Sardar Gurjari

ગુરુવાર, તા. ૨ ડિસેમ્બર, ૨૦૨૧, કારતક વદ ૧૩, વિ.સં. ૨૦૭૮, વર્ષ - ૨૧, અંક-૧૬૩

મુખ્ય સમાચાર :
વિઠ્ઠલ ઉદ્યોગનગર ઈન્ડસ્ટ્રીઝ એસો. દ્વારા ‘વિયુઆઈએ વોલીબોલ કોર્પોરેટ ટુર્નામેન્ટ-૨૦૨૧’નું સમાપન
19/10/2021 00:10 AM Send-Mail
વિઠ્ઠલ ઉદ્યોગનગર ઈન્ડસ્ટ્રીઝ એસો. દ્વારા વિઠ્ઠલ ઉદ્યોગનગરના ઉદ્યોગકારો/કર્મચારીઓ માટે તા. ૮ ઓક્ટોબર ૨૦૨૧થી વિયુઆઈએ વોલીબોલ કોર્પોરેટ ટુર્નામેન્ટ-૨૦૨૧ની શરૂઆત કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં ઔદ્યોગિક એકમોમાંથી ૧૭ ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

તા. ૧૭-૧૦-૨૦૨૧ રવિવારના રોજ આ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ રાખવામાં આવી હતી. જેમાં વિજેતા ગૃપમાં એલિકોન-એ તથા ક્લાસિકની ટીમો અને હારેલા ગ્રુપમાં જી.એમ.એમ.-બી તથા રોટોમેગ વચ્ચે સ્પર્ધા થઈ હતી.

ઉપરોક્ત પૈકી એલિકોન-એ ટીમ વિજેતા બનતા ત્નઉધ્. ઝૌખૈજ્ર્ઞ્ચ્ દગેૌઞ્ ડૂર્ઞ્ર (ઝૌર્રેખ્ઞ્) હગ્ર્ર્રન્ૃૂ્ર્ર ઈણ્ઘ્-૨૦૨૧-૨૨હ્મ ની ટ્રોફી મુખ્ય સ્પોન્સર મે. મિલ્સેન્ટ એપ્લાયન્સીસના સીઈઓ એચ.એસ. બારડ તથા એસો.ના પ્રમુખ હર્ષદભાઈ મહેતાના હસ્તે એનાયત કરવામાં આવી હતી. રનર્સ અપની ટ્રોફી ક્લાસિક ટીમને પ્રમુખ હર્ષદભાઈ મહેતાના હસ્તે એનાયત કરવામાં આવી હતી. આ ટ્રોફીની સ્પોન્સરશીપ મે. વિદ્યાવાયર્સ પ્રા. લિ. દ્વારા કરવામાં આવી હતી. હારેલા ગ્રુપમાં વિજેતા ટીમે જીએમએમ-બીને મે. મિલ્સેન્ટ એપ્લાયન્સીસના સીઈઓ એચ.એસ. બારડ તથા એસો.ના પ્રમુખ હર્ષદભાઈ મહેતાના હસ્તે એનાયત કરવામાં આવી હતી. ફાઈનલ મેચમાં સારું પ્રદર્શન કરનાર ખેલાડીને મે. એટલાન્ટા ઈલેક્ટ્રિકલ્સ પ્રા. લિ. દ્વારા જાહેર કરવામાં આવેલ મેન ઓફ ધી મેચની ટ્રોફી એલિકોનના મન્સુર વ્હોરાને અશ્વિનભાઈ મિસ્ત્રી, એચ.આર. (એટલાન્ટા ઈલેક્ટ્રિકલ્સ)ના હસ્તે એનાયત કરવામાં આવી હતી. પ્રાસંગિક પ્રવચનમાં એસો.ના પ્રમુખ હર્ષદભાઈ મહેતાએ આ ટુર્નામેન્ટના તમામ સ્પોન્સર્સ, ભાગ લેનાર ટીમો/ખેલાડીઓનો તથા આ ટુર્નામેન્ટના આયોજનમાં સહભાગી બનનાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. ટzુર્નામેન્ટની ફાઈનલ મેચ તથા સમાપન સમારંભ પ્રસંગે એસો. પ્રમુખ હર્ષદભાઈ મહેતા, સીનીયર વાઈસ પ્રેસિડેન્ટ કાંતિભાઈ ભુવા, માનદ મહામંત્રી હેમલભાઈ પંડ્યા, મંત્રી સ્નેહલ પટેલ, માજી પ્રમુખ નિલેશભાઈ પટેલ, સ્પોર્ટસ કમિટીના કન્વિનર ફાલ્ગુનભાઈ પટેલ, મુખ્ય સ્પોન્સર મિલ્સેન્ટના સીઈઓ એચ.એસ. બારડ, મે. એટલાન્ટા ઈલેક્ટ્રિકલ્સના એચ.આર. મેનેજર અશ્વિન મિસ્ત્રી તથા એલિકોન-એ, ક્લાસીક જીએમએમ-બી તથા રોટોમેગની ટીમના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આણંદ ગો.જો. શારદા મંદિરમાં એન.સી.સી. દિવસની ઉજવણી કરાઈ

બી.એડ. સ્પેશિયલ એજ્યુકેશન દ્વારા 'વિશ્વ એઈડ્સ જાગૃતતા દિવસ'ની ઉજવણી કરાઈ

ઈકો ક્લબ એક્સ્પોઝર વિઝિટ અંતર્ગત ગોપાલપુરા શાળાની મુલાકાત

એસ.એમ.પટેલ હોમ સાયન્સ કોલેજ અને પેરામાઉન્ટ એકડેમી વચ્ચે એમઓયુ થયા

ડિસ્ટ્રીક્ટ કરાટે ચેમ્પિયનશીપમાં વાડોકાઈ કરાટે ડો ફેડરેશન ઓફ ઈન્ડિયાનો દબદબો

હમીદપુરા પ્રાથમિક શાળામાં દિવ્યાંગ બાળકોને અનાજ કરિયાણાની કિટનું વિતરણ કરાયું

વિદ્યાનગર બી.જે.વાણિજય મહાવિદ્યાલયમાં વેબિનાર યોજાયો

સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસમાં 'બેન્િંકગ એન્ડ ફાયનાન્સ' વિષય આધારિત એક્ષપર્ટ ટોકનું આયોજન