Sardar Gurjari

ગુરુવાર, તા. ૨ ડિસેમ્બર, ૨૦૨૧, કારતક વદ ૧૩, વિ.સં. ૨૦૭૮, વર્ષ - ૨૧, અંક-૧૬૩

મુખ્ય સમાચાર :
આણંદમાં આયુર્વદિક ખેતી સાથે વ્યવસાય કરવા ICARમાં એગ્રી બિઝનેસ ઇન્કયુબેટર સેન્ટર શરૂ કરાયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત' કાર્યક્રમમાં બોરીયાવીના સેન્ટરની નોંધ લીધી હતી : ICARમાં બિઝનેસ આઇડીયાને મૂર્તિમંત કરવા માર્ગદર્શનથી માંડીને ઉપલબ્ધ કરાતી માળખાકીય સુવિધાઓ
19/10/2021 00:10 AM Send-Mail
આણંદના સાઈ સુધાબહેને પોતાની કંપની શરૂ કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં મેડિકલ એન્ડ એરોમેટિક પ્લાન્ટ્સ રિસર્ચ સેન્ટર અને હર્બલ મેડિસિન દ્વારા નવો વ્યવસાય શરૂ કરનારા સાઈસુધા બહેનનો ઉલ્લેખ કર્યો હતો. મૂળ આંધ્રપ્રદેશના અને આણંદમાં સ્થાયી થયેલા સાઈ સુધાબહેન હાલ ૪૦ કરતા વધારે સર્ટિફાઈડ આયુર્વદિક ઔષધિઓ દેશભરમાં પહોંચાડી રહ્યા છે. જેમના આ સાહસને બિરદાવવામાં આવ્યું હતું.

ICARના બે ફાર્મમાં વિવિધ પ્રકારના ૧ હજારથી વધુ ઔષધિ પ્લાન્ટ
આઈસીએઆરના બે મોટા ફાર્મમાં વિવિધ ઔષધિના ૧૦૦૦થી વધુ પ્લાન્ટ વિકસાવેલા છે. આ પ્લાન્ટમાં વધુ વિકાસ થાય તે માટે વિવિધ પ્રકારે સંશોધન પણ કરવામાં આવે છે. ઉદ્યમીઓ અને ખેડૂતો માટે નવી વૈજ્ઞાનિક પધ્ધતિએ તૈયાર કરેલી ઔષધિની ટેકનોલોજી સહિત વ્યાપારી માર્ગદર્શન પણ આપવામાં આવે છે. ટેકનોલોજી કન્સલ્ટીંગ, બિઝનેસ કન્સલ્ટીંગ, કાચા માલના બજારથી લઈ તૈયાર માલના પ્રોડક્ટ બનાવવામાં જરૂરી સલાહ આપવામાં આવે છે. બિઝનેસને પ્રોત્સાહન આપવા મેડીહબ ટેકનોલોજી બિઝનેસ ઈન્ક્યુબેટરનો સિમ્બોલ પણ ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવે છે. ઉપરાંત માર્કેટમાં વેપારીની વિશ્વસનીયતા ઉભી થાય તે માટે ખાસ સર્ટિફિકેટ આપવામાં આવે છે.

ખેડૂતો તેમજ કૌશલ્ય ધરાવતા યુવાઓ માટે નવા રોજગાર-વ્યવસાયની તકો ઉપલબ્ધ થાય તે દિશામાં રાજય-કેન્દ્ર સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં હવે આણંદ સહિત આસપાસના વિસ્તારના ખેડૂતો-વ્યવસાયીઓને આયુર્વદિક ખેતી સાથે વ્યવસાય કરવાની સુવિધા ઉપલબ્ધ થઇ છે. આણંદ પાસેના બોરીયાવીમાં આવેલા ઈન્ડિયન કાઉન્સિલીંગ ઓફ એગ્રીકલ્ચર રિસર્સ (આઈસીએઆર)ના નેજા હેઠળ કાર્યરત ડીએમએપીઆર (ડાયરેક્ટર ઓફ મેડિસીનલ એન્ડ એરોમેટીક પ્લાન્ટસ રિસર્સ) દ્વારા અલાયદું સેન્ટર ઉભું કરાયું છે. જેમાં સામાન્ય વ્યક્તિના બિઝનેસ આઈડીયાને માર્કેટ સુધી લઈ જવામાં સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. સાથોસાથ મશીનરીની ખરીદી, ટેકનોલોજી-બિઝનેસ કન્સલ્ટીંગ, બિઝનેસને વધારવા માટે કાચું મટીરીયલ કયાંથી મળવવું, તૈયાર થયેલ માલ કયા વેચવો તે સહિતનું માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે.ઉપરાંત મશીનરી બનાવવામાં પણ મદદ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, છણાવટભરી કાર્યશૈલીની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત' કાર્યક્રમમાં નોંધ લીધી હતી.

બોરીયાવીમાં આવેલા આઈસીએઆર દ્વારા એગ્રી બિઝનેસ ઈન્ક્યુબેટર કેન્દ્રનો પ્રારંભ કરાયો છે. જેમાં વ્યવસાય અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. અહીં મોટાભાગે ઔષધિય ખેતીમાં માર્ગદર્શન પુરું પાડવામાં આવતું હતું. દરમ્યાન કોરોના મહામારીના પગલે આયુર્વદિક દવાનું મહત્વ વધ્યું છે. આથી આયુર્વદિક દવાના ઉત્પાદનથી લઇને માર્કેટીંગ સુધીના તબક્કામાં એગ્રી બિઝનેસ ઈન્ક્યુબેટર મહત્વપૂર્ણ માર્ગદર્શક સાબિત થઇ રહ્યું છે.

ડીએમએપીઆરના ડાયરેક્ટર સત્યજીત રોયના માર્ગદર્શન હેઠળ પ્રિન્સિપાલ ઈન્વેસ્ટીગટર મેડિહબ આર. નાગારાજ રેડ્ડી અને બિઝનેસ મેનેજર મેડિહબના દીપાબહેન પટેલ દ્વારા આયુર્વદિક દવાના ક્ષેત્રે બિઝનેસ કરવા ઇચ્છુક કોઇપણ વ્યકિતને સલાહ-માર્ગદર્શનથી માંડીને માળખાકીય સુવિધા-નાણાંકીય મદદ માટે મળતી યોજના અંગે પણ તલસ્પર્શી જાણકારી આપવામાં આવી રહી છે. ડો. આર. નાગારાજ રેડ્ડી (સાયન્ટીસ) જણાવ્યું હતું કે બોરીયાવી ગામ સ્થિત ઔષધિય અને સુગંધી ઉત્પાદક અનુસંધાન કેન્દ્ર દ્વારા ખેડૂતોને તાલીમ આપી ખેતી માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. નવી ટેકનિકલ દ્વારા મેડિસીન પ્લાન્ટના ઉછેર માટે તાલીમ આપવામાં આવે છે. કોઈપણ ખેડૂતને માર્ગદર્શન જોઈતું હોય તો કેન્દ્ર તરફથી આપવામાં ઓ છે. હાલમાં કોરોનાના પગલે આયુર્વદિક દવાની માંગ વધી છે. જેના કારણે અનેક વ્યક્તિ આયુર્વદિક દવાની ઉત્પાદન તરફ વળ્યા છે. આથી સંસ્થા દ્વારા મેડિહબ ટેકનોલોજી બિઝનેસ ઈક્યુબેટર સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં સ્ટાર્ટઅપ માટે જરૂરી માળખાકીય સુવિધા, માર્ગદર્શન, ફાયનાન્સ, માર્કેટીંગ સહિતની સુવિધા આપવામાં આવે છે. એક વર્ષ પહેલાં જ આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. જેની નોંધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લીધી છે. અત્યાર સુધીમાં ૧૫ જેટલી વ્યક્તિને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જેમની પ્રોડેક્ટ માર્કેટ સુધી પહોંચે તે માટે તમામ પ્રયત્ન કરવામાં આવ્યા છે. અહીં નિર્દેશાલયમાં અનેક પ્રકારના ઔષધિય પ્લાન્ટ ઉપલબ્ધ છે.

ચરોતરમાં વરસાદી વાતાવરણથી ધરતીપુત્રો ચિંતામાં : તમાકુ-રાઈના પાકને નુકસાનની ભીતિ

ગાયકવાડી ગામ તરીકે ઓળખાતા મહેળાવમાં ક્ષત્રિયોની વધુ વસ્તી છતાં પાટીદારોનો સરપંચપદ પર દબદબો

ખંભાત તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ગામડાઓમાં રાજકીય માહોલ છવાયો

ઉમેટા મહિસાગર બ્રિજ પરથી વડોદરાના યુવાને ઝંપલાવીને કર્યો આપઘાતનો પ્રયાસ

બોરસદ પંથકમાં માવઠાને લઈ ખેડૂતો ચિંતિત

સુણાવ એસ.ટી. બસ સ્ટેન્ડ અને તેના પરીસરમાં લાઈટની સુવિધા ઉપલબ્ધ કરવાની માંગ

કેનાલમાં ગાબડાં પડ્યા બાદ સફાળા જાગેલા સિંચાઈ વિભાગે સાફ સફાઈ અભિયાન હાથ ધર્યું

પેટલાદ નગરપાલિકાના વોર્ડ નંબર ૧ની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય