Sardar Gurjari

ગુરુવાર, તા. ૨ ડિસેમ્બર, ૨૦૨૧, કારતક વદ ૧૩, વિ.સં. ૨૦૭૮, વર્ષ - ૨૧, અંક-૧૬૩

મુખ્ય સમાચાર :
આણંદ જિલ્લામાં દોઢેક મહિના અગાઉ લેવાયેલ ખાદ્ય પદાર્થોના સેમ્પલનો રિપોર્ટ આવ્યો
અખાદ્ય ખોરાક વેચવા બદલ જિલ્લાની ર૧ પેઢીઓને ૧૯ લાખનો દંડ
19/10/2021 00:10 AM Send-Mail
દશેરાએ ફાફડા-જલેબીના લીધેલ નમૂનાનો રિપોર્ટ દિવાળીએ આવશે !
આણંદ શહેર સહિત જિલ્લામાં દશેરા પર્વ નિમિત્તે લોકોએ મન ભરીને ફાફડા-જલેબીની જયાફત માણી હતી. જો કે પર્વ ઉજવણીની ભીડભાડનો ગેરલાભ ઉઠાવીને કેટલાક વેપારીઓ દ્વારા હલકી ગુણવત્તાની ચીજવસ્તુઓથી ફાફડા-જલેબી બનાવીને વેચાણ કર્યાના આશંકાના પગલે ફૂડ વિભાગે આણંદ સહિત જિલ્લાના વિવિધ સ્થળોએથી તેના નમૂના લીધા હતા. પરંતુ ખોરાક અખાદ્ય છે કે કેમ તેનો લેબોરેટરીમાંથી રિપોર્ટ આવતા વીસેક દિવસનો સમય વીતી જાય છે. મતલબ કે દશેરાએ સૌએ મનભરીને ખાધેલા ફાફડા ખરેખર ખાવા યોગ્ય હતા કે કેમ તેનો રિપોર્ટ વીસેક દિવસ બાદ, દિવાળીએ જ આવે ત્યારે ખબર પડે!

આણંદ જિલ્લામાં મોટાભાગે પર્વ, તહેવારની ઉજવણી દરમ્યાન વેચાતા ખાદ્ય પદાર્થોની ફૂડ વિભાગ દ્વારા ચકાસણી અગાઉથી કરવામાં આવતી નથી. જેથી પર્વની ઉજવણીમાં લોકો જુદી જુદી દુકાનોએથી ખાદ્ય સામગ્રી ખરીદતા હોય છે. આ સમયગાળામાં જ ફુડ વિભાગ દ્વારા શંકાસ્પદ ખાદ્ય સામગ્રીનું સેમ્પલ લઇને લેબોરેટરીમાં ટેસ્ટીંગ માટે મોકલવામાં આવતું હોય છે. જેનો રિપોર્ટ દોઢેક માસ બાદ આવતો હોય છે.

આણંદ જિલ્લામાં પવિત્ર શ્રાવણ, ગણેશ મહોત્સવની ઉજવણી દરમ્યાન ફુડ વિભાગ દ્વારા જિલ્લામાં વિવિધ સ્થળોએ ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતી દુકાનો, પેેઢીઓમાં ચકાસણી હાથ ધરી હતી. જેના નમૂના લઇને લેબોરેટરીમાં મોકલ્યા હતા. જયાંથી તાજેતરમાં આવેલ રિપોર્ટ અનુસાર અખાદ્ય પદાર્થોના વેચાણ બદલ જિલ્લાની ર૧ પેઢીઓને રૂ. ૧૯ લાખનો દંડ કરવામાં આવ્યાનું જાણવા મળે છે.

આ અંંગે ફૂડ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, લેબોરેટરીમાં મોકલાવેલ ખાદ્ય ચીજોના નમૂના અખાદ્ય હોવાનો રિપોર્ટ આવ્યો હતો. જેમાં ઉપયોગમાં લેવાયેલ મીઠું, ખાદ્ય તેલ, માવો, દૂધ, ધાણાજીરુ, મેગો મિલ્ક શેક, લોટ, મરચું, નમકીન વગેરે ખાવા યોગ્ય ન હોવાની બાબત જોવા મળી હતી. જેથી પેટલાદ, ચિખોદરા, સોજીત્રા, કરમસદ, આણંદ, તારાપુર, આસોદર, બોરસદ, આંકલાવની કુલ ર૧ પેઢી, તેના સંચાલકો પાસેથી ૧૯.૦પ લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

ચરોતરમાં વરસાદી વાતાવરણથી ધરતીપુત્રો ચિંતામાં : તમાકુ-રાઈના પાકને નુકસાનની ભીતિ

ગાયકવાડી ગામ તરીકે ઓળખાતા મહેળાવમાં ક્ષત્રિયોની વધુ વસ્તી છતાં પાટીદારોનો સરપંચપદ પર દબદબો

ખંભાત તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ગામડાઓમાં રાજકીય માહોલ છવાયો

ઉમેટા મહિસાગર બ્રિજ પરથી વડોદરાના યુવાને ઝંપલાવીને કર્યો આપઘાતનો પ્રયાસ

બોરસદ પંથકમાં માવઠાને લઈ ખેડૂતો ચિંતિત

સુણાવ એસ.ટી. બસ સ્ટેન્ડ અને તેના પરીસરમાં લાઈટની સુવિધા ઉપલબ્ધ કરવાની માંગ

કેનાલમાં ગાબડાં પડ્યા બાદ સફાળા જાગેલા સિંચાઈ વિભાગે સાફ સફાઈ અભિયાન હાથ ધર્યું

પેટલાદ નગરપાલિકાના વોર્ડ નંબર ૧ની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય