્કી કરવા વહીવટી તંત્રની મથામણ અને કવાયત હાથ ધરાઈ છે. ઉપરાંત વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતોમાં આણંદ જિલ્લામાં ચૂંટણી બૂથની વાસ્તવિક પરિસ્થિતિનો સર્વ હાથ ધરવામાં આવ્યો હતો. આણંદ જિલ્લામાં કુલ ૧૮૧૦ મતદાન મથક આવેલા છે. જેમાં ૧૧૬ બુથોની સ્થિતિ જર્જરિત અને જ્યાં ચૂંટણી મતદાન થઈ ન શકે તેવી પરિસ્થિતિ જણાઈ હતી. જેના કારણે આવનારી વિધાનસભા ચૂંટણીમાં આ જર્જરિત શાળા બનાવવામાં આવેલા બૂથ ફેરવવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આ પ્રાથમિક તબક્કે ૧૧૬ મતદાન મથકનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેમાં મોટાભાગે માત્ર શાળા જર્જરિત હોવાથી નવી જગ્યા શોધવા માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે. ચિંતાજનક બાબત એ છે કે, મોટાભાગના ચૂંટણી બુથની બિલ્ડીંગો શાળાઓ છે. શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓની યોગ્ય સમયે કાળજી લેવામાં ન આવી હોવાના કારણે હવે જર્જરિત બનેલ શાળાના બુથો બદલવા ચૂંટણી વિભાગને હડિયાપાટીની ફરજ પડી છે. આવી જ સ્થિતિ પંચાયત ઘરની પણ છે. જેથી ચૂંટણી વિભાગની કામગીરી વધી ગઈ છે.

આણંદ-ખેડા જિલ્લાના વાલી-વિદ્યાર્થીઓ કોલેજોમાં એડમિશન માટે આવતા ફોનથી પરેશાન

ઉમરેઠ પંથકની વિદ્યાર્થિનીને શહેરની શાળામાં અભ્યાસ માટે આણંદ ડેપોએ બસ પાસના નાણાં ભરાવ્યા

વિદ્યાનગર: સ.પ.યુનિ.ને દાનવીર દેવાંગભાઇ પટેલ ઇપ્કોવાળા તરફથી ૩ર લાખનું માતબર દાન

આણંદ જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ચૂંટણીના પડઘમ : સરપંચની બેઠક માટે રોટેશન જાહેર

આણંદમાં આયુર્વદિક ખેતી સાથે વ્યવસાય કરવા ICARમાં એગ્રી બિઝનેસ ઇન્કયુબેટર સેન્ટર શરૂ કરાયું

આણંદ જિલ્લામાં દોઢેક મહિના અગાઉ લેવાયેલ ખાદ્ય પદાર્થોના સેમ્પલનો રિપોર્ટ આવ્યો

આણંદ જિલ્લામાં ગ્રામ પંચાયતોના કમ્પ્યુટર ઓપરેટર (VCE) ર૧ ઓકટો.થી આંદોલનના માર્ગ

લાંભવેલ : આનંદધામના વડીલો આનંદના ગરબે ઘૂમીને ભાવ વિભોર બન્યા