Sardar Gurjari

ગુરુવાર, તા. ૨ ડિસેમ્બર, ૨૦૨૧, કારતક વદ ૧૩, વિ.સં. ૨૦૭૮, વર્ષ - ૨૧, અંક-૧૬૩

મુખ્ય સમાચાર :
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં
સુરતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ૨૩૭ કરોડના વિકાસ કામોની ભેટ
૬ ઓક્સિજન પ્લાન્ટ, ૧૬ એમ્બ્યુલન્સને આપી લીલી ઝંડી
16/10/2021 00:10 AM Send-Mail
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતમાં હોસ્ટેલ ફેઝ-૧ના ભૂમિપૂજનમાં વર્ચ્યુઅલી હાજરી આપીને તેનુ ભૂમિ પૂજન કર્યુ હતું. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ હોસ્ટેલનું નિર્માણ કરશે, આ હોસ્ટેલ છોકરાઓની હશે. પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ભૂમિ પૂજનમાં હાજરી આપી હતી. આ હોસ્ટેલમાં અંદાજે ૧,૫૦૦ વિદ્યાર્થીઓ માટે રહેવાની વ્યવસ્થા હશે. હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ માટે સભાગૃહ અને પુસ્તકાલય પણ રહેશે. બીજા તબક્કાની હોસ્ટેલ આગામી વર્ષથી શરૃ થશે, જેમાં ૫૦૦ છોકરીઓ માટે રહેવાની વ્યવસ્થા હશે. તો સાથે જ આ કાર્યક્રમમાં તેમણે ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વખાણ કર્યા હતા.

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વખાણ કરતા પીએમ મોદીએ કહ્યું કે, ગુજરાતને એવા મુખ્યમંત્રી મળ્યાં છે, જે ટેકનોલોજીના જાણકાર છે, જમીન સાથે જોડાયેલા છે. અલગ અળગ ક્ષેત્રોમાં કામ કરવાનો તેમનો અનુભવ ગુજરાતના વિકાસમાં કામ આવશે. નગરપાલિકાથી શરૃ કરીને ઔડા સુધીની સફર, ૨૫ વર્ષથી અખંડ રૃપથી પ્રશાનને તેમણે નજીકથી જોયુ અને તેનું નેતૃત્વ કર્યુ છે. મને ખુશી છે કે આવા અનુભવી વ્યક્તિ ગુજરાતનું નેતૃત્વ કરી રહ્યાં છે. આટલા લાંબા સમયથી સાર્વજનિક જીવનમાં રહેવા છતા, વિવિધ પદ પર રહ્યા છે તેમના ખાતામાં કોઈ વિવાદ નથી. તેઓ ઓછુ બોલે છે, પણ કાર્યમાં કયારેય ઉણપ આવતી નથી. તેઓ સાયલન્ટ વર્કર તરીકે કામ કરવું તે તેમની કાર્યશૈલીનો હિસ્સો છે. અનેક લોકોને ખબર છે કે, તેમનો પરિવાર આદ્યાત્મક પ્રતિ સમર્પિત રહ્યો છે. આવા ઉત્તમ સંસ્કારવાળા નેતા નેતૃત્વ કરી રહ્યાં છે.

પીએમ મોદીએ કાર્યક્રમમાં કહ્યું કે, બાપુએ રામરાજ્યના આદર્શ પરચાલનારા સમાજની કલ્પના કરી હતી. મને ખુશી છે કે ગુજરાતના લોકો આ મૂલ્યોને મજબૂતીથી આગળ વધારી રહ્યાં છે. મને ગર્વ થાય છે કે ગુજરાત કેવી રીતે સરદાર પટેલની વિરાસતને આગળ વધારી રહ્યું છે. ગુજરાતના વિકાસમાં અનેક લોકોના તપ, ત્યાગ અને તપસ્યા છે. એવા લોકો છે, જેમણે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને વધારવામાં મોટી ભૂમિકા ભજવી છે. છગન ભાનો દ્રઢ વિશ્વાસ હતો કે, શિક્ષણ જ સમાજના સશક્તિકરણનું મુખ્ય પરિબળ છે. ૧૯૧૯ માં તેમણે કડીમાં સર્વ વિદ્યાલય કેળવણી મંડળની સ્થાપના કરી હતી. સરદાર પટેલના એક અવાજથી ભાઈકાકાએ નોકરી છોડીને શિક્ષણ વિભાગમાં મોટો રોલ ભજવ્યો. ભાઈકાકાએ એ સમયે રુરલ યુનિવર્સિટીનુ સપનુ જોયુ હતું. ભીખાભાઈ પટેલે પણ ભાઈકાકા અને સરદાર પટેલ સાથે કામ કર્યું. એચએમ પટેલ પણ સરદારના નજીકના ગણાતા. એવા અનેક નામ છે જે આજે મને યાદ આવી રહ્યા છે.

ભરશિયાળે વરસાદી માહોલ : ગુજરાતના ૯૬ તાલુકાઓમાં માવઠુ

ગાંધીનગર : ૩ વર્ષની બાળકીની હત્યા બાદ દુષ્કર્મ આચરનાર વિકૃત નરાધમને જીવે ત્યાં સુધી કેદ

ગુજરાતના વધુ ૯ જિલ્લાઓ માટે કૃષિ સહાય પેકેજ જાહેર

ગુજરાત હાઇકોર્ટનું આકરૂં વલણ, જરૂર પડ્યે અમુક હાઇરાઇઝ બિલ્ડિંગો તોડી પાડો

વડોદરામાં ટ્રાફિકના નિયમોનું શિસ્તબદ્ઘ પાલન કરતાં વાહનચાલકોને પેટ્રોલની ફ્રી ગિફ્ટ કુપન આપે છે

ગુજરાતમાં ૧૮ ટકા લોકો હજુ પણ ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે : નીતિ આયોગ

વડોદરા રેપ કેસ: મરતા પહેલા યુવતી સાથે મોબાઈલ પર ૩૬ સેકન્ડ વાત કરનાર ઈમરાન પકડાયો

૨૦૦ યુવતીઓનું ધર્માંતરણ કરાવ્યા બાદ નિકાહ કરાવ્યા