Sardar Gurjari

ગુરુવાર, તા. ૨ ડિસેમ્બર, ૨૦૨૧, કારતક વદ ૧૩, વિ.સં. ૨૦૭૮, વર્ષ - ૨૧, અંક-૧૬૩

મુખ્ય સમાચાર :
આણંદ જિલ્લામાં ગ્રામ પંચાયતોના કમ્પ્યુટર ઓપરેટર (VCE) ર૧ ઓકટો.થી આંદોલનના માર્ગ
તમામ તાલુકા પંચાયતોમાં ઇ-ગ્રામ વીસીઇ દ્વારા પડતર પ્રશ્નોના નિકાલની માંગ સાથે આવેદનપત્ર અપાયા
19/10/2021 00:10 AM Send-Mail
છેલ્લા પાંચેક વર્ષ ઉપરાંતથી રજૂઆતો છતાંયે માંગણીઓનું નિરાકરણ ન આવતા રાજયની સાથોસાથ આણંદ જિલ્લાના તલાટી કમ મંત્રીઓએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું હતું. જેઓની હડતાળમાં ગ્રામ પંચાયતોના વીસીઇ (કમ્પ્યુટર ઓપરેટર) પણ પોતાની માંગણીઓના મામલે જોડાયા હતા. જો કે રાજય સરકાર દ્વારા રાજય તલાટી કમ મંત્રી એસો. સાથે બેઠક યોજીને પડતર માંગણીઓ સંતોષવાની ખાતરી આપી હતી. જેથી તલાટીઓનું આંદોલન સમેટાયું હતું. પરંતુ વીસીઇ મંડળ દ્વારા પોતાની માંગણીઓ સંતોષવાની માંગ સાથે આજે આણંદ જિલ્લાના તમામ તાલુકા મથકોએ ટીડીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આવેદનપત્રમાં જણાવાયું હતું કે, રાજય સરકારની તમામ ડીજીટલ કાર્યની અમલવારી કરીને કામગીરી કરતા વીસીઇ(ઇ-ગ્રામ) દ્વારા છેલ્લા પાંચ વર્ષથી પોતાની માંગણીઓ સંદર્ભ સરકારમાં રજૂઆત કરવામાં આવી રહી છે. જેમાં વીસીઇનું શોષણ અટકે, કમિશન પ્રથા બંધ થાય તે માટે પગાર ધોરણ લાગુ કરવામાં આવે. ર૦૦૬થી આજદિન સુધી સતત કામગીરી કરનાર વીસીઇને સરકારી કર્મચારી જાહેર કરવામાં આવે, સરકારના તમામ મહત્વપૂર્ણ વિભાગોની કામગીરી એકમાત્ર વીસીઇ કરતા હોવાનું ધ્યાને લઇને વર્ગ-૩નો દરજજો આપવામાં આવે. આ ઉપરાંત વીસીઇને સરકારી લાભો, તાલુકા-જિલ્લાએ મીટીંગમાં જવા માટેનું ભથ્થું, વીમા કવચ સહિતના લાભ આપવા માંગ કરવામાં આવી છે.

વધુમાં તા. ર૦ ઓકટો.ર૦ર૧ સુધીમાં માંગણીઓ સંદર્ભ સરકાર દ્વારા હકારાત્મક નિર્ણય કરવામાં નહીં આવે તો ર૧ ઓકટો.ર૦ર૧નાં રોજ રાજયના તમામ વીસીઇ આંદોલન કરશે. જેમાં સત્યાગ્રહ છાવણી, ગાંધીનગર ખાતે પ્રતિક ઉપવાસ સહિતના કાર્યક્રમો યોજાશે. આ આંદોલનના કારણે પ૭ જેટલી ડીજીટલ સેવા સેતુ સહિતની તમામ કામગીરીથી વીસીઇ અળગા રહેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

ચરોતરમાં વરસાદી વાતાવરણથી ધરતીપુત્રો ચિંતામાં : તમાકુ-રાઈના પાકને નુકસાનની ભીતિ

ગાયકવાડી ગામ તરીકે ઓળખાતા મહેળાવમાં ક્ષત્રિયોની વધુ વસ્તી છતાં પાટીદારોનો સરપંચપદ પર દબદબો

ખંભાત તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ગામડાઓમાં રાજકીય માહોલ છવાયો

ઉમેટા મહિસાગર બ્રિજ પરથી વડોદરાના યુવાને ઝંપલાવીને કર્યો આપઘાતનો પ્રયાસ

બોરસદ પંથકમાં માવઠાને લઈ ખેડૂતો ચિંતિત

સુણાવ એસ.ટી. બસ સ્ટેન્ડ અને તેના પરીસરમાં લાઈટની સુવિધા ઉપલબ્ધ કરવાની માંગ

કેનાલમાં ગાબડાં પડ્યા બાદ સફાળા જાગેલા સિંચાઈ વિભાગે સાફ સફાઈ અભિયાન હાથ ધર્યું

પેટલાદ નગરપાલિકાના વોર્ડ નંબર ૧ની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય