Sardar Gurjari

ગુરુવાર, તા. ૨ ડિસેમ્બર, ૨૦૨૧, કારતક વદ ૧૩, વિ.સં. ૨૦૭૮, વર્ષ - ૨૧, અંક-૧૬૩

મુખ્ય સમાચાર :
ન્યુજર્સી : ગાયત્રી મંદિરમાં નવરાત્રિ પર્વ ઉજવણી, સપ્ત કુંડી હવનની પૂર્ણાહૂતિ
મંદિર પરિસરમાં સૌ મન મૂકીને ગરબે ઘૂમ્યા, વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહૂતિ અર્પણ
20/10/2021 00:10 AM Send-Mail
અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સ્થાપક પં.રામશર્મા આચાર્યજી અને માતાશ્રી ભગવતી દેવીના પ્રેરણા, સૂ-મ માર્ગદર્શન દ્વારા અને અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રમુખ ડો.પ્રણય પંડયા અને શૈલ જીજીના માર્ગદર્શન હેઠળ ન્યુજર્સી સ્થિત ગાયત્રી ચેતના સેન્ટર, પીસ્કાટવે શહેરના ગાયત્રી મંદિરમાં નવરાત્રિ પર્વની શ્રદ્વા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

મંદિર પરિસરમાં નવ દિવસ સુધી ભાવિકજનો બે તાળી, ત્રણ તાળી સહિતના ગરબે ઘૂમીને પર્વ ઉજવણીનો આનંદ માણીને જગદંબાની આરાધના કરી હતી. આ ઉપરાંત આઠમના દિવસે સપ્ત કુંડી યજ્ઞનું આયોજન કરાયું હતું. જેમાં ૧ હજારથી વધુ ભાવિકજનો દ્વારા યજ્ઞમાં આહૂતિ અર્પણ કરવામાં આવી હતી. ગાયત્રી મંદિરના પૂજારીઓ, સ્વયંસેવકો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરાવાયો હતો. યજ્ઞ માટેની તમામ સાંયોગિક સુવિધા યજ્ઞ શાળામાં ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.


આણંદ ગો.જો. શારદા મંદિરમાં એન.સી.સી. દિવસની ઉજવણી કરાઈ

બી.એડ. સ્પેશિયલ એજ્યુકેશન દ્વારા 'વિશ્વ એઈડ્સ જાગૃતતા દિવસ'ની ઉજવણી કરાઈ

ઈકો ક્લબ એક્સ્પોઝર વિઝિટ અંતર્ગત ગોપાલપુરા શાળાની મુલાકાત

એસ.એમ.પટેલ હોમ સાયન્સ કોલેજ અને પેરામાઉન્ટ એકડેમી વચ્ચે એમઓયુ થયા

ડિસ્ટ્રીક્ટ કરાટે ચેમ્પિયનશીપમાં વાડોકાઈ કરાટે ડો ફેડરેશન ઓફ ઈન્ડિયાનો દબદબો

હમીદપુરા પ્રાથમિક શાળામાં દિવ્યાંગ બાળકોને અનાજ કરિયાણાની કિટનું વિતરણ કરાયું

વિદ્યાનગર બી.જે.વાણિજય મહાવિદ્યાલયમાં વેબિનાર યોજાયો

સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસમાં 'બેન્િંકગ એન્ડ ફાયનાન્સ' વિષય આધારિત એક્ષપર્ટ ટોકનું આયોજન