Sardar Gurjari

ગુરુવાર, તા. ૨ ડિસેમ્બર, ૨૦૨૧, કારતક વદ ૧૩, વિ.સં. ૨૦૭૮, વર્ષ - ૨૧, અંક-૧૬૩

મુખ્ય સમાચાર :
ગુજરાતમાં પ્રથમવાર સિવિલમાં બ્રેઇનડેડ દર્દીના બન્ને હાથનું દાન
નડિયાદના અરૂણભાઇનું હૃદય ચેન્નાઇમાં ધબકશે
16/10/2021 00:10 AM Send-Mail
દેશેરાનો પવત્ર દિવસ આજે સિવિલ હોસ્પિટલ માટે ઐતહાસિક દિવસ બની રહ્યો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નડિયાદના ૫૨ વર્ષીય પ્રજાપતિ બ્રેઇનડેડ જાહેર થતા તેમના પરિવારજનોએ અંગદાન માટેની તૈયારી દર્શાવી હતી. અરૂણભાઇ પ્રજાપતિના અંગોના દાન થકી ગુજરાતમાં પ્રમથ વખત બન્ને હાથના દાન મેળવવામાં પણ સફળતા મળ ીહતી. જ્યારે સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત બન્ને ફેફસાનું દાન મળ્યું હતું. બ્રેઇનડેડ અરૂણભાઇનું હૃદય અને બન્ને કિડનીનું પણ દાન મેળવવામાં સફળતા મળી હતી.

અંગદાનમાં મળેલ બન્ને હાથ મુંબઇ સ્થિત હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા જયપુરના ૨૨ વર્ષીય યુવકને પ્રત્યારોપણ માટે ગ્રીન કોરિડોર મારફતે મોકલવામાં આવ્યા હતાં. જ્યારે હૃદય અને ફેફસાને ગ્રીન કોરિડોર મારફતે ચેન્નાઇ મોકલવામાં આવ્યા. બન્ને કિડનીને અમદાવાદ સિવિલ મેડિસીટી સ્થિત કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ માટે મોકલવામાં આવી હતી.

દશેરાના દિવસે અરૂણભાઇના થયેલ અંગદાનની વિગતમાં તેઓ નડીઆદના વતની હતાં. તેઓને મગજના ભાગમાં ગાંઠ થતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતાં જ્યાં તેઓ બ્રેઇનડેડ જાહેર થતા સિવિલ હોસ્પિટલની સોટ્ટો ટીમ દ્વારા અરૂણભાઇના પરિવારજનોને અંગદાન માટે સમજાવવામાં આવ્યા હતાં. જેમાં તેમના પરિવારજનોએ સામાન્ય રીતે હૃદય, ફેફસાં અને કિડનીના અંગોના દાન માટે સંમતિ દર્શાવી હતી. સાથો સાથે પ્રથમ વખત એવું બન્યું કે અંગદાનમાં બન્ને હાથનાદાન માટે પણ પરિવારજનો દ્વારા સંમતિ દર્શાવવામાં આવી હોય.

ભરશિયાળે વરસાદી માહોલ : ગુજરાતના ૯૬ તાલુકાઓમાં માવઠુ

ગાંધીનગર : ૩ વર્ષની બાળકીની હત્યા બાદ દુષ્કર્મ આચરનાર વિકૃત નરાધમને જીવે ત્યાં સુધી કેદ

ગુજરાતના વધુ ૯ જિલ્લાઓ માટે કૃષિ સહાય પેકેજ જાહેર

ગુજરાત હાઇકોર્ટનું આકરૂં વલણ, જરૂર પડ્યે અમુક હાઇરાઇઝ બિલ્ડિંગો તોડી પાડો

વડોદરામાં ટ્રાફિકના નિયમોનું શિસ્તબદ્ઘ પાલન કરતાં વાહનચાલકોને પેટ્રોલની ફ્રી ગિફ્ટ કુપન આપે છે

ગુજરાતમાં ૧૮ ટકા લોકો હજુ પણ ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે : નીતિ આયોગ

વડોદરા રેપ કેસ: મરતા પહેલા યુવતી સાથે મોબાઈલ પર ૩૬ સેકન્ડ વાત કરનાર ઈમરાન પકડાયો

૨૦૦ યુવતીઓનું ધર્માંતરણ કરાવ્યા બાદ નિકાહ કરાવ્યા