Sardar Gurjari

બુધવાર, તા. ૨૦ ઓક્ટોબર, ૨૦૨૧, આસો પૂનમ, વિ.સં. ૨૦૭૭, વર્ષ - ૨૧, અંક-૧૨૩

મુખ્ય સમાચાર :
આણંદ જિલ્લા પ્રભારીપદે ગજેન્દ્રસિંહ પરમાર અને ખેડામાં રાજેન્દ્ર ત્રિવેદીની નિયુકિત
28/09/2021 00:09 AM Send-Mail
ગુજરાત રાજ્યમાં નવી સરકાર કાર્યરત થયા બાદ વિવિધ જિલ્લામાં અલગ અલગ કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓને જવાબદારી સોપવામાં આવી છે. જેમાં અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાના બાબતોના રાજ્ય કક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમારની આણંદ જિલ્લાના પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

જયારે ખેડા જિલ્લાના પ્રભારી તરીકે કાયદા-ન્યાયતંત્ર અને સંસદીય બાબતોના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની નિમણૂંક કરવામાં આવી છે. ચરોતરમાં બંને પ્રભારીઓને ભાજપી અગ્રણીઓ, કાર્યકરો દ્વારા આવકારીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા જિલ્લા પ્રભારી તરીકેની જવાબદારી મંત્રીઓને સોંપવાની નવી પરંપરા શરુ કરવામાં આવી હતી.

રાજયના તમામ જિલ્લામાં પ્રભારી દ્વારા ત્યાંની સમસ્યા, વિકાસ કામો સહિતની બાબતોની દેખરેખ રાખે છે. ઉપરાંત મહત્વની બાબતોએ રાજય સરકાર સાથે સીધું સંકલન પણ રાખવામાં આવે છે.

આણંદ-ખેડા જિલ્લાના વાલી-વિદ્યાર્થીઓ કોલેજોમાં એડમિશન માટે આવતા ફોનથી પરેશાન

ઉમરેઠ પંથકની વિદ્યાર્થિનીને શહેરની શાળામાં અભ્યાસ માટે આણંદ ડેપોએ બસ પાસના નાણાં ભરાવ્યા

વિદ્યાનગર: સ.પ.યુનિ.ને દાનવીર દેવાંગભાઇ પટેલ ઇપ્કોવાળા તરફથી ૩ર લાખનું માતબર દાન

આણંદ જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ચૂંટણીના પડઘમ : સરપંચની બેઠક માટે રોટેશન જાહેર

આણંદમાં આયુર્વદિક ખેતી સાથે વ્યવસાય કરવા ICARમાં એગ્રી બિઝનેસ ઇન્કયુબેટર સેન્ટર શરૂ કરાયું

આણંદ જિલ્લામાં દોઢેક મહિના અગાઉ લેવાયેલ ખાદ્ય પદાર્થોના સેમ્પલનો રિપોર્ટ આવ્યો

આણંદ જિલ્લામાં ગ્રામ પંચાયતોના કમ્પ્યુટર ઓપરેટર (VCE) ર૧ ઓકટો.થી આંદોલનના માર્ગ

લાંભવેલ : આનંદધામના વડીલો આનંદના ગરબે ઘૂમીને ભાવ વિભોર બન્યા