Sardar Gurjari

બુધવાર, તા. ૨૦ ઓક્ટોબર, ૨૦૨૧, આસો પૂનમ, વિ.સં. ૨૦૭૭, વર્ષ - ૨૧, અંક-૧૨૩

મુખ્ય સમાચાર :
શ્રી ચરોતર મોટી સત્તાવીસ લેઉવા પાટીદાર સમાજ-માતૃસંસ્થાની પીપલગમાં વાર્ષિક સભા યોજાઇ
વિદ્યાનગરમાં વૈશ્વિક કક્ષાનું અત્યાધુનિક છાત્રાલયનું રપ કરોડના ખર્ચ નવનિર્માણનો મેગા પ્રોજેકટ
૧૯૬પમાં ર૩ ગુંઠા જમીનમાં આકાર પામેલા છાત્રાલયને ધરમૂળમાંથી ફેરફાર કરીને મલ્ટી પર્પઝ બિલ્ડીંગ બનાવાશે
28/09/2021 00:09 AM Send-Mail
શ્રી ચરોતર મોટી સત્તાવીસ લેઉવા પાટીદાર સમાજ-માતૃસંસ્થાની ૩૫મી વાર્ષિક સાધારણ સભા તાજેતરમાં પીપલગ સ્થિત પ્રમુખ સ્વામિ સાંસ્કૃતિક કેન્દ્ર-સમાજવાડીમાં યોજાઇ હતી. સહમંત્રી ગિરીશભાઇ બી.પટેલે ઉપસ્થિત હોદ્દેદારો, કેળવણી મંડળના સભ્યોને આવકાર્યા હતા. ગત સભાની કાર્યવાહી તથા વર્ષ ર૦ર૦-ર૦ર૧ના ઓડિટ થયેલ હિસાબો, વાર્ષિક અહેવાલ અને અંદાજપત્રને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.

આ પ્રસંગે માનદ મંત્રી ડો. એમ.સી.પટેલે જણાવ્યું હતું કે વિદ્યાનગરમાં વૈશ્વિક કક્ષાનું વર્લ્ડ કલાસ અત્યાધુનિક સુવિધાયુકત છાત્રાલયનું નિર્માણ કરવાનો મેગા પ્રોજેક્ટ માતૃસંસ્થાએ હાથ ધર્યો છે. ૧૯૬૫માં ૨૩ ગુંઠા જમીનમાં આકાર પામેલા છાત્રાલયને ધરમૂળથી ફેરફાર કરીને મલ્ટી પર્પઝ બિલ્ડીંગ બનાવવામાં આવશે. જેમાં હાઈટેક રૂમો, ક્લાસીસ, બિઝનેસ મિટીંગ માટે હોલ, ફંકશનો માટે હોલ વગેરે સુવિધા ઊભી કરાશે. માતૃસંસ્થાનું હેડ ક્વાર્ટર છાત્રાલય છે, કબીરવડલો છે. સમાજનું નિર્માણ પામેલ આ પ્રથમ સંકુલનો પ્રોજેક્ટ ઝડપથી શરૂ થશે.

માતૃસંસ્થાના ઉપપ્રમુખ વી.એમ.પટેલે જણાવ્યું હતું કે માતૃસંસ્થાના વલ્લભ વિદ્યાનગરમાં આવેલા શ્રી છોટાભાઈ પટેલ છાત્રાલયના નવીનીકરણ માટે સમિતિની કચના કરવામાં આવી છે. અત્યાધુનિક સુવિધાયુક્ત છાત્રાલયનો મેગા પ્રોજેક્ટ રૂા. ૨૫ કરોડના ખર્ચ હાથ ધરાશે. છાત્રાલયના નિર્માણથી ડી. ઝેડ.સ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ, એન.આર.આઈ. વિદ્યાર્થીઓ, વિદ્યાનગરમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને લાભ મળશે. આ માટે પ્રોજક્ટ રિપોર્ટ તૈયાર કરાશે. વિવિધ રૂમો, હોલ, ડાઈનિંગ હોલ, કિચન, કોમ્પ્યુટર રૂમ, ઈન્ડોર ગેમ્સની સુવિધા, પાર્કિંગ વ્યવસ્થા ઉપલબ્ધ કરાશે. આ પ્રોજેક્ટ તબક્કાવાર નિર્માણ પામશે. સભાના અધ્યક્ષ અને માતૃસંસ્થાના પ્રમુખ નગીનભાઈ પટેલે જણાવ્યું હતું કે ૧૮૯૫માં સ્થાપિત માતૃસંસ્થાએ ૧૯૬૫માં વિદ્યાનગરમાં છાત્રાલયનું નિર્માણ કર્યું. હવે સમયની માંગ મુજબ છાત્રાલયને જમીનદોસ્ત કરી તેના નવીનીકરણનો મેગા પ્રોજેક્ટ હાથ ધરાયો છે. વિદ્યાર્થીઓની સુવિધા માટે એરકંડિશન રૂમો પણ બનશે. રૂા. ૨૫ કરોડના આ પ્રોજેક્ટ માટે સમાજના દરેક ગામ પાસેથી રૂા. ૧૧ લાખની આર્થિક સહાયની અપેક્ષા છે. વિપુલભાઈ પટેલે જણાવ્યું હતું કે શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ સંચાલિત આણંદમાં શ્રી ડી.ઝેડ.પટેલ (રામોલ/લંડન) માધ્યમિક (ધોરણ ૯/૧૦) અને ઉચ્ચતર માધ્યમિક (ધોરણ ૧૧/૧૨) શાળા હાલમાં કાર્યરત છે. ઉચ્ચ પ્રાથમિક વિભાગ (ધોરણ ૬ થી ૮)નો સૂચિત પ્રોજેક્ટ તૈયાર કરવા માટે વર્તમાન શાળાનું વિસ્તરણ અને નવું બાંધકામ કરવાનું આયોજન છે. આ પ્રસંગે મંત્રી ડો. એમ.સી.પટેલ, માતૃસંસ્થાના પ્રમુખો નવનીતભાઈ પટેલ અને વી.એમ.પટેલ, જશભાઈ પટેલ, ચંદ્રકાંત પટેલ, ગિરીશભાઈ સી.પટેલ, સહિત મોટી સંખ્યામાં માતૃસંસ્થાના ટ્રસ્ટીઓ દાતા ટ્રસ્ટીઓ, હોદેદારો તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં. સહમંત્રી ગિરીશભાઇએ ઉપસ્થિત સૌ સભ્યો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. માતૃસંસ્થા દ્વારા આગામી સમૂહલગ્નોત્સવ ડી.સી.પટેલના સૌજન્યથી ડિસેમ્બર ૨૦૨૧માં પલાણામાં યોજાશે. આ પછી માર્ચ-એપ્રિલમાં સમૂહલગ્નોત્સવ થશે.

આણંદ-ખેડા જિલ્લાના વાલી-વિદ્યાર્થીઓ કોલેજોમાં એડમિશન માટે આવતા ફોનથી પરેશાન

ઉમરેઠ પંથકની વિદ્યાર્થિનીને શહેરની શાળામાં અભ્યાસ માટે આણંદ ડેપોએ બસ પાસના નાણાં ભરાવ્યા

વિદ્યાનગર: સ.પ.યુનિ.ને દાનવીર દેવાંગભાઇ પટેલ ઇપ્કોવાળા તરફથી ૩ર લાખનું માતબર દાન

આણંદ જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ચૂંટણીના પડઘમ : સરપંચની બેઠક માટે રોટેશન જાહેર

આણંદમાં આયુર્વદિક ખેતી સાથે વ્યવસાય કરવા ICARમાં એગ્રી બિઝનેસ ઇન્કયુબેટર સેન્ટર શરૂ કરાયું

આણંદ જિલ્લામાં દોઢેક મહિના અગાઉ લેવાયેલ ખાદ્ય પદાર્થોના સેમ્પલનો રિપોર્ટ આવ્યો

આણંદ જિલ્લામાં ગ્રામ પંચાયતોના કમ્પ્યુટર ઓપરેટર (VCE) ર૧ ઓકટો.થી આંદોલનના માર્ગ

લાંભવેલ : આનંદધામના વડીલો આનંદના ગરબે ઘૂમીને ભાવ વિભોર બન્યા