Sardar Gurjari

બુધવાર, તા. ૨૦ ઓક્ટોબર, ૨૦૨૧, આસો પૂનમ, વિ.સં. ૨૦૭૭, વર્ષ - ૨૧, અંક-૧૨૩

મુખ્ય સમાચાર :
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રજવાડાઓનું મ્યુઝીયમ બનાવવા એનસીપી નેતા જયંત બોસ્કીનો અનુરોધ
કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદ્દઘાટન પ્રસંગે મ્યુઝીયમ બનાવવાની વડાપ્રધાને લાગણી વ્યકત કરી હોવાનો ઉલ્લેખ
28/09/2021 00:09 AM Send-Mail
ગુજરાતમાં કેવડિયા ખાતે સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રજવાડાઓનું મ્યુઝીયમ બનાવવાનો એનસીપી પ્રદેશ પ્રમુખ જયંતભાઇ પટેલ (બોસ્કી)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેખિત પત્ર દ્વારા અનુરોધ કર્યો છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાત અને દેશ માટે ગૌરવ સમાન બાબત છે. સાથોસાથ અખંડ ભારતનું નિર્માણ જેમના ત્યાગ અને બલિદાન વગર શકય ન હતું એવા રજવાડાઓનું મ્યુઝીયમ બને તેવી ક્ષત્રિય સમાજની માંગ હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદ્દઘાટન સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આવું મ્યુઝીયમ બને તેવી લાગણી વ્યકત કરી હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે.

વધુમાં જણાવ્યું છે કે, કેવડિયા ખાતે રજવાડાઓના મ્યુઝીયમ બાબતે કોઇ નકકર કામગીરી થઇ નથી અને ખૂબ ઓછી જમીનની ફાળવણી કરવામાં આવી છે. આથી રજવાડાઓના ત્યાગ અને બલિદાનને પ્રદર્શિત કરી શકાય તેવું ભવ્ય અને વિશાળ મ્યુઝીયમ બનાવવાની કામગીરી ઝડપથી શરુ થાય, ક્ષત્રિય સમાજની લાગણી અને માંગણીને યોગ્ય પ્રવાહ આપવામાં આવે તેવો જયંતભાઇ પટેલ દ્વારા વડાપ્રધાનને અનુરોધ કરાયો છે.


આણંદ-ખેડા જિલ્લાના વાલી-વિદ્યાર્થીઓ કોલેજોમાં એડમિશન માટે આવતા ફોનથી પરેશાન

ઉમરેઠ પંથકની વિદ્યાર્થિનીને શહેરની શાળામાં અભ્યાસ માટે આણંદ ડેપોએ બસ પાસના નાણાં ભરાવ્યા

વિદ્યાનગર: સ.પ.યુનિ.ને દાનવીર દેવાંગભાઇ પટેલ ઇપ્કોવાળા તરફથી ૩ર લાખનું માતબર દાન

આણંદ જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ચૂંટણીના પડઘમ : સરપંચની બેઠક માટે રોટેશન જાહેર

આણંદમાં આયુર્વદિક ખેતી સાથે વ્યવસાય કરવા ICARમાં એગ્રી બિઝનેસ ઇન્કયુબેટર સેન્ટર શરૂ કરાયું

આણંદ જિલ્લામાં દોઢેક મહિના અગાઉ લેવાયેલ ખાદ્ય પદાર્થોના સેમ્પલનો રિપોર્ટ આવ્યો

આણંદ જિલ્લામાં ગ્રામ પંચાયતોના કમ્પ્યુટર ઓપરેટર (VCE) ર૧ ઓકટો.થી આંદોલનના માર્ગ

લાંભવેલ : આનંદધામના વડીલો આનંદના ગરબે ઘૂમીને ભાવ વિભોર બન્યા