Sardar Gurjari

ગુરુવાર, તા. ૨ ડિસેમ્બર, ૨૦૨૧, કારતક વદ ૧૩, વિ.સં. ૨૦૭૮, વર્ષ - ૨૧, અંક-૧૬૩

મુખ્ય સમાચાર :
શ્રી ભાઈકાકા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, સોજીત્રા ખાતે અભિમુખતા કાર્યક્રમ
20/10/2021 00:10 AM Send-Mail
શ્રી ભાઈકાકા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, સોજીત્રા ખાતે કોલેજના આચાર્યા ડો. ઉર્વી દવેના માર્ગદર્શન હેઠળ અભિમુખતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતે એનએસએસ કન્વીનર ડો. અર્ચનાબેન ત્રિવેદીએ સૌને આવકારી મુખ્ય વક્તાનો પરિચય આપ્યો હતો. મુખ્ય વક્તા તરીકે વિદ્યાનગરની નલિની વિનયન કોલેજના સોશ્યોલોજી વિષયના એસોસિએટ પ્રો. ડો. નિલેશ બારોટે વિદ્યાર્થીઓને સારી કારકિર્દી ઘડવા માટે પ્રેરણા આપવામાં આવી હતી તેમજ એનએસએસ શું છે? અને એનએસએસના વિવિધ હેતુઓની તેમના અનુભવો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે પ્રા. પ્રતીક શાહ દ્વારા આભારવિધિ કરાઈ હતી.

કાર્યક્રમના બીજા ભાગની શરૂઆત કોલેજના પ્રથમ વર્ષ બી.એ. અને બી.કોમના વિદ્યાર્થીઓને તિલક કરી ચોકલેટ આપી આવકારીને કરવામાં આવી હતી. આ વર્ષે કોવિડની પરિસ્થિતિના કારણે પ્રથમ વર્ષ પ્રવેશની કાર્યવાહી હાલમાં જ પૂર્ણ થયેલ હોવાથી તાજેતરમાં અભિમુખતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન પ્રા. ડો. નયના પરમાર દ્વારા તેમજ વિદ્યાર્થિનીઓ દ્વારા પ્રાર્થના તેમજ સ્વાગત ગીત રજૂ કરાયું હતું. આચાર્યા ડો. ઉર્વી દવેએ વિદ્યાર્થીઓને કોલેજમાં આવકાર આપ્યા બાદ મહેનત કરી, પોતાની ક્ષમતાઓને ખિલવીને જીવનમાં એક ઉત્તમ વ્યક્તિ બનીને ખૂબ આગળ વધવા માટેની પ્રેરણા આપી હતી. સાથે તાજેતરમાં કોલેજની ખો-ખો ટીમ દ્વારા યુનિવર્સિટી ખાતે ઉત્તમ દેખાવ બદલ અભિનંદન આપવામાં આવ્યા હતા. કોલેજના અધ્યાપકો દ્વારા કોલેજમાં કાર્યરત વિવિધ પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમજ વિદ્યાર્થીઓને પ્રવૃત્તિઓમાં ભાગ લઈને પોતાનો વિકાસ કરવા આહ્વાન કરાયું હતું.


આણંદ ગો.જો. શારદા મંદિરમાં એન.સી.સી. દિવસની ઉજવણી કરાઈ

બી.એડ. સ્પેશિયલ એજ્યુકેશન દ્વારા 'વિશ્વ એઈડ્સ જાગૃતતા દિવસ'ની ઉજવણી કરાઈ

ઈકો ક્લબ એક્સ્પોઝર વિઝિટ અંતર્ગત ગોપાલપુરા શાળાની મુલાકાત

એસ.એમ.પટેલ હોમ સાયન્સ કોલેજ અને પેરામાઉન્ટ એકડેમી વચ્ચે એમઓયુ થયા

ડિસ્ટ્રીક્ટ કરાટે ચેમ્પિયનશીપમાં વાડોકાઈ કરાટે ડો ફેડરેશન ઓફ ઈન્ડિયાનો દબદબો

હમીદપુરા પ્રાથમિક શાળામાં દિવ્યાંગ બાળકોને અનાજ કરિયાણાની કિટનું વિતરણ કરાયું

વિદ્યાનગર બી.જે.વાણિજય મહાવિદ્યાલયમાં વેબિનાર યોજાયો

સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસમાં 'બેન્િંકગ એન્ડ ફાયનાન્સ' વિષય આધારિત એક્ષપર્ટ ટોકનું આયોજન