Sardar Gurjari

બુધવાર, તા. ૨૦ ઓક્ટોબર, ૨૦૨૧, આસો પૂનમ, વિ.સં. ૨૦૭૭, વર્ષ - ૨૧, અંક-૧૨૩

મુખ્ય સમાચાર :
તમિલનાડુ : મહિલા એરફોર્સ અધિકારીનો સીનિયર પર રેપનો આરોપ
કોઈમ્બતૂર પોલીસ કમિશનરના કાર્યાલયમાં ફરિયાદ કરતાં ગાંધીપુરમમાં અખિલ મહિલા પોલીસ સ્ટેશનને તપાસના નિર્દેશ આપ્યા
28/09/2021 00:09 AM Send-Mail
તમિલનાડુના કોઈમ્બતૂર જિલ્લામાં એરફોર્સની એક મહિલા અધિકારીએ પોતાના સીનિયર ફ્લાઈટ લેફ્ટનન્ટ અધિકારી પર રેપનો આરોપ લગાવ્યો છે ત્યારબાદ પોલિસે આરોપીની ધરપકડ કરીને રેપની કલમો હેઠળ કેસ પણ નોંધી લીધો છે. ત્યારબાદ આરોપીને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. આરોપી હાલમાં જેલમાં બંધ છે. માહિતી મુજબ આ સમગ્ર કેસ ઈન્ડિયન એરફોર્સ કૉલેજ ઈન રેડફીલ્ડ્ઝનો છે જ્યાં ૨ સપ્તાહ પહેલા એક મહિલા અધિકારીઓ આરોપ લગાવ્યો છે કે તેની સાથે તેના સીનિયર અધિકારીએ રેપ કર્યો.

૨૯ વર્ષની મહિલા અધિકારીનો આરોપ છે કે ૧૦ સપ્ટેમ્બરના રોજ કૉલેજ કેમ્પસમાં રમતા-રમતા તેને ઈજા થઈ ગઈ હતી ત્યારબાદ તેણે રાતે દવા લીધી અને પોતાના રૃમમાં સૂઈ ગઈ હતી. જ્યારે તે રાતે ઉઠી તો તેણે જોયુ કે આરોપી તેની સામે હતો અને તેના શરીર પર કપડા નહોતા. મહિલાએ જણાવ્યુ કે આરોપી અધિકારી પણ કપડા વિના હતો, આ દરમિયાન તેની સાથે રેપ કરવામાં આવ્યો.

મહિલાનો આરોપ છે કે પહેલા તો તેણે વાયુસેનાના અધિકારીઓ પાસે જ એ ફરિયાદ પહોંચાડી હતી પરંતુ તેની ફરિયાદ પર કોઈ કાર્યવાહી ન થઈ. ત્યારબાદ મહિલા કોઈમ્બતૂર પોલિસ પાસે પહોંચી જ્યાં તેણે પોતાની ફરિયાદમાં ભારતીય વાયુસેનાના અધિકારીઓનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યુ કે તે તેમની તપાસથી સંતુષ્ટ નથી. મહિલાએ બાદમમાં કોઈમ્બતૂર પોલિસ કમિશનરના કાર્યાલયમાં ફરિયાદ કરી જેણે ગાંધીપુરમમાં અખિલ મહિલા પોલિસ સ્ટેશનને તપાસ કરવાના નિર્દેશ આપ્યા. તપાસ બાદ છત્તીસગઢના ફ્લાઈટ લેફ્ટનન્ટ અમરિંદરને એક જજના ઘરે લઈ જવામાં આવ્યા . અમરિંદરના વકીલે અદાલતમાં રજૂ કર્યુ હતુ કે કોઈમ્બતૂર પોલિસ પાસે વાયુસેનાના કર્મીઓ સામે તપાસનો અધિકાર નથી. આગળ કહ્યુ કે એક બચાવ અદાલતમાં એક પરીક્ષણ કરવુ જોઈએ. પોલિસે જવાબી આરોપનામુ દાખલ કરવા માટે સમય માંગ્યો છે.