Sardar Gurjari

ગુરુવાર, તા. ૨ ડિસેમ્બર, ૨૦૨૧, કારતક વદ ૧૩, વિ.સં. ૨૦૭૮, વર્ષ - ૨૧, અંક-૧૬૩

મુખ્ય સમાચાર :
આણંદ જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ચૂંટણીના પડઘમ : સરપંચની બેઠક માટે રોટેશન જાહેર
અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ, સામાજીક-શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે અને તમામ પૈકી મહિલાઓ તથા સામાન્ય સરપંચની બેઠકો અંગેનું જાહેરનામું પ્રસિદ્વ : જિલ્લામાં સરપંચપદની કુલ ૩પ૧ બેઠકો પૈકી ૧પ૦ સામાન્ય મહિલા અને ૧૩૯ બિન અનામત સામાન્ય માટેની બેઠકો : અનુ.આદિજાતિ પૈકી મહિલા માટે સરપંચની એકપણ અનામત બેઠક નહીં
19/10/2021 00:10 AM Send-Mail
આણંદ જિલ્લાની ૧૯ર ગ્રામ પંચાયતોની ડિસે.ર૦ર૧માં ચૂંટણી
આણંદ જિલ્લાના ૮ તાલુકાઓની ડિસેમ્બર ર૦ર૧માં મુદ્દત પૂરી થતી હોય તેવી ૧૯ર ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવા માટે વહીવટીતંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. જેમાં આણંદ તાલુકાની ર૬ ગ્રામ પંચાયત, ઉમરેઠમાં ર૭, બોરસદના ૪ર, આંકલાવના ૧૩, પેટલાદના ર૩, સોજીત્રાના પ, ખંભાતના ૩૬ અને તારાપુરના ર૦ ગામોમાં પંચાયતની ચૂંટણી યોજાનાર છે. ઉલ્લેખનીય છે કે આગામી વર્ષ વિધાનસભા ચૂંટણી યોજાનાર છે. આથી ૧૯ર ગ્રામ પંચાયતોની ચૂંટણીની તૈયારીઓને લઇને ધીમા પગલે રાજકીય ચહલપહલ પણ શરુ થઇ છે. તેમાંયે આજે સરપંચની બેઠકોનું રોટેશન આજે જાહેર કરવામાં આવ્યું છે. ચૂંટણી વિભાગના સૂત્રોનુસાર જિલ્લાની જે ગ્રામ પંચાયતોની ડિસેમ્બર ર૦ર૧માં મુદ્દત પૂરી થાય છે તે ગામોની ચૂંટણી યોજવા માટે ચૂંટણી પંચના આદેશ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ૧૯ર ગામોની પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્વ કરવામાં આવી છે. જેમાં કોઇ વાંધા કે સૂચનો હોય તો સંલગj મામલતદારને ૧૮ ઓકટો. સુધીમાં રુબરુ મળીને રજૂઆત કરી શકાશે. ર૮ ઓકટો.ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્વ કરવામાં આવશે.

આણંદ તાલુકામાં સરપંચની કુલ ૪૪ પૈકી ૧૯ બેઠકો સામાન્ય મહિલાઓ માટે અનામત : બિન અનામત સામાન્ય માટે સરપંચની ૧૮ બેઠકો
આણંદ તાલુકામાં કુલ ૪૪ ગ્રામ પંચાયતોમાં સરપંચપદ માટેની ચૂંટણી યોજાનાર છે. જેમાં કલેકટર, આણંદ દ્વારા પ્રસિદ્વ જાહેરનામામાં સામાન્ય મહિલાઓ માટેની સરપંચ હોદ્દાની અનામતવાળી ૧૯ ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. જેમાં અજુપુરા,આંકલાવડી, બેડવા, ચિખોદરા, ગોપાલપુરા,હાડગુડ, જીટોડિયા, ઝાંખરીયા, જોળ, ખાનપુર, ખેરડા, કુંજરાવ, લાંભવેલ, મેઘવા (ગાના), મોગર, નાપાડ તળપદ, નાપાડ વાંટા,નાવલી અને રાજુપુરા ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે. જયારે આણંદ તાલુકાની ૧૮ ગ્રા. પંચાયતમાં બિન અનામત સામાન્ય માટે સરપંચ હોદ્દાની અનામતવાળી બેઠકો જાહેર કરવામાં આવી છે. જેમાં અડાસ,અજરપુરા,ગાના,મોગરી, રામનગર, રાસનોલ, રાવળાપુરા, સદાનાપુરા,સામરખા, સંદેશર, સારસા, સુંદણ,ત્રણોલ, વડોદ, વઘાસી,વહેરાખાડી,વલાસણ અને વાંસખીલીયા ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે. બોરસદ તાલુકામાં સરપંચની કુલ ૬પ પૈકી ૨૮ બેઠકો સામાન્ય મહિલા માટે અનામત સરપંચ હોદ્દાની ર૭ બેઠકો બિન અનામત સામાન્ય માટે બોરસદ તાલુકામાં સરપંચની કુલ ૬પ બેઠકો પૈકી સામાન્ય મહિલાઓ માટેની સરપંચ હોદ્દાની અનામતવાળી ર૮ ગ્રામ પંચાયતો જાહેર કરવામાં આવી છે. જેમાં બોચાસણ,બોદાલ, ચુવા, ડભાસી, દાદપુરા,દહેમી, દહેવાણ, ડાલી,દાવોલ, દેદરડા, ધનાવસી, ધોબીકુઇ, ઢુંઢાકુવા, ગાજણા, કંકાપુરા, કસારી, કસુંબાડ, કઠાણા, કઠોલ, ખાનપુર, ખેડાસા,કીંખલોડ,કોઠીયાખાડ, મોટી શેરડી, નામણ, નિસરાયા, પામોલ અને સંતોકપુરા ગ્રા.પં.નો સમાવેશ થાય છે. જયારે બિન અનામત સામાન્ય માટે સરપંચ હોદ્દાની અનામતવાળી ર૭ ગ્રા.પંચાયતોમાં અલારસા,અમીયાદ, બદલપુર, બનેજડા, ભાદરણ, ભાદરણીયા, કાવિઠા, નાની શેરડી, નાપા તળપદ, નાપા વાંટા,પીપળી, રણોલી,રાસ, રુદેલ, સૈજપુર,સારોલ,સીંગલાવ, સીસ્વા, સુરકુવા,ઉમલાવ,ઉનેલી, વાછીયેલ, વહેરા,વાલવોડ, વાસણા (બો), વાસણા (રાસ)અને ઝારોલા ગ્રા.પં.નો સમાવેશ થાય છે.

આણંદ તાલુકામાં સરપંચની કુલ ૪૪ પૈકી ૧૯ બેઠકો સામાન્ય મહિલાઓ માટે અનામત : બિન અનામત સામાન્ય માટે સરપંચની ૧૮ બેઠકો
આણંદ તાલુકામાં કુલ ૪૪ ગ્રામ પંચાયતોમાં સરપંચપદ માટેની ચૂંટણી યોજાનાર છે. જેમાં કલેકટર, આણંદ દ્વારા પ્રસિદ્વ જાહેરનામામાં સામાન્ય મહિલાઓ માટેની સરપંચ હોદ્દાની અનામતવાળી ૧૯ ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. જેમાં અજુપુરા,આંકલાવડી, બેડવા, ચિખોદરા, ગોપાલપુરા,હાડગુડ, જીટોડિયા, ઝાંખરીયા, જોળ, ખાનપુર, ખેરડા, કુંજરાવ, લાંભવેલ, મેઘવા (ગાના), મોગર, નાપાડ તળપદ, નાપાડ વાંટા,નાવલી અને રાજુપુરા ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે. જયારે આણંદ તાલુકાની ૧૮ ગ્રા. પંચાયતમાં બિન અનામત સામાન્ય માટે સરપંચ હોદ્દાની અનામતવાળી બેઠકો જાહેર કરવામાં આવી છે. જેમાં અડાસ,અજરપુરા,ગાના,મોગરી, રામનગર, રાસનોલ, રાવળાપુરા, સદાનાપુરા,સામરખા, સંદેશર, સારસા, સુંદણ,ત્રણોલ, વડોદ, વઘાસી,વહેરાખાડી,વલાસણ અને વાંસખીલીયા ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે. આંકલાવ તાલુકામાં સરપંચની કુલ ૩ર પૈકી ૧૪ બેઠકો સામાન્ય મહિલાઓ માટે અનામત બિન અનામત સામાન્ય માટે સરપંચની ૧૩ બેઠકો આંકલાવ તાલુકામાં કુલ ૩ર ગ્રામ પંચાયતોમાં યોજાનાર સરપંચપદની ચૂંટણીમાં ૧૪ ગ્રા.પં.માં સામાન્ય મહિલાઓ માટેની અનામત બેઠકો જાહેર કરવામાં આવી છે. જેમાં અંબાલી,અંબાવ, આમરોલ,આસરમા, ભાણપુરા,ભેટાસી (ત),ભેટાસી (બા.ભાગ), ભેટાસી વાંટા, ચમારા,જીલોડ, કહાનવાડી, કંથારીયા,ખડોલ (હ) અને રણછોડપુરા ગ્રા.પં.નો સમાવેશ થાય છે. જયારે બિન અનામત સામાન્ય માટે સરપંચની અનામતવાળી જાહેર કરાયેલ બેઠકોમાં બામણગામ, બીલપાડ,જોષીકુવા, કોસીન્દ્રા, લાલપુરા, માનપુરા, મોટી સંખ્યાડ, મુંજકુવા, નાની સંખ્યાડ,નારપુરા, નવાખલ, નવાપુરા અને ઉમેટા ગ્રા. પંચાયતનો સમાવેશ થાય છે. ખંભાત તાલુકામાં સરપંચની કુલ ૫૬ પૈકી ૨૩ બેઠકો સામાન્ય મહિલાઓ માટે અનામત બિન અનામત સામાન્ય માટે સરપંચની ૨૨ બેઠકો ખંભાત તાલુકામાં સરપંચની કુલ પ૬ બેઠકો પૈકી સામાન્યમહિલાઓ માટેની સરપંચ હોદ્દાની અનામતવાળી ર૩ ગ્રા.પં.માં બામણવા, ભીમતલાવ, દહેડા, ધુવારણ, ફીણાવ, ગોલાણા, હરીપુરા, હરીયાણ, જહાજ, જલસણ, જલુંધ,જીણજ, કલમસર, કાળી તલાવડી, લુણેજ, માલાસોની, માલુ, મેતપુર,મોતીપુરા, નગરા, નાના કલોદરા, પાંદડ અને રોહીણી ગ્રા.પં.નો સમાવેશ થાય છે. જયારે બિન અનામત સામાન્ય માટે સરપંચ હોદ્દાની રર બેઠકોમાં આખોલ, બાજીપુરા, ગુડેલ, મીતલી, નંદેલી, નવાગામ વાંટા, નેજા, પીપળોઇ, રાલેજ, શકરપુર, સોખડા, તામસા, તડાતલાવ, તરકપુર, ટીંબા, ઉંદેલ, વડગામ, વાડોલા, વૈણજ, વાસણા, વટાદરા અને વત્રા ગ્રા.પં.નો સમાવેશ થાય છે. પેટલાદ તાલુકામાં સરપંચની કુલ ૫૬ પૈકી ૨૩ બેઠકો સામાન્ય મહિલાઓ માટે અનામત બિન અનામત સામાન્ય માટે સરપંચની ૨૩ બેઠકો પેટલાદ તાલુકામાં સરપંચ માટેની કુલ ૫૬ બેઠકો પૈકી સામાન્ય મહિલાઓ માટેની સરપંચ હોદ્દાની અનામત બેઠકોમાં અરડી, બામરોલી, બાંધણી, ભારેલ, ભુરાકોઇ, ચાંગા, દંતાલી, દંતેલી, દાવલપુરા, ડેમોલ, ધૈર્યપુરા, ધર્મજ, ફાંગણી, ઘુંટેલી, મહુડીયાપુરા, માનપુરા, મોરડ, નાર, પાડગોલ, પાળજ, પંડોળી, પોરડા અને રામોદડી ગ્રા. પં.નો સમાવેશ થાય છે. જયારે બિન અનામત સામાન્ય માટે સરપંચ હોદ્દાની અનામતવાળી ગ્રામ પંચાયતોમાં અગાસ, આશી, ભાટીયેલ, બોરીયા, માણેજ, રંગાઇપુરા, રવિપુરા, રાવલી, રુપિયાપુરા, સંજાયા, સાંસેજ, શાહપુર, શેખડી, સિંહોલ, સિલવાઇ, સુણાવ, સુંદરા, સુંદરણા, વડદલા, વટાવ, વિરોલ (સી), વિશ્નોલી અને વિશ્રામપુરા ગ્રા.પં.નો સમાવેશ થાય છે. સોજીત્રા તાલુકામાં સરપંચની કુલ ૨૧ પૈકી ૧૦ બેઠકો સામાન્ય મહિલા માટે અનામત સરપંચ હોદ્દાની ૭ બેઠકો બિન અનામત સામાન્ય માટે સોજીત્રા તાલુકામાં સરપંચની કુલ ર૧ બેઠકો પૈકી સામાન્ય મહિલાઓ માટે સરપંચના હોદ્દાની અનામતવાળી ગ્રા. પંચાયતોમાં બાલીન્ટા, બાંટવા,ડાલી, દેવા તળપદ, ઇસણાવ, કાસોર, ખણસોલ, કોઠાવી,લીંબાલી અને મઘરોલનો સમાવેશ થાય છે. જયારે બિનઅનામત સામાન્ય માટે સરપંચ હોદ્દાની અનામતવાળી ગ્રા.પં.માં ડભોઉ, મેઘલપુર, પલોલ, પીપળાવ, રુણજ, ત્રંબોવાડ અને વિરોલ (સો) ગ્રા.પં.નો સમાવેશ થાય છે. તારાપુર તાલુકામાં સરપંચની કુલ ૩૮ પૈકી ૧૫ બેઠકો સામાન્ય મહિલાઓ માટે અનામત બિન અનામત સામાન્ય માટે સરપંચની ૧૪ બેઠકો તારાપુર તાલુકામાં સરપંચપદ માટેની કુલ ૩૮ બેઠકોમાંથી સામાન્ય મહિલાઓ માટે ૧પ ગ્રા.પં.માં બેઠક અનામત રાખવામાં આવી છે. જેમાં આદરુજ, ભંડેરજ, બુધેજ, ચાંગડા, ચીખલીયા, દુગારી, ફતેપુરા, ગલીયાણા, ગોરાડ, ઇસરવાડા, કસ્બારા, ખાનપુર, મહીયારી, મોભા અને નભોઇ ગ્રા.પં.નો સમાવેશ થાય છે. જયારે બિન અનામત સામાન્ય માટે સરપંચ હોદ્દાની અનામતવાળી બેઠકોમાં આમલીયારા, ચીતરવાડા, મીલરામપુરા, મોરજ, મોટા કલોદરા, પાદરા, રેલ, રીંઝા, સાંઠ, તારાપુર, ટોલ, વાળંદાપુરા, વલ્લી અને વરસડા ગ્રા.પં.નો સમાવેશ થાય છે. ઉમરેઠ તાલુકામાં સરપંચની કુલ ૩૯ પૈકી ૧૮ બેઠકો સામાન્ય મહિલાઓ માટે અનામત બિન અનામત સામાન્ય માટે સરપંચની ૧૫ બેઠકો ઉમરેઠ તાલુકામાં સરપંચપદ માટેની કુલ ૩૯ પૈકી ૧૮ બેઠકો સામાન્ય મહિલાઓ માટે અનામત જાહેર કરવામાં આવી છે. જેમાં અહીમા, અરડી,આશીપુરા, બડાપુરા, બાજીપુરા, બેચરી, ભાલેજ, ભરોડા, ભાટપુરા, દાગજીપુરા, ધોળી, ધુળેટા, ફતેપુરા, ખાંખણપુર, ખાનકુવા, ખોરવાડ, લીંગડા અને નવાપુરા ગ્રા.પં.નો સમાવેશ થાય છે. જયારે બિન અનામત સામાન્ય માટે સરપંચ હોદ્દાની અનામતવાળી બેઠકોમાં દેવરામપુરા, મેઘવા (બડાપુરા), પરવટા,પ્રતાપપુરા, રતનપુરા, સૈયદપુરા, સરદારપુરા, શીલી, સુંદલપુરા, સુરેલી, તારપુરા, થામણા, ઊંટખરી, વણસોલ અને ઝાલાબોરડી ગ્રા.પં.નો સમાવેશ થાય છે.

આણંદ જિલ્લાની ૧૯૨ ગ્રામ પંચાયતોમાં આગામી ડિસેમ્બરમાં ચૂંટણી યોજાનાર હોવાથી ગ્રામ્ય સ્તરે રાજકીય અવરજવર વધવાના કારણે ચૂંટણીનો ગરમાવાભર્યુ વાતાવરણ ક્રમશ: જામી રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી હતી. થોડા સમય અગાઉ આઠ તાલુકાઓની ગ્રામ પંચાયતોની ચૂંટણીની બેઠકો જાહેર કરવામાં આવી હતી. જે પૈકી સરપંચ માટેની અનામત બેઠકો જાહેર કરવામાં આવી ન હતી.

દરમ્યાન આજે રાજય ચૂંટણી આયોગના અધિકારી અને કલેકટર,આણંદ દ્વારા જિલ્લાની ગ્રામ પંચાયતોમાં સરપંચની બેઠક માટે રોટેશન જાહેર કરાયું છે. જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ, સામાજીક-શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે અને તમામ પૈકી મહિલાઓ તથા સામાન્ય સરપંચના હોદ્દા માટેની બેઠકો અંગેનું જાહેરનામું પ્રસિદ્વ કરાયું છે.


ચરોતરમાં વરસાદી વાતાવરણથી ધરતીપુત્રો ચિંતામાં : તમાકુ-રાઈના પાકને નુકસાનની ભીતિ

ગાયકવાડી ગામ તરીકે ઓળખાતા મહેળાવમાં ક્ષત્રિયોની વધુ વસ્તી છતાં પાટીદારોનો સરપંચપદ પર દબદબો

ખંભાત તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ગામડાઓમાં રાજકીય માહોલ છવાયો

ઉમેટા મહિસાગર બ્રિજ પરથી વડોદરાના યુવાને ઝંપલાવીને કર્યો આપઘાતનો પ્રયાસ

બોરસદ પંથકમાં માવઠાને લઈ ખેડૂતો ચિંતિત

સુણાવ એસ.ટી. બસ સ્ટેન્ડ અને તેના પરીસરમાં લાઈટની સુવિધા ઉપલબ્ધ કરવાની માંગ

કેનાલમાં ગાબડાં પડ્યા બાદ સફાળા જાગેલા સિંચાઈ વિભાગે સાફ સફાઈ અભિયાન હાથ ધર્યું

પેટલાદ નગરપાલિકાના વોર્ડ નંબર ૧ની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય