Sardar Gurjari

ગુરુવાર, તા. ૨ ડિસેમ્બર, ૨૦૨૧, કારતક વદ ૧૩, વિ.સં. ૨૦૭૮, વર્ષ - ૨૧, અંક-૧૬૩

મુખ્ય સમાચાર :
ઉત્તરાખંડમાં વરસાદે વેર્યો વિનાશ : ૪૦ના મોત
કુમાઉમાં કાટમાળ નીચે દબાઇ જતાં ૧૯ના મોત : કાઠગોદામ રેલવે સ્ટેશનની લાઇન પાણીમાં વહી ગઇ, હલ્દવાનીમાં પણ પૂલ તૂટ્યો : ખતરાના નિશાનથી ઉપર વહી રહેલી કોસી નદી : નૈનીતાલમાં માર્ગો પર ધસમસ્યું સરોવરનું પાણી : હરિદ્વારમાં ખતરાના નિશાન પર પહોંચી ગંગા : ઋષિકેશમાં ત્રિવેણી ઘાટનું આરતી સ્થળ ડૂબ્યું
20/10/2021 00:10 AM Send-Mail
ઉત્તરાખંડથી લઇને કેરળ સુધી વરસાદ : ઓક્ટો.ના અંતમાં હવામાન કેમ બગડી રહ્યું છે? ભારત માટે ચિંતાની વાત કેમ છે?
દુનિયાભરમાં જળવાયુ પરિવર્તનની અસર હવે ભારતમાં પણ જોવા મળી છે. આ વર્ષે જે રીતે ચોમાસાની ગતિ અસામાન્ય રહી છે તેનાથી જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. આ વર્ષે તો ઓક્ટોબરના અંત સુધી અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. કેરળમાં પહેલા જ વરસાદ પોતાનો કહેર દેખાડી રહ્યો છે. તો ઉત્તરાખંડમાં પણ વરસાદને ભારે તબાહી સર્જી છે. હવામાન વિભાગ અનુસાર જે પ્રકારની પરિસ્થિતિઓ સર્જાઇ રહી છે તે ૨૦૧૨ જેવી છે જ્યારે કેદારનાથમાં વિપદા આવી હતી. આ ચિંતાની વાત છે. હિમાચલ પ્રદેશમાં પણ વરસાદ છેલ્લા ત્રણ મહિનાથી સતત કહેર વર્તાવી રહ્યો છે અને ઓક્ટોબરમાં ફરી એક વાર અહીં એલર્ટ જાહેર કરવામાં આવેલ છે.

ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં વરસાદ કહેર બનીને વરસી રહ્યો છે. આજે કુમાઉમાં વરસાદને કારણે કાટમાળમાં દબાઇ જતાં ૧૯ લોકોના મોત થયા છે. જ્યારે કે સોમવારે રાજ્યમાં ૬ લોકોના મોત થયા હતાં. નૈનીતાલ જિલ્લામાં જ ૨૫ લોકોના મોત થયા છે. ૮ લોકો હજુ પણ લાપતા. ગામડાઓને શહેરોથી જોડતા લગભગ બે ડઝનથી વધારે સંપર્ક માર્ગ બંધ છે. તેનાથી રાહત બચાવ કાર્યોમાં ભારે તકલીફ પડી રહી છે.આજે સાંજ સુધી ૪૦ લોકોના મોતની પુષ્ટિ થઇ ચૂકી છે.સચિવ વિપદા વ્યવસ્થાપન એસ.એ. મુરૂગેશન અનુસાર બે દિવસમાં રાજ્યમાં અત્યાર સુધી ૨૫ લોકોના મોત થઇ ચૂક્યા છે. આજે સવારે નૈનીતાલ જિલ્લાના રામગઢમાં ધારી તાલુકામાં દોષાપાની અને તિશાપાનીમાં વાદળ ફાટ્યું. આ દરમિયાન મજૂરોની ઝૂંપડી પર રિટેનિંગ દીવાલ ધસી પડી. જેમાં ૭ લોકો કાટમાળ નીચે દબાઇ ગયા. કાઠગોદામ રેલવે સ્ટેશનની લાઇન પાણીમાં વહી ગઇ છે જેના પગલે ટ્રેન વ્યવહાર અવરોધાયો છે.

બીજી તરફ ખૈરનામાં ઝૂંપડા પર પથ્થર પડતા બે લોકોના મોત થયા છે. ચંપાવતના તેલવાડમાં એક વ્યક્તિ ભૂસ્ખલનની ચપેટમાં આવી ગઇ. આ દરમિયાન એક વ્યક્તિનું મોત થઇ ગયું. જ્યારે કે ત્રણ લ ોકોને સુરિક્ષત બચાવી લેવામાં આવ્યા છે. હજી કેટલાક લોકો કાટમાળામાં ફસાયેલા છે. ચંપાવતના તેલવાડામાં કાટમાળમાં દબાઇ જતા એક યુવકનું મોત થયું છે.

બીજી તરફ બાજપુરના ગામ ઝાડખંડીમાં ગડરી નદીમાં વહી ગયેલા એક ખેડૂતનો મૃતદેહ મળી આવ્યો છે. ટકનપુરમાં ભારે વરસાદ પછી આવેલા પૂરમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે સેનાની મદદ લેવામાં આવી છે. આ દરમિયાન રેસ્ક્યૂટીમે લગભગ ૬૫ લોકોને બચાવી લીધા છે. બીજી તરફ કોસી નદીમાં પાણી વધવાથી રામનગરના ગર્જિયા મંદિરને ખતરો ઉભો થઇ ગયો છે. પાણી મંદિરની સીડીઓ સુધી પહોંચી ગયું છે. બીજી તરફ બંધના તમામ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. કોસી બંધ પર કોસી નદીની પાણીની સપાટી ૧૩૯૦૦૦ ક્યૂસેક છે. જે ખતરાના નિશાનથી અત્યંત ઉપર છે. બીજી તરફ હલ્દ્વાનીમાં ગોલા નદી ગાંડીતૂર બનતા નદી પર બનેલ એપ્રોચ પૂલ તૂટી ગયું છે જેના કારણે અવર-જવર બંધ થઇ ગઇ છે. બીજી તરફ નૈનીતાલમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઇ ગયા છે. અહીંના માર્ગો પર સરોવરનું પાણી આવી ગયું છે. નદી ઓવરફ્લો થતાં કોસી નદીનું પાણી રામનગર-રાનીખેત માર્ગ સ્થિત લેમન ટ્રી રિસોર્ટમાં ઘૂસી ગયા છે. આ દરમિયાન અહીં લગભગ ૧૦૦ લોકો ફસાયા હતાં. તે તમામ લોકો સુરિક્ષત છે. પહાડોના વરસાદ બાદ હરિદ્વાર ગંગાની પાણીની સપાટી ખતરાના નિશાનથી ઉપર પહોંચી ગઇ છે. જે બાદથી પ્રશાસન એલર્ટ મોડ પર છે. ત્રિવેટી ઘાટના આરતી સ્થળ સહિત વિભિન્ન ગંગા ઘાટ જળમગ્ન થઇ ગયા છે. અત્યાર સુધી ચોમાસાનું વલણ કેવું રહ્યું? ૨૦૨૧નું સામાન્ય ચોમાસુ પરિવર્તનશીલતાના આધારે સૌથી વધારે અસામાન્ય રહ્યું છે. વાસ્તવમાં ભારતના મોટાભાગના વિસ્તારોમાં જુલાઇ અને ઓગસ્ટ વચ્ચે વરસાદ વચ્ચે લાંબુ અંતર જોવા મળ્યું. તેના પગલે ઓગસ્ટ સુધી ભારતમાં વરસાદ સામાન્ય કરતાં ૧૦ ટકા ઓછો પડ્યો હતો. પરંતુ સપ્ટેમ્બરમાં સામાન્યથી ૩૪ ટકા વધારે વરસાદને સમગ્ર રીતે ચોમાસાને સામાન્ય સ્તર સુધી પહોંચાડી દીધું. અહીં સામાન્ય ચોમાસાનો અર્થ છે કે લાંબા ગાળાની સરેરાશમાં સામાન્ય વરસાદ ૯૬થી ૧૦૪ ટકાના દાયરામાં રહે. જોકે તેની વિપરીત અસર એ રહી કે દેશમાં જે પણ વરસાદની સિસ્ટમ વિલંબનથી બની હવે તેના પરત ફરવામાં પણ વિલંબ થઇ રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર આ વર્ષે સપ્ટેમ્બરમાં ચોમાસુ સક્રિય રહેવાની અસર તેની પરત ફરવાની પ્રક્રિયા પર પડી છે. આ પ્રક્રિયા ઓછામાં ઓછા ત્રણ સપ્તાહના વિલંબથી શરૂ થઇ. હવે ચોમાસાની વિદાયની તારીખ નવેમ્બર સુધી ઠેલાઇ ગઇ છે. આ વિલંબની અસર સમગ્ર દેશમાં ઓક્ટોબરના મધ્ય અને અંતમાં જોરદાર વરસાદના રૂપમાં જોવા મળી રહી છે. ભારત માટે ચોમાસાનું મોડેથી પરત ફરવું એક મોટી ચિંતાની વાત છે. ચોમાસુ પરત ફરવાની પ્રક્રિયા શું છે, તેનું ઓક્ટો.ના વરસાદ સાથે કનેક્શન? માનવામાં આવે છે કે ભારતમાં ચોમાસુ સામાન્ય રીતે ઓગસ્ટ સુધી પૂરી રીતે છવાઇ જાય છે. ત્યારબાદ સપ્ટેમ્બર મધ્યમાં તેની પરત ફરવાની પ્રક્રિયા પણ શરૂ થઇ જાય છે.ચોમાસાની આ જ પરત ફરવાની પ્રક્રિયાને મોનસૂન વિડ્રોલ કહે છે. રાજસ્થાનથી ચોમાસુ પરત ફરવાની તારીખ પરંપરાગત રીતે ૧૭ સપ્ટેમ્બર માનવામાં આવે છે. આ દરમિયાન વરસાદ ખતમ થવાની સાથે જ ભેજમાં ઘટાડો નોંધવામાં આવે છે અને દેશના ઉત્તર-પશ્ચિમી વિસ્તારોમાં પણ વરસાદનું ધીમે-ધીમે ઓછો થવાનું જારી રહે છે. સામાન્ય રીતે સમગ્ર ભારતમાં મોનસૂન વિડ્રોલ ૧૫ ઓક્ટોબર સુધી પૂરૂ થઇ જવું જોઇએ. આઇએમડીએ ઓક્ટોબરની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે ભારતના પશ્ચિમી વિસ્તારમાં ચોમાસુ પરત ફરવાનું ૬ ઓક્ટોબરથી શરૂ થઇ ગયું. એટલે કે સામાન્ય તરીખથી લગભગ ૨૦ દિવસ વિલંબથી થયો છે. જળવાયુ પરિવર્તન પણ એક કારણ ચોમાસુ વિલંબથી પરત ફરવાનું એક કારણ જળવાયુ પરિવર્તન પણ છે. વાસ્તવમાં કાર્બન ઉત્સર્જનના કારણે પૃથ્વી પર ગ્લોબલ વોર્મિંગની અસર વધતી જઇ રહી છે. તેની અસર આર્કટિક વિસ્તારમાં સૌથી વધારે પડી રહી છે કારણ કે અહીં બરફ અત્યંત ઝડપથી પીગળી રહ્યો છે. તેનાથી પશ્ચિમી યુરોપ અને પૂર્વોત્તર ચીનમાં દરિયામાં ઉચ્ચ દબાણનું ક્ષેત્ર બની જાય છે અન પ્લેનેટરી વેવ્સ (ભ્રમણકારી મોજા) પોતાની પૂર્વની દિશા બદલી દક્ષિણ-પૂર્વ તરફ ચાલવા લાગે છે. આ મોજા ચમાસુ ખતમ થવા દરમિયાન ભારતમાં એન્ટ્રી લઇ લે છે અને દરિયાની ઉપર વાયુમંડળમાં ગરબડ પેદા કરે છે જેનાથી સપ્ટેમ્બરમાં ભારે વરસાદની ઘટનાઓ નોંધાઈ છે.