Sardar Gurjari

બુધવાર, તા. ૨૦ ઓક્ટોબર, ૨૦૨૧, આસો પૂનમ, વિ.સં. ૨૦૭૭, વર્ષ - ૨૧, અંક-૧૨૩

મુખ્ય સમાચાર :
ખેડૂતોના ભારત બંધને મિશ્ન પ્રતિસાદ અનેક રાષ્ટ્રીય-રાજ્ય ધોરીમાર્ગો બંધ
દિલ્હી, હરિયાણા, પંજાબ, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વિશેષ અસર : દિલ્હીથી જતી અનેક ટ્રેનો રદ : દિલ્હી-ગાઝીપુર બોર્ડર ૧૦ કલાક બાદ ખોલાઇ
28/09/2021 00:09 AM Send-Mail
ભારત બંધ વચ્ચે સિંધુ બોર્ડર પર ખેડૂતનું હાર્ટ એટેકથી મોત
ભારતીય ખેડૂતોના યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે ભારત બંધ સંપૂર્ણપણે સફળ રહ્યું છે. હવે સંયુક્ત કિસાન મોરચાની આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે. દરમિયાન પ્રદર્શન સમયે દિલ્હી-સિંધુ બોર્ડર પર એક ખેડૂતનું મોત થયું હતું. પોલીસનું કહેવુંં છે કે હૃદય રોગને લીધે તેનું મૃત્યુ થયું છે. મૃતક ખેડૂતની ઓળખ ભગેલ રામ તરીકે થઇ છે. પોલીસ અધિકારીનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ બાદ જ આ અંગે વધારે જાણકારી મળી શકે છે.

ત્રણેય કૃષિ કાયદાના વિરોધમાં સંયુક્ત કિસાન મોરચના નેતૃત્વમાં ૪૦થી વધુ ખેડૂત સંગઠનો દ્વારા આજે આપવામાં આવેલા ભારત બંધને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. આ બંધની અસર દિલ્હી, હરિયાણા, પંજાબ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ખાસ કરીને જોવા મળી હતી. તદુપરાંત હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ કેટલાક સ્થળોએ તેની અસર જોવા મળી હતી. પ્રદર્શનકારીઓએ અનેક સ્થળોએ હાઇવે અને મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામ કરી દીધો હતો. આ દરમિયાન રેલીઓ અને પ્રદર્શન પણ થયા. જોકે ક્યાંયથી કોઇ અનિચ્છનિય બનાવ બન્યો હોવાના અહેવાલો નથી.

બંધ દરમિયાન સવારે ૬ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધી અનેક રાષ્ટ્રીય તથા રાજ્ય ધોરીમારોગ્ બંધ રહ્યા હતાં. અનેક રૂટ ડાયવર્ટ કરવા પડ્યા. અનેક ટ્રેનો રદ કરવામાં આવી અથવા તો વિલંબ થયો હતો. દિલ્હીથી જતી અનેક ટ્રેનો રદ કરવામાં આવી હતી. દિલ્હી-ગાઝીપુર બોર્ડરને પણ ૧૦ કલાક બાદ ખોલવામાં આવી હતી. બંધ પૂર્ણ થયા બાદ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે અમારો બંધ સ ફળ રહ્યો. અમને ખેડૂતોનું પૂરતુ સમર્થન મળ્યું. અમે સરકાર સાથે વાતચીત કરવા માટે તૈયાર છીએ પરંતુ આવું થઇ રહ્યું નથી.

ભારત બંધને પગલે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં વાહન વ્યવહાર ખોરવાયો હતો. અનેક મુખ્ય માર્ગો પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી. નોએડાના ડીએનડીમાં ભીષણ જામ લાગી ગયો હતો. દિલ્હી-ગાઝીપુરની તરફથી આવતા-જતા બન્ને માર્ગોને બંધ કરી દેવામાં આવ્યા હતાં. બીજી તરફ ગુરૂગ્રામ-દિલ્હી સરહદે પણ સ્થિતિ ગંભીર રહી અને સેંકડો વાહનો લાંબા સમય સુધી જામના ફસાયેલા રહ્યાં. આ ઉપરાંત અનેક રાજ્યોમાં ટ્રેન વ્યવહાર પણ ખોરવાઇ ગયો હતો. કેટલીક ટ્રેનોને રદ કરી દેવામાં આવી હતી તો કેટલીકને પ્રદર્શનકારીઓએ રોકી દીધી હતી. બીજી તરફ પંજાબના બનૂડ ખરડ હાઇવે પર સનેટામાં ખેડૂતોએ સરકારી બસો સહિત તમામ વાહનોને રોકી દીધા હતાં. પશ્ચિમી ઉત્તર પ્રદેશના તમામ જિલ્લાઓમાં ચિહ્નિત માર્ગો અને ચાર રસ્તાઓ પર ખેડૂત સંગઠનોએ જામ લગાવતા ધરણા કર્યા હતાં. મેરઠમાં વેપારીઓએ પણ બજાર બંધ રાખ્યા. જોકે અનેક જિલ્લાઓમાં બજાર સામાન્ય દિવસોની જેમ ખુલ્લા રહ્યા હતાં પરંતુ અનેક સ્થળોએ ખેડૂત નેતાઓએ ખુલ્લી દુકાનોને બ ંધ કરાવી દીધી. રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં ભારત બંધની અસર જોવા મળી. અહીંના કૃષિ પ્રધાન ગંગાનગર હનુમાનગઢ જિલ્લામાં મુખ્ય બજારો પૂરી રીતે બંધ રહ્યાં. ખેડૂતોએ અનેક મુખ્ય માર્ગો પર રેલીઓ કાઢી અને બેઠકો કરી. બીકાનેર, સીકર અને નાગૌર જેવા જિલ્લાઓના અનેક કસ્બાઓમાં બજારો આંશિક રીતે ખુલ્લા રહ્યાં. આ સાથે જ રાજસ્થાનના સરહદી જિલ્લાઓમાં ભારત બંધે રેલવે સેવાઓને પણ પ્રભાવિત કરી. બીજી તરફ રાજ્યની રાજધાની જયપુરમાં ભારતીય ખેડૂત યુનિયનના નેતૃત્વમાં ખેડૂતોએ ટ્રેક્ટર-ટ્રોલીઓમાંથી રેલી કાઢી.