Sardar Gurjari

બુધવાર, તા. ૨૦ ઓક્ટોબર, ૨૦૨૧, આસો પૂનમ, વિ.સં. ૨૦૭૭, વર્ષ - ૨૧, અંક-૧૨૩

મુખ્ય સમાચાર :
ગુજરાત વિ.સભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસનું ગૃહમાંથી વોકઆઉટ
કોરોનાના મૃતકોના પરિજનોને સહાય પેટે ૪ લાખ આપવાની કોંગ્રેસની માંગ : કોંગ્રેસ રાજકીય સ્ટંટ કરી રહી છે, કેન્દ્રની ગાઈડલાઈન મુજબ સહાય ચૂકવાશે: આરોગ્ય મંત્રી - મોંઘવારી, દારૂબંધીથી લઇને ભ્રષ્ટાચાર સહિતના સવાલોથી નવા મંત્રીઓને ઘેરવાનો પ્રયાસ
28/09/2021 00:09 AM Send-Mail
આજે ગુજરાત વિધાનસભાના બે દિવસીય ચોમાસુ સત્રનો પ્રારંભ થયો હતોજેમાં કોરોનામાં મોતને ભેટેલા લોકોને શ્રદ્ઘાંજલિ આપવા અને તેમના પરિવારોને સહાય આપવા મુદ્દે કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો વચ્ચે આરોપ પ્રત્યારોપ થયા હતાં. બાદમાં કોંગ્રેસે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.

કોરોના મૃતકોને શ્રદ્ઘાંજલિ આપવાની માંગ અને મૃતકોના પરિજનોને સહાય પેટે રૂા. ૪ લાખ આપવાની કોંગ્રેસે માંગ કરી હતી. જોકે તેના જવાબમાં આરોગ્ય મંત્રીએ કહ્યું કે, કેન્દ્રની ગાઇડલાઇન પ્રમાણે જ સહાય ચૂકવાશે.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, આજે ગૃહમાં તમામ આગેવાનોએ એક થવું જોઇએ. કોંગ્રેસ રાજકીય સ્ટંટ કરી રહી છે, નાટક કરી રહી છે. સરકાર મૃતકના પરિવારને રૂા. ૫૦ હજારની સહાય આપવા જઇ રહી છે. ભાજપ સરકાર ગુજરાતની સાથે છે. આ ઉપરાંત અમે ત્રીજી લહેર માટે પણ સજ્જ છીએ. તેમણે વધુમાં કહ્યું કે, રાજ્ય સરકાર અતિવૃષ્ટિમાં નવીન રકમનો ઉપયોગ કરી પેકેજ જાહેર કર્યું છે. રાજ્યમાં ૧૦૦૮૨ લોકોના કોરોનામાં મોત થયા. આ અંગે ડેથ ઓડિટ કમિટીની રચના કરવામાં આવશે. તેમણે કહ્યું કે, હાલમાં જે અતિવૃષ્ટ થઇ તેમાં સરકારે પશુ સહાય, તેમજ કેશ ડોલમાં વધારો કર્યો છે. સત્રના પહેલા જ દિવસે ૧ કલાક સુધી પ્રશ્નોત્તરી થઇ હતી જેમાં વિરોધ પક્ષ દ્વારા સરકારને સવાલો કરવામાં આવ્યા હતાં. એમાં વિરોધ પક્ષ દ્વારા નવી સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કરતાં તેલના ભાવમાં વધારાથી લઇને તાઉતે વાવાઝોડામાં સહાય સુધીના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતાં.