Sardar Gurjari

બુધવાર, તા. ૨૦ ઓક્ટોબર, ૨૦૨૧, આસો પૂનમ, વિ.સં. ૨૦૭૭, વર્ષ - ૨૧, અંક-૧૨૩

મુખ્ય સમાચાર :
આણંદની પરિણીતા ઉપર પતિ અને સાસુ સસરા દ્વારા ત્રાસ ગુજારાતાં ફરિયાદ
28/09/2021 00:09 AM Send-Mail
આણંદ ખાતે રહેતી અને અમદાવાદ જિલ્લાના અમદાબાદ ગામમાં પરણેલી યુવતી ઉપર તેના પતિ અને સાસુ-સસરા દ્વારા શારીરીક તેમજ માનસિક ત્રાસ ગુજારીને પહેરેલા કપડે કાઢી મુકતાં આ અંગે આણંદના મહિલા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર આણંદ ખાતે રહેતી હિર નીતીનભાઈ રાઠોડ નામની યુવતીના લગ્ન એકાદ વર્ષ પહેલા અમદાબાદ ખાતે રહેતા પાર્થ હિંમતભાઈ વાલડીયા સાથે થયા હતા. શરૂમાં લગ્નજીવન સુખરૂપ ચાલ્યું

હતુ. પરંતુ થોડા સમય બાદથી જ પતિ અને સાસુ જયશ્રીબેન તેમજ સસરા હિંમતભાઈ દ્વારા તેણી ઉપર નાની નાની વાતોમાં વાંક કાઢીને ત્રાસ ગુજારવાનો ચાલુ કરી દીધો હતો. સસરા તેણી ઉપર ખરાબ દાનત રાખતા હોય આ અંગે પતિને ફરિયાદ કરતાં પતિએ ઉલ્ટાનું તેની સાથે બોલાચાલી કરીને મારા પિતા પર ખોટા આક્ષેપો કરે છે તેમ જણાવીને મારઝુડ શરૂ કરી દીધી હતી. દરમ્યાન પતિને પણ અન્ય સ્ત્રી સાથેના સંબંધો બંધાયા હોય તેને લઈને પણ ત્રાસમાં વધારો થઈ જવા પામ્યો હતો. સાસરી પક્ષના સભ્યોના ત્રાસને કારણે તેણે નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતુ. દરમ્યાન તેણી પાસે પિયરમાંથી પચાસ હજાર રૂપિયા લઈ આવવાની માંગણી કરી હતી. જે ના સંતોષાતા આખરે તેણીને પહેરેલા કપડે કાઢી મુકવામાં આવતા પોતાના પિયર આવતી રહી હતી અને ત્યારબાદ ગઈકાલે આણંદના મહિલા પોલીસ મથકે આવીને ત્રણેય વિરૂધ્ધ ફરિયાદ આપી હતી.