Sardar Gurjari

બુધવાર, તા. ૨૦ ઓક્ટોબર, ૨૦૨૧, આસો પૂનમ, વિ.સં. ૨૦૭૭, વર્ષ - ૨૧, અંક-૧૨૩

મુખ્ય સમાચાર :
એડીઆઈટી કોલેજમાં ગ્રીન બિલ્ડીંગ વીકની ઉજવણી
28/09/2021 00:09 AM Send-Mail
સીવીએમ યુનિ.ની ન્યુ વિદ્યાનગર સ્થિત એડીઆઈટી કોલેજ ખાતે ઈન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ (આઈજીબીસી) સ્ટુડન્ટ્સ ચેપ્ટર દ્વારા ગ્રીન બિલ્ડીંગ વીકની તાજેતરમાં ઓનલાઈન ઉજવણી કરવામાં આવી હતી. પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર ડો. રાજીવ ભટ્ટના જણાવ્યા મુજબ ઉપરોક્ત સમયગાળામાં કુલ ચાર ટેકનિકલ, વેબિનાર, અલગ અલગ થીમ પર પોસ્ટર કોમ્પિટીશન તથા વૃક્ષારોપણ જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રોગ્રામનું આયોજન પ્રો. ભાવિન પટેલ, પ્રો. દૃષ્ટિ ભટ્ટ, પ્રો. તોસીફ કોષવાલા તથા વિદ્યાર્થીઓની ટીમ દ્વારા કરવામાં આવેલ. આઈજીબીસી હૈદરાબાદ, અમદાવાદ તથા વડોદરા ચેપ્ટરના વિવિધ તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓની ગ્રીન બિલ્ડીંગનું મહત્વ, ગ્રીન બિલ્ડીંગ, રેટિંગ સિસ્ટમ, વરસાદી પાણીનો સંગ્રહ તથા એનર્જીનો બચાવ જેવા વિવિધ કેસ સ્ટડી વિશે ઉપયોગી માહિતી આપવામાં આવી હતી. આ પ્રોગ્રામના સમારંભમાં ઉદ્ઘાટનમાં આઈજીબીસી અમદાવાદ ચેપ્ટરના કો. ચેરમેન જયેશ હરિયાણી તથા સમારોહમાં વડોદરા ચેપ્ટરના કો ચેરપર્સન નીતુ જૈન ઉપસ્થિત રહ્યા હતા. એડીઆઈટી કોલેજના પ્રિન્સિપાલ ડો. વિશાલ સિંઘ તથા સીવીએમ અધ્યક્ષ ભીખુભાઈ પટેલ તથા અન્ય હોદ્દેદારોએ આઈજીબીસી સ્ટુડન્ટ ચેપ્ટર, એડીઆઈટીને માહિતીસભર પ્રોગ્રામના આયોજન બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.


શ્રી ભાઈકાકા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, સોજીત્રા ખાતે અભિમુખતા કાર્યક્રમ

ન્યુજર્સી : ગાયત્રી મંદિરમાં નવરાત્રિ પર્વ ઉજવણી, સપ્ત કુંડી હવનની પૂર્ણાહૂતિ

વિઠ્ઠલ ઉદ્યોગનગર ઈન્ડસ્ટ્રીઝ એસો. દ્વારા ‘વિયુઆઈએ વોલીબોલ કોર્પોરેટ ટુર્નામેન્ટ-૨૦૨૧’નું સમાપન

સોજીત્રા તાલુકા કક્ષાનો કલા ઉત્સવ સંપન્ન

એસપીસીએએમ તથા એસપીસીસી કોલેજ અંતર્ગત ગરબોત્સવ

આત્મીય વિદ્યાધામ ખાતે રૂટ્સ ફાઉન્ડેશન દ્વારા લોકડાયરો

સરદાર પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન,બાકરોલમાં નવરાત્રિ મહોત્સવ

આર.એન.પટેલ ઈપ્કોવાલા સ્કૂલ ઓફ લો એન્ડ જસ્ટીસના વિદ્યાર્થીઓ આણંદ કાનૂની સેવા પ્રદર્શનની મુલાકાતે