Sardar Gurjari

બુધવાર, તા. ૨૦ ઓક્ટોબર, ૨૦૨૧, આસો પૂનમ, વિ.સં. ૨૦૭૭, વર્ષ - ૨૧, અંક-૧૨૩

મુખ્ય સમાચાર :
કર્ણાટક તપાસમાં જતી ઉમરેઠ પોલીસને મહારાષ્ટ્રમાં નડેલો અકસ્માત : ડ્રાયવર ગંભીર
કરાડ નજીકના મઠાર ગામ પાસે આગળ જતી ટ્રકના ચાલકે એકદમ બ્રેક મારતાં ગાડી પાછળ અથડાતા છને ઈજા
28/09/2021 00:09 AM Send-Mail
ઉમરેઠ પોલીસ મથકે દાખલ થયેલા એક ઓનલાઈન ઠગાઈના ગુનાની તપાસ કરવા માટે કર્ણાટક અને દિલ્હી જતી પોલીસની વાનને મહારાષ્ટ્રના સતારા જિલ્લાના કરાડ નજીક આવેલા મઠાર પાસે ગંભીર અકસ્માત થતાં છને ઈજાઓ થવા પામી છે. જેમાં ડ્રાયવરને ગંભીર ઈજાઓ થતાં સતારાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માતની મળતી વિગતો અનુસાર ઉમરેઠ પોલીસ મથકના એએસઆઈ રમેશભાઈ, પોલીસ જવાનો જૈનુલઆબેદ્દીન, ભરતભાઈ, એલઆરડી અજીતસિંહ, ડ્રાયવર દિલિપભાઈ, ડ્રાયવર નિર્મલસિંહ એસએમએલ ગાડી નંબર જીજે-૨૩, જી-૦૩૫૮માં સવાર થઈને ઓનલાઈન ઠગાઈના દાખલ થયેલા ગુનાની તપાસ માટે કર્ણાટકના હંબલી અને દિલ્હી જવા માટે નીકળ્યા હતા.

ગત ૨૩મી તારીખના રોજ સાંજના સુમારે તેઓ નેશનલ હાઈવે નંબર ૪ ઉપર આવેલા મહારાષ્ટ્રના સતારા જિલ્લાના કરાડ તાલુકાના મઠાર ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આગળ આવતા એક વણાંક ઉપર આગળ જતી ટ્રકના ચાલકે એકદમ પોતાની ટ્રકને બ્રેક મારી દેતાં પાછળ આવતી ઉમરેઠ પોલીસની એસએમએલ કાર ધડાકાભેર અથડાઈ હતી. જેમાં ડ્રાયવર સહિત તમામને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી. ગંભીર રીતે ઘવાયેલા ડ્રાયવર દિલીપકુમારને તુરંત જ સતારાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ઉમરેઠના પીએસઆઈ સી. એફ. રાઠોડ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતા અને સમગ્ર બનાવની જાત માહિતી મેળવીને ઘવાયેલાઓની સારવારમાં કોઈ કચાશ ના રહે તે માટેની કાર્યવાહી હાથ ધરી હતી.

આણંદ-ખેડા જિલ્લાના વાલી-વિદ્યાર્થીઓ કોલેજોમાં એડમિશન માટે આવતા ફોનથી પરેશાન

ઉમરેઠ પંથકની વિદ્યાર્થિનીને શહેરની શાળામાં અભ્યાસ માટે આણંદ ડેપોએ બસ પાસના નાણાં ભરાવ્યા

વિદ્યાનગર: સ.પ.યુનિ.ને દાનવીર દેવાંગભાઇ પટેલ ઇપ્કોવાળા તરફથી ૩ર લાખનું માતબર દાન

આણંદ જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ચૂંટણીના પડઘમ : સરપંચની બેઠક માટે રોટેશન જાહેર

આણંદમાં આયુર્વદિક ખેતી સાથે વ્યવસાય કરવા ICARમાં એગ્રી બિઝનેસ ઇન્કયુબેટર સેન્ટર શરૂ કરાયું

આણંદ જિલ્લામાં દોઢેક મહિના અગાઉ લેવાયેલ ખાદ્ય પદાર્થોના સેમ્પલનો રિપોર્ટ આવ્યો

આણંદ જિલ્લામાં ગ્રામ પંચાયતોના કમ્પ્યુટર ઓપરેટર (VCE) ર૧ ઓકટો.થી આંદોલનના માર્ગ

લાંભવેલ : આનંદધામના વડીલો આનંદના ગરબે ઘૂમીને ભાવ વિભોર બન્યા