Sardar Gurjari

બુધવાર, તા. ૨૦ ઓક્ટોબર, ૨૦૨૧, આસો પૂનમ, વિ.સં. ૨૦૭૭, વર્ષ - ૨૧, અંક-૧૨૩

મુખ્ય સમાચાર :
વડાપ્રધાન મોદી દ્વારા આયુષ્માન ભારત ડિઝિટલ મિશન લોન્ચ
-આયુષ્માન ભારતના આગમન બાદ હોસ્ટિપટલ જતા ખચકાતા ગરીબોનો ડર દૂર થયો : મોદી -યોજના અંતર્ગત દરેક નાગરિકને હેલ્થ આઇડી આપવામાં આવશે -દર્દી-ડોક્ટર પોતાના રેકોર્ડ ચેક કરી શકશે
28/09/2021 00:09 AM Send-Mail
શું છે ડિજિટલ હેલ્થ મિશન?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશનની શરુઆત કરી. આ મિશન અંતર્ગત દેશના તમામ લોકોને એક યુનીક આઈડી કાર્ડ આપવામાં આવશે, જેમાં તેમના સ્વાસ્થ્યને લગતી તમામ જાણકારી હશે. આનો સૌથી મોટો ફાયદો થશે કે જો તમે દેશના કોઈ પણ ખૂણામાં સારવાર માટે જશો તો તમારે કોઈ રિપોર્ટ અથવા પ્રિસ્ક્રિપ્શન વગેરે સાથે લઈ જવાની જરુર નથી. ડોક્ટર તમારું કાર્ડ જોઈને જ જાણકારી મેળવી લેશે કે તમને પહેલા કઈ બીમારી હતી તેમજ કયાં અને કેવી સારવાર લેવામાં આવી છે. પહેલા આ મિશનનું નામ નેશનલ ડિજિટલ હેલ્થ મિશન હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫મી ઓગસ્ટ ૨૦૨૦ના રોજ લાલ કિલ્લાથી આ યોજનાની જાહેરાત કરી હતી. અત્યારે આ યોજના અંદમાન-નિકોબાર, ચંદીગઢ, દાદર નગર હવેલી, દમણ-દીવ,લદ્દાખ અને લક્ષદ્વીપમાં ચાલી રહી હતી. હવે આ યોજનાને આખા દેશમાં લાગુ કરવામાં આવશે. આ મિશનનો હેતુ છે કે દરેક વ્યક્તિની હેલ્થકેર સર્વિસ આપનારી સંસ્થાઓ સુધી પહોંચ સરળ બની જાય.

આધારકાર્ડ જેવી આઇડી હશે
પ્રધાનમંત્રી ડિજિટલ હેલ્થ મિશન અંતર્ગત એક યુનિક ડિજિટલ હેલ્થ કાર્ડ આપવામાં આવશે, જે એક પ્રકારનું ઓળખ પત્ર હશે. તે આધાર સમાન હશે, જેનો ૧૪ અંકોનો એક નંબર જનરેટ કરવામાં આવશે. આ નંબરની મદદથી દર્દીની અંગત મેડિકલ હિસ્ટ્રી જાણી શકાશે. આ કાર્ડ આધારના માધ્યમથી પણ બનાવી શકાશે અને મોબાઈલ નંબરની મદદથી પણ બનાવી શકાશે. દેશના કોઈ પણ ખૂણામાં તમે સારવાર માટે જશો તો તમારે રિપોર્ટ અથવા પ્રિસ્ક્રિપ્શન વગેરે લઈ જવાની જરુર નહીં પડે. કારણકે તમામ માહિતી હેલ્થ કાર્ડમાં હશે.દરેક દર્દીનો મેડિકલ ડેટા રાખવા માટે હોસ્પિટલ, ક્લીનિક અને ડોક્ટર્સને એક સેન્ટ્રલ સર્વર સાથે લિંક કરવામાં આવશે. એટલે કે હોસ્પિટલ, ક્લીનિક અને ડોક્ટર પણ રજિસ્ટર હશે. જો કે સરકાર અત્યારે તેને કોઈના માટે ફરજિયાત નહીં કરે. પરંતુ પ્રયત્ન કરવામાં આવશે કે ધીરે ધીરે તમામ લોકો આ સિસ્ટમ સાથે જોડાઈ જાય.

સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ભારત દ્વારા વધુ એક મહત્વનું પગલુ ભરવામાં આવ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આયુષ્યમાન ભારત ડિઝિટલ મિશનને લૉન્ચ કર્યુ છે. આ યોજના હેઠળ દેશના દરેક નાગરિકની હેલ્થ આઇડી તૈયાર કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજનાને લૉન્ચ કરતા કહ્યુ કે સ્વાસ્થ્યના ક્ષેત્રમાં એક ક્રાંતિકારી પગલુ છે. પીએમ મોદીએ કહ્યુ કે દેશની ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોની સારવારમાં આ યોજનાએ મહત્વની ભૂમિકા ભજવી છે, હવે ડિઝિટલ ફોર્મમાં આવતા તેનો વિસ્તાર થઇ રહ્યો છે.

પીએમ મોદીએ કહ્યુ કે હવે દરેક કોઇને હેલ્થ આઇડી મળશે, તેની મદદથી દર્દી અને ડૉક્ટર પોતાના રેકોર્ડ ચેક કરી શકે છે. જેમાં ડૉક્ટર્સ, નર્સ સહિત અન્ય સ્વાસ્થ્ય કર્મીઓનું રજિસ્ટ્રેશન થશે. હોસ્પિટલ-ક્લીનિક-મેડિકલ સ્ટોર્સનું રજિસ્ટ્રેશન થશે. પીએમ મોદીએ કહ્યુ કે ડિઝિટલ ઇન્ડિયા અભિયાને દેશના સામાન્ય નાગરિકની તાકાત વધારી દીધી છે. આપણા દેશ પાસે ૧૩૦ કરોડ આધાર નંબર, ૧૧૮ કરોડ મોબાઇલ યૂઝર, ૮૦ કરોડ ઇન્ટરનેટ યૂઝર, ૪૩ કરોડ જનધન બેક્ન ખાતા છે, આવુ દુનિયામાં કયાય નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આરોગ્ય સેતુ એપથી કોરોના સંક્રમણ ફેલાતા રોકવામાં મદદ મળી, આ સાથે જ ભારત બધાને મફત વેક્સીન આપી રહ્યુ છે. અત્યાર સુધી ૯૦ કરોડ વેક્સીન લાગી શકી છે અને તેમાં કો-વિનનો મોટો રોલ છે. વડાપ્રધાન મોદીએ કહ્યુ કે કોરોના કાળમાં ટેલિમેડિસિને પણ બધાની મદદ કરી છે. આયુષ્યમાન યોજના હેઠળ અત્યાર સુધી ૨ કરોડ દેશવાસી મફત સારવાર કરાવી ચુકયા છે. પીએમ મોદીએ કહ્યુ કે પહેલા કેટલાક ગરીબ એવા હતા, જે હોસ્પિટલ જતા બચતા હતા પરંતુ આયુષ્યમાન ભારત આવવાને કારણે તેમણો આ ડર દૂર થઇ ગયો છે. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યુ કે દેશના અલગ અલગ ભાગના પ્રવાસ દરમિયાન તે આયુષ્યમાન ભારતના લાભાર્થીઓને મળતા રહે છે. પીએમ મોદીએ કહ્યુ કે છેલ્લા ત્રણ વર્ષમાં સરકારે લાખો-કરોડો રૃપિયા માત્ર ગરીબની ચિંતાઓ દૂર કરવા માટે ખર્ચ કર્યા છે. સરકાર તરફથી દેશના વર્તમાન અને ભવિષ્યમાં એક મોટુ રોકાણ કરવામાં આવી રહ્યુ છે. પીએમ મોદીએ કહ્યુ કે હજુ સુધી લોકોએ કોઇ બીજી જગ્યાએ સારવાર માટે જવા માટે પોતાનો પુરો મેડિકલ ઇતિહાસ લઇ જવો પડે છે, પરંતુ જ્યારે આવી સુવિધાઓ ડિઝિટલી થશે ત્યારે લોકોની સાથે સાથે ડૉક્ટર્સની પણ મદદ મળશે.