Sardar Gurjari

ગુરુવાર, તા. ૨ ડિસેમ્બર, ૨૦૨૧, કારતક વદ ૧૩, વિ.સં. ૨૦૭૮, વર્ષ - ૨૧, અંક-૧૬૩

મુખ્ય સમાચાર :
ગુજરાત : અધિકારીઓને મુખ્યમંત્રીની ચેતવણી, લોકો હેરાન ના થવા જોઇએ
18/10/2021 00:10 AM Send-Mail
આજે બોટાદમાં આયોજીત કાર્યક્રમમાં સંબોધન દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે અધિકારીઓને ચેતવણી આપતા જણાવ્યું હતું કે વિવિધ નીતિ નિયમો બતાવી અરજદારને હેરાન કરવામાં ન આવે. જે કામ ન થઇ શકતા હોય તો ના પાડી દે. પહેલા ના પાડે અને બે વર્ષ પછી તે જ કામ કરી આપવામાં આવે તે શકય ના બને. કામ કરવામાં શબ્દોની મારામારી નડતી હોય તો શબ્દો જ બદલી નાખીએ. ગઢડા ખાતે નવનિર્મિત લીંબતરુ યાત્રિક ભવનના લોકાર્પણ પ્રસંગે હાજર રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇપટેલે કહયું હતું કે લોકોને હેરાનગતિ ના થાય તે માટે અમારા પ્રયત્નો છે.

લોકોને કચેરીના ધક્કા ખવડાવનાર અધિકારીઓને ચેતવણી આપતા કહ્યું હતું કે જે કામ ના થાય તો તે કામની તુરંત ના પાડવામાં આવે. જે કામ આજે ના થાય અને બે વર્ષ પછી થાય તે કેવી રીતે શકય બને ?જો ના થવાનું હોય તો પહેલા જ ના થાય. ભૂપેન્દ્રભાઇ પટેલે કહયું હતું કે શબ્દોની મારામારી હોય તો અધિકારીઓ શબ્દો લાવે કે જે આપણે સુધારી નાખીએ. અધિકારીઓને જેવો શબ્દ જોઇતો હોય તેવો શબ્દ મૂકી આપીએ, પણ લોકો હેરાન ના થવા જોઇએ.

મુખ્યમંત્રી પટેલે આજે ગઢડા ખાતે ૨૦ કરોડના ખર્ચ નવનિર્મિત લીંબતરુ યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યુ હતું. આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ, ધારાસભ્ય આત્મારામભાઇ પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઇ વિરાણી, પૂર્વમંત્રી સૌરભભાઇ પટેલ, વડતાલ મંદિરના પીઠાધિપતિ રાકેશપ્રસાદજી મહારાજ તેમજ ગોપીનાથજી મંદિરના સ્વામી હરીજીવનદાસજી મહારાજ, જિલ્લા કલેકટર તુષાર સુમેરા તથા પદાધિકારીઓ-અધિકારીઓ તેમજ સંતગણ પણ જોડાયા હતા.

ભરશિયાળે વરસાદી માહોલ : ગુજરાતના ૯૬ તાલુકાઓમાં માવઠુ

ગાંધીનગર : ૩ વર્ષની બાળકીની હત્યા બાદ દુષ્કર્મ આચરનાર વિકૃત નરાધમને જીવે ત્યાં સુધી કેદ

ગુજરાતના વધુ ૯ જિલ્લાઓ માટે કૃષિ સહાય પેકેજ જાહેર

ગુજરાત હાઇકોર્ટનું આકરૂં વલણ, જરૂર પડ્યે અમુક હાઇરાઇઝ બિલ્ડિંગો તોડી પાડો

વડોદરામાં ટ્રાફિકના નિયમોનું શિસ્તબદ્ઘ પાલન કરતાં વાહનચાલકોને પેટ્રોલની ફ્રી ગિફ્ટ કુપન આપે છે

ગુજરાતમાં ૧૮ ટકા લોકો હજુ પણ ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે : નીતિ આયોગ

વડોદરા રેપ કેસ: મરતા પહેલા યુવતી સાથે મોબાઈલ પર ૩૬ સેકન્ડ વાત કરનાર ઈમરાન પકડાયો

૨૦૦ યુવતીઓનું ધર્માંતરણ કરાવ્યા બાદ નિકાહ કરાવ્યા