Sardar Gurjari

બુધવાર, તા. ૨૦ ઓક્ટોબર, ૨૦૨૧, આસો પૂનમ, વિ.સં. ૨૦૭૭, વર્ષ - ૨૧, અંક-૧૨૩

મુખ્ય સમાચાર :
શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદે કેનકિડ-કિડ્સ કેન સંસ્થાના સહયોગથી બાળકોના કેન્સર અંગેની જાગૃતતા ફેલાવી
28/09/2021 00:09 AM Send-Mail
શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદે કેનકિડ-કિડ્સ કેન-એનજીઓ, ભારતભરમાં બાળકોના કેન્સર માટે કામ કરતી સંસ્થાના સહયોગથી હોસ્પિટલના મણીભાઈ શિવાભાઈ પટેલ કેન્સર સેન્ટર ખાતે ૨૭ સપ્ટેમ્બરના રોજ બાળકોના કેન્સર વિશે જાગૃતતા ફેલાવવામાં આવી. સપ્ટેમ્બર મહિનો આંતરરાષ્ટ્રીય બાળકોના કેન્સર માટે જાગૃતતા ફેલાવવાનો મહિનો છે. જેમાં ગોલ્ડ રિબિન પહેરાવીને પ્રસંગને પ્રતીતીરૂપ કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં હોસ્પિટલના કેન્સર વિભાગના ઓન્કોલોજીસ્ટ ડો. નીરવ અસારાવાલા, પીડિયાટ્રિક વિભાગના વડા ડો. કૃતિકા ટંડનના નેતૃત્વ હેઠળ કામ કરતા કન્સલ્ટન્ટ ડોક્ટર્સની ટીમ, કેનકિડ-કિડ્સ કેનના પશ્ચિમ વિભાગના ડેપ્યુટી જનરલ મેનેજર પ્રદન્યા કાસલે, કેનકિડ-કિડ્સ કેન પશ્ચિમ વિભાગના પ્રોજેક્ટ મનેજર હિરેન રાણા તથા તેમની ટીમ હાજર રહી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં ડોક્ટર્સને ગોલ્ડ રિબિન પહેરાવવામાં આવી હતી. સેન્ટર ખાતે બાળકોના કેન્સરની સમયસર સારવાર કરવામાં આવે તો બાળકોને બચાવી શકાય છે તેવુ દર્શાવતું બેનર પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. સેન્ટર ખાતે હાજર દર્દીઓને કેનકિડ-કિડ્સ કેનના બાળકોના કેન્સરનું નિદાન અને સારવાર માટે સિંગલ ડોનર પ્લેટલેટ માટે તથા જ્યારે લાંબી સારવાર ચાલતી હોય ત્યારે હોમ અવે હોમની સગવડ તથા સહાયતા પૂરી પાડે છે તેની જાણકારી આપી હતી તથા તે અંગેની પત્રિકાઓની પહેંચણી કરવામાં આવી હતી. પ્રોજેક્ટ ટીમ દ્વારા કેન્સર સેન્ટરના ઓન્કોલોજીસ્ટ અને હોસ્પિટલના પીડિયાટ્રિક ડોક્ટરની ટીમ સાથે કેનકિડ-કિડ્સ કેન સંસથાની કામગીરીની માહિતી પૂરી પાડી હતી અને બાળકોના કેન્સરની જાગૃતતા માટે અને સહાયતા માટે ભાગીદારીની રજૂઆત કરી હતી. સંસ્થા દ્વારા ડો. નીરવ અસારાવાલાનું સન્માન કરવામાં આવ્યું હતું.

મણીભાઈ શિવાભાઈ પટેલ કેન્સર સેન્ટરમાં કુશળ ડોક્ટરની ટીમમાં મેડિકલ ઓન્કોલોજીસ્ટ, રેડિયેશન ઓન્કોલોજીસ્ટ અને ઓન્કોસર્જનનો સમાવેશ થાય છે. અન્ય સુવિધાઓમાં લીનિયર એક્સલરેટર મશીન, ડે-કેર અને પેલિએટીવ કેર સેવાઓનો સમાવેશ થાય છે. સેન્ટર ખાતે દરરોજ ૧૫૦ થી વધુ દર્દીઓને ઓપીડીની સારવાર આપવામાં આવે છે. આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત સેન્ટર ખાતે ગુજરાતભરમાંથી તથા મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી પણ દર્દીઓ સારવાર અર્થ આવે છે. આ ઉપરાંત હોસ્પિટલની પ્રીમિયમ સેવાઓ ધ હિલીંગ ટ્રી હેઠળ કેન્સરની અલાયદી સારવાર તથા પેલિએટીવ કેર સેવાઓ પૂરી પાડવામાં આવે છે.

શ્રી ભાઈકાકા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, સોજીત્રા ખાતે અભિમુખતા કાર્યક્રમ

ન્યુજર્સી : ગાયત્રી મંદિરમાં નવરાત્રિ પર્વ ઉજવણી, સપ્ત કુંડી હવનની પૂર્ણાહૂતિ

વિઠ્ઠલ ઉદ્યોગનગર ઈન્ડસ્ટ્રીઝ એસો. દ્વારા ‘વિયુઆઈએ વોલીબોલ કોર્પોરેટ ટુર્નામેન્ટ-૨૦૨૧’નું સમાપન

સોજીત્રા તાલુકા કક્ષાનો કલા ઉત્સવ સંપન્ન

એસપીસીએએમ તથા એસપીસીસી કોલેજ અંતર્ગત ગરબોત્સવ

આત્મીય વિદ્યાધામ ખાતે રૂટ્સ ફાઉન્ડેશન દ્વારા લોકડાયરો

સરદાર પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન,બાકરોલમાં નવરાત્રિ મહોત્સવ

આર.એન.પટેલ ઈપ્કોવાલા સ્કૂલ ઓફ લો એન્ડ જસ્ટીસના વિદ્યાર્થીઓ આણંદ કાનૂની સેવા પ્રદર્શનની મુલાકાતે