Sardar Gurjari

બુધવાર, તા. ૨૦ ઓક્ટોબર, ૨૦૨૧, આસો પૂનમ, વિ.સં. ૨૦૭૭, વર્ષ - ૨૧, અંક-૧૨૩

મુખ્ય સમાચાર :
આણંદ એપીએમસીની ચૂંટણી : ખેડૂત વિભાગમાં ૧ર ફોર્મ પરત ખેંચાતા ૧૦
બેઠક માટે ર૦ ઉમેદવારો મેદાનમાં ખરીદ વેચાણ વિભાગમાં ર બેઠક માટે ૩ ઉમેદવાર, વેપારી વિભાગની તમામ ૪ બેઠકો બિનહરિફ
28/09/2021 00:09 AM Send-Mail
આણંદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની આગામી ૭ ઓકટો.ર૦ર૧ના રોજ ચૂંટણી યોજાનાર છે. જેમાં ઉમેદવારી પરત ખેંચવાના આજે છેલ્લા દિવસે ઉમેદવારોની આખરી યાદી જાહેર કરવામાં આવી હતી.

જેમાં ખેડૂત વિભાગ ભરાયેલ કુલ ૩રમાંથી આજે ૧ર ફોર્મ પરત ખેંચાયા હતા. જેથી ૪રપ મતદારો ધરાવતા આ વિભાગની ૧૦ બેઠકો માટે હવે ર૦ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે.

જયારે ૪૮ મતદારો ધરાવતા સહકારી ખરીદ વેચાણ વિભાગમાં ર બેઠકો માટે ૩ ઉમેદવારો છે. વેપારી વિભાગમાં ૪ બેઠકો આજે બિનહરિફ જાહેર થઇ હતી. જેમાં બિપીનભાઇ પટેલ, પરેશભાઇ પટેલ, ભાવેશભાઇ પટેલ અને જીગરભાઇ શેઠ બિનહરિફ જાહેર કરાયા હતા. એપીએમસીના ચેરમેન ભરતભાઇ પટેલે જણાવ્યું હતું કે, આગામી ૭ ઓકટો.ના રોજ ખેડૂત અને ખરીદ વિભાગની ૧ર બેઠકો માટેની ચૂંટણી યોજાશે. જયારે બીજા દિવસે મતગણતરી હાથ ધરાશે.

આણંદ-ખેડા જિલ્લાના વાલી-વિદ્યાર્થીઓ કોલેજોમાં એડમિશન માટે આવતા ફોનથી પરેશાન

ઉમરેઠ પંથકની વિદ્યાર્થિનીને શહેરની શાળામાં અભ્યાસ માટે આણંદ ડેપોએ બસ પાસના નાણાં ભરાવ્યા

વિદ્યાનગર: સ.પ.યુનિ.ને દાનવીર દેવાંગભાઇ પટેલ ઇપ્કોવાળા તરફથી ૩ર લાખનું માતબર દાન

આણંદ જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ચૂંટણીના પડઘમ : સરપંચની બેઠક માટે રોટેશન જાહેર

આણંદમાં આયુર્વદિક ખેતી સાથે વ્યવસાય કરવા ICARમાં એગ્રી બિઝનેસ ઇન્કયુબેટર સેન્ટર શરૂ કરાયું

આણંદ જિલ્લામાં દોઢેક મહિના અગાઉ લેવાયેલ ખાદ્ય પદાર્થોના સેમ્પલનો રિપોર્ટ આવ્યો

આણંદ જિલ્લામાં ગ્રામ પંચાયતોના કમ્પ્યુટર ઓપરેટર (VCE) ર૧ ઓકટો.થી આંદોલનના માર્ગ

લાંભવેલ : આનંદધામના વડીલો આનંદના ગરબે ઘૂમીને ભાવ વિભોર બન્યા