Sardar Gurjari

ગુરુવાર, તા. ૨ ડિસેમ્બર, ૨૦૨૧, કારતક વદ ૧૩, વિ.સં. ૨૦૭૮, વર્ષ - ૨૧, અંક-૧૬૩

મુખ્ય સમાચાર :
સરકારી કર્મચારીઓની વર્ષો જૂની સમસ્યા ઉકેલાઇ
ગુજરાત : હવે પતિ-પત્ની બન્નેને એક જ સ્થળે નિયુક્તિ મળી શકશે
દિવ્યાંગ-ફિક્સ પેના મહિલા કર્મચારી ૧ વર્ષ, પુરૂષ કર્મચારી બે વર્ષની સેવા બાદ બદલીની અરજી કરી શકશે
17/10/2021 00:10 AM Send-Mail
રાજ્ય સરકાર દ્વારા સરકારી નોકરી કરતા દંપતીઓને લઇને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓ શક્ય હોય ત્યાં સુધી એક જ સ્થળે નિયુક્તિ આપવામાં સામાન્ય વહીવટી વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં પતિ-પત્ની સરકારી કર્મચારી હોય અને અલગ-અલગ જિલ્લામાં કામ કરતાં હોય તેવા કિસ્સામાં તેઓ એક સાથે રહી શકે તે માટે તેમને સાથે જ નિયુક્તિ આપવા કહેવાયું છે. ઉપરાંત ફિક્સ પે પર નોકરી કરતાં કર્મચારીઓને પણ ટ્રાન્સફર માટે પાંચ વર્ષની સેવા પૂરી કરવી જરૂરી નહીં રહે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના પરિપત્ર મુજબ જે કેસોમાં પતિ કે પત્ની રાજ્ય સેવા, પંચાયત સેવા કે રાજ્યના કોઇ જાહેર સાહસોમાં નોકરી કરતાં હોય તે કેસોમાં શક્ય હોય ત્યાં સુધી બન્નેને એક જ સ્થળે રાખવા પ્રયાસ કરવો. જે સ્થળે પતિ કે પત્ની હોય તે જ સ્થળે પતિ કે પત્નીને ચાલુ રાખવા કે કોઇ એક સ્થળે બન્નેને નિયુક્તિ આપવાની માગણીઓ પર વિચાર કરવો. આવી વિચારણા પ્રક્રિયા દરમિયાન સક્ષમત સત્તાએ જાહેર હિત, વહીવટી જરૂરિયાતો અને કામના હિતને પ્રાધાન્ય આપવાનું રહેશે.

આ પરિપત્રમાં દિવ્યાંગ તેમજ ફિક્સ પેથી નોકરી કરતાં કર્મચારીઓ માટે પણ આવકારદાયક નિર્ણય લેવાયો છે જેમાં દિવ્યાંગ તેમજ કરાર આધારે ફિક્સ પગારથી નિમણૂંક મેળવનાર મહિલા કર્મચારીએ ઓછામાં ઓછા એક વર્ષની ફરજ બજાવીહોય અને પુરૂષ કર્મચારીએ ઓછામાં ઓછા બે વર્ષની પરજ બજાવી હોય તો આવા ઉમેદવારો બદલી માટે અરજી કરે ત્યારે અરજીઓ ઉપર વિચારણા કરી બદલી કરી શકાશે. કેટલાક વિભાગો દ્વારા આવા કર્મચારીઓના કિસ્સામાં પાંચ વર્ષની સેવા પૂર્ણ ન થાય તે પહેલા બદલી-જિલ્લા ફેરબદલી નહીં કરવાની સૂચનાઓ પ્રસિદ્ઘ કરાય છે, જે સામાન્ય વહીવટ વિભાગની પ્રવર્તમાન સૂચનાઓ સાથે સુસંગત નથી.

રાજ્ય સરકારના આ નિર્ણયથી પતિ અને પત્ની બન્ને સરકારી કર્મચારી હોય અને અલગ અલગ સ્થળ કે જિલ્લામાં ફરજ બજાવતા હોય તેમને મોટી રાહત મળશે. સાથે જ તેમની બદલી માટે પાંચ વર્ષની ફરજિયાત સેવા આપવાની પણ જરૂર નહીં રહે.

ભરશિયાળે વરસાદી માહોલ : ગુજરાતના ૯૬ તાલુકાઓમાં માવઠુ

ગાંધીનગર : ૩ વર્ષની બાળકીની હત્યા બાદ દુષ્કર્મ આચરનાર વિકૃત નરાધમને જીવે ત્યાં સુધી કેદ

ગુજરાતના વધુ ૯ જિલ્લાઓ માટે કૃષિ સહાય પેકેજ જાહેર

ગુજરાત હાઇકોર્ટનું આકરૂં વલણ, જરૂર પડ્યે અમુક હાઇરાઇઝ બિલ્ડિંગો તોડી પાડો

વડોદરામાં ટ્રાફિકના નિયમોનું શિસ્તબદ્ઘ પાલન કરતાં વાહનચાલકોને પેટ્રોલની ફ્રી ગિફ્ટ કુપન આપે છે

ગુજરાતમાં ૧૮ ટકા લોકો હજુ પણ ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે : નીતિ આયોગ

વડોદરા રેપ કેસ: મરતા પહેલા યુવતી સાથે મોબાઈલ પર ૩૬ સેકન્ડ વાત કરનાર ઈમરાન પકડાયો

૨૦૦ યુવતીઓનું ધર્માંતરણ કરાવ્યા બાદ નિકાહ કરાવ્યા