Sardar Gurjari

ગુરુવાર, તા. ૨ ડિસેમ્બર, ૨૦૨૧, કારતક વદ ૧૩, વિ.સં. ૨૦૭૮, વર્ષ - ૨૧, અંક-૧૬૩

મુખ્ય સમાચાર :
લાંભવેલ : આનંદધામના વડીલો આનંદના ગરબે ઘૂમીને ભાવ વિભોર બન્યા
ગુજરાત કિન્નર સમાજના પ્રમુખ સ્વીટી માસીએ વડીલોને પર્વ ઉજવણીમાં સહભાગી બનાવનાર આયોજકોને આશિષ આપ્યા
19/10/2021 00:10 AM Send-Mail
લાંભવેલમાં શ્રી હનુમાન મંદિર સામે આવેલા શ્રી રામકૃષ્ણ સેવામંડળ સંચાલિત આનંદધામમાં વસતા આશરે ર૧ વૃદ્વો સાથે છેલ્લા છ વર્ષથી આણંદના નિમેષભાઇ સુરેશભાઈ પટેલ (કે.સી. પેલેસ, ગામડીવડ) અને તેમના મિત્રવર્તુળ દ્વારા નવરાત્રિ પર્વનું આયોજન કરવામાં આવે છે.

કુદરતી કે પારિવારિક સંજોગોના કારણે આનંદધામમાં વસતા વૃદ્વો પણ મા જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રિનો આનંદ માણી શકે તે માટે આ વર્ષ પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છેલ્લા દિવસે ખંભોળજના ગાયક વૃંદ સાથે ગુજરાત કિન્નર સમાજના પ્રમુખ સ્વીટી માસી પણ આનંદધામ પધાર્યા હતા. ઘર,પરિવારથી દૂર આનંદધામમાં વસતા વડીલો માટે નવલાં નવરાત્રિ પર્વનું આયોજન કરનાર આયોજકોને બિરદાવીને સ્વીટી માસીએ આશિષ પાઠવ્યા હતા.

વડીલો સાથેની વાતચીતથી ગદ્દગદીત બનેલ સ્વીટી માસીએ કહયું હતું કે, મેં કયારેય ભગવાનને નિહાળ્યા નથી. પરંતુ સમાજથી વિભકત બનેલ વડીલોને પ્રેમ, હૂંફ અને પોતીકાપણું આપવાનો થઇ રહેલ પ્રયાસ જ પ્રભુ દર્શન રૂપ છે. તેઓને ફરી જયારે પણ બોલાવવામાં આવશે ત્યારે કોઇપણ અપેક્ષા વિના તેઓ આનંદધામના કાર્યક્રમમાં અચૂક હાજર રહેશે તેમ તેઓએ ખાસ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ૬પથી ૧૦૦ વર્ષ કરતા વધુ વયના વડીલોએ માતાજીની ભાવપૂર્વખ પૂજા-અર્ચના કરી હતી. સ્વીટી માસી અને તેમની ટીમ દ્વારા ગવાયેલ આનંદના ગરબાનો તથા સ્વીટી માસીના કંઠે ગવાયેલ ગરબાનો આનંદ માણ્યો હતો. નવરાત્રિના તમામ દિવસોએ આનંદધામના વડીલોને ભોજન ઉપરાંત આઇસ્ક્રીમ સહિતના હળવા નાસ્તાનું પણ આયોજક ટીમ દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. માતાજીના નોરતાંની રંગે ચંગે ઉજવણીથી આનંદિત વડીલોએ આયોજકોને અંતરના આશિષ પાઠવ્યા હતા.

ચરોતરમાં વરસાદી વાતાવરણથી ધરતીપુત્રો ચિંતામાં : તમાકુ-રાઈના પાકને નુકસાનની ભીતિ

ગાયકવાડી ગામ તરીકે ઓળખાતા મહેળાવમાં ક્ષત્રિયોની વધુ વસ્તી છતાં પાટીદારોનો સરપંચપદ પર દબદબો

ખંભાત તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ગામડાઓમાં રાજકીય માહોલ છવાયો

ઉમેટા મહિસાગર બ્રિજ પરથી વડોદરાના યુવાને ઝંપલાવીને કર્યો આપઘાતનો પ્રયાસ

બોરસદ પંથકમાં માવઠાને લઈ ખેડૂતો ચિંતિત

સુણાવ એસ.ટી. બસ સ્ટેન્ડ અને તેના પરીસરમાં લાઈટની સુવિધા ઉપલબ્ધ કરવાની માંગ

કેનાલમાં ગાબડાં પડ્યા બાદ સફાળા જાગેલા સિંચાઈ વિભાગે સાફ સફાઈ અભિયાન હાથ ધર્યું

પેટલાદ નગરપાલિકાના વોર્ડ નંબર ૧ની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય