Sardar Gurjari

બુધવાર, તા. ૨૦ ઓક્ટોબર, ૨૦૨૧, આસો પૂનમ, વિ.સં. ૨૦૭૭, વર્ષ - ૨૧, અંક-૧૨૩

મુખ્ય સમાચાર :
આણંદ જિલ્લામાં ભાદરવો ભરપૂરથી ડાંગર સહિતના પાકોને જીવતદાન
ડિઝાસ્ટર વિભાગના મતે જિલ્લામાં સરેરાશ ૯૩.૩૩ ટકા વરસાદ
28/09/2021 00:09 AM Send-Mail
તાલુકાવાઇઝ વરસાદ (ઇંચમાં)
તાલુકો સરેરાશ હાલનો વરસાદ વરસાદ બોરસદ ૩૨.૫ ૨૬.૫ પેટલાદ ૩૨.૫ ૨૭ આણંદ ૩૩.૫ ૩૯.૫ આંકલાવ ૩૩ ૨૩ સોજીત્રા ૨૯ ૩૦ તારાપુર ૨૭ ૨૨ ખંભાત ૩૦.૫ ૩૬ ઉમરેઠ ૨૬ ૨૪.૫

આણંદ જિલ્લામાં પણ મેઘરાજાએ શ્રાવણ માસ પણ મોટાભાગે કોરોધાકોર પસાર કર્યાની બાબતે ખેડૂતોમાં ઘેરી ચિંતા વ્યાપી હતી. બીજી તરફ રાજય સરકાર દ્વારા પણ કેનાલો દ્વારા સિંચાઇનું પાણી આપવા માટેનો સમયગાળો નિયત કરવામાં આવ્યો હતો. આથી ડાંગર સહિતના પાકની મોડેથી રોપણી કરનાર ખેડૂતોને પરેશાનીભરી સ્થિતિનો સામનો કરવો પડયો હતો.

પરંતુ ભાદરવાની શરુઆત સાથે જ મેઘમહેર વરસવાની શરુઆત થતા અનુભવી વડીલો ભાદરવો ભરપૂર રહેશેની ધારણા કરી રહ્યા હતા. જે લગભગ સાચી પડતા ખેડૂતોને ખાસ્સો હાશકારો થવા પામ્યો છે. અને આ વર્ષનું ચોમાસુ પણ સફળ રહ્યાનું જણાવાઈ રહ્યું છે. ભાદરવા મહિનામાં સારા વરસાદને કારણે જિલ્લાના ડાંગર સહિતના ચોમાસુ પાકો બચી જવા પામ્યા છે અને ડાંગરનો મબલખ પાક ઉતરશેની સંભાવના ખેડૂતો વ્યકત કરી રહ્યા ્રે. જો કે હજી પણ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, ભાલ પંથકના ગણાતા ખંભાત, સોજીત્રા અને તારાપુર તાલુકામાં માફકસરનો વરસાદ પડ્યો છે. આ વિસ્તારમાં ડાંગરનું મોટાપાયે વાવેતર થયું હોવાથી મબલખ પાક ઉતરશેની ખેડૂતોમાં આશા બંધાઈ છે.

આણંદ જિલ્લાની ડિઝાસ્ટર કચેરીના અહેવાલ અનુસાર અત્યાર સુધીમાં હજી ભાદરવા મહિનાને નવેક દિવસ બાકી છે અને ભારતીય કેલેન્ડર મુજબ ભાદરવો મહિનો ચોમાસાનો અંતિમ મહિનો ગણાય છે. અત્યાર સુધીમાં આણંદ જિલ્લામાં સરેરાશ ૯૩.૩૩ ટકા વરસાદ પડી ગયો છે.

આણંદ-ખેડા જિલ્લાના વાલી-વિદ્યાર્થીઓ કોલેજોમાં એડમિશન માટે આવતા ફોનથી પરેશાન

ઉમરેઠ પંથકની વિદ્યાર્થિનીને શહેરની શાળામાં અભ્યાસ માટે આણંદ ડેપોએ બસ પાસના નાણાં ભરાવ્યા

વિદ્યાનગર: સ.પ.યુનિ.ને દાનવીર દેવાંગભાઇ પટેલ ઇપ્કોવાળા તરફથી ૩ર લાખનું માતબર દાન

આણંદ જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ચૂંટણીના પડઘમ : સરપંચની બેઠક માટે રોટેશન જાહેર

આણંદમાં આયુર્વદિક ખેતી સાથે વ્યવસાય કરવા ICARમાં એગ્રી બિઝનેસ ઇન્કયુબેટર સેન્ટર શરૂ કરાયું

આણંદ જિલ્લામાં દોઢેક મહિના અગાઉ લેવાયેલ ખાદ્ય પદાર્થોના સેમ્પલનો રિપોર્ટ આવ્યો

આણંદ જિલ્લામાં ગ્રામ પંચાયતોના કમ્પ્યુટર ઓપરેટર (VCE) ર૧ ઓકટો.થી આંદોલનના માર્ગ

લાંભવેલ : આનંદધામના વડીલો આનંદના ગરબે ઘૂમીને ભાવ વિભોર બન્યા