Sardar Gurjari

બુધવાર, તા. ૨૦ ઓક્ટોબર, ૨૦૨૧, આસો પૂનમ, વિ.સં. ૨૦૭૭, વર્ષ - ૨૧, અંક-૧૨૩

મુખ્ય સમાચાર :
વડતાલમાં ફાગણી-ચૈત્રી પૂનમે સર્જાતી સમસ્યા હલ કરવા પાંચ માળના મલ્ટી લેવલ પાર્કિંગ માટે ગ્રાન્ટ ફાળવવા માંગ
યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવિષ્ટ તીર્થધામ વડતાલમાં અદ્યતન તળાવ, રેન વોટર ડ્રેનર સહિતના કામોની દરખાસ્ત
28/09/2021 00:09 AM Send-Mail
રાજય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલનો સમાવેશ કરાયાં બાદ વિવિધ વિકાસ કામો માટે ચક્રો ગતિમાન કરાયા છે.

જેમાં ફાગણી પૂનમ, ચૈત્રી પૂનમ સહિતના તહેવારોમાં ઉમટતા ભાવિકજનો, સર્જાતી પાર્કિંગની સમસ્યા હલ કરવા પાંચ માળનો મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવા વડતાલ મંદિર તરફથી માગણી કરવામાં આવી છે.

જેમાં તાજેતરમાં મુખ્ય ઈજનેરની મુલાકાત સમયે યાત્રાધામ વડતાલ વિકાસના કામો અંગે બેઠક રાખવામાં આવી હતી. બેઠકમાં યાત્રાધામ વડતાલના વિકાસ માટે વિવિધ કામો સૂચવવામાં આવ્યાં હતાં અને આ વિકાસ કામોની ગ્રાન્ટ ફાળવવા મંદિર દ્વારા માગણી કરવામાં આવી હતી. સરકાર દ્વારા આ ગ્રાન્ટ ફાળવવામાં આવે તો વડતાલનો સર્વાંગી વિકાસ કામો હાથ ધરી શકાય છે. વડતાલ મંદિર દ્વારા વિકાસ કામોની કરાયેલી દરખાસ્તમાં મંદિર દ્વારા આ કામોના ૩૦ ટકા ખર્ચ ભોગવવાની બાહેંધરી આપવામાં આવી છે. જેમાં ટ્રાફિક સમસ્યા નિવારવા માટે કેદારેશ્વર મહાદેવ તળાવની સામે રોડની બાજુમાં ઘેલા હનુમાન પાસે ૫ માળનો મલ્ટી લેવલ પાર્કિંગ ઝોન બનાવવાની માગણી કરવામાં આવી છે. આ ઉપરાંત કેદારેશ્વર મહાદેવ પાસે ગોમતી જેવું અદ્યતન તળાવ બનાવવા, ભરવાડવાસની બાજુમાં પાર્કિંગ ઝોન, જ્ઞાનબાગના રસ્તાથી ત્રણ દરવાજા સુધી સીસી રોડ, સમગ્ર વડતાલમાં ઇલેક્ટ્રીક અન્ડર ગ્રાઉન્ડ સોલાર સિસ્ટમ અને વડતાલમાં રેન વોટર ડ્રેનર લાઇન નાંખવાની માંગ કરવામાં આવી છે.

વણઝારીયા : શહીદ જવાનનો પાર્થિવ દેહ કપડવંજ લવાયો, એક કિ.મી. લાંબી અંતિમ યાત્રા નીકળી

નડિયાદ નજીક ટ્રેલરમાં આગ લાગતા અફડાતફડી : ચાલકનો આબાદ બચાવ

હોસ્પિટલની ગંભીર બેદરકારી: પથરીના ઓપરેશન માટે દાખલ કરાયેલ દર્દીની કિડની જ કાઢી નાંખી

નડિયાદ એસ.ટી.ડિવિઝનની બસોનું ર૧ ઓકટો.ની મધ્યરાત્રિથી બ્રેક ડાઉન

મહુધા : બસના સમયમાં ફેરફાર કરાતા વિદ્યાર્થીઓ, નોકરીયાતો અટવાયા

કપડવંજ : વણઝારિયાના જવાન જમ્મુમાં આતંકવાદીઓ સામેની અથડામણમાં શહિદ

નડિયાદમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા તા. ૧૮ ના રોજ 'મેગા લિગલ સર્વિસીસ કેમ્પ' યોજાશે

નડિયાદના દાંડીમાર્ગમાં આવતા રસ્તા પર ડામર પીગળતા કેટલાય વાહનો સ્લીપ ખાઈ ગયા